Stock Market India: શેરબજારમાં મોટો ઘટાડો, હવે આગામી સપ્તાહે શું થશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 367 પોઈન્ટ ઘટી 85,041 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 99 પોઈન્ટ ઘટી 26,042 બંધ થયો હતો. બેંક નિફ્ટી 172 પોઈન્ટ ઘટી 59,011 બંધ હતો. શેરબજાર ઘટવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? 2025ની વિદાય આડે હવે માત્ર ત્રણ ટ્રેડિંગ સેશન. શું ફરીથી તેજી આવશે ખરી? માર્કેટ તેજીના ટ્રિગરની રાહ જોઈ રહ્યું.

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 367 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,225ના નીચા મથાળે ખૂલીને શરૂમાં સુધરી 85,378 થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 84,937 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,041.45 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 367.25નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 99 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26,121ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 26,144 થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 26,008 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 26,042.30 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 99.80નો ઘટાડો દર્શાવે છે.

શેમાં નવી લેવાલી આવી?

આજે શુક્રવારે સપ્તાહનો છેલ્લો દિવસ હતો. સવારે ભારતીય શેરોના ભાવ નીચા મથાળે ગેપમાં ખૂલ્યા હતા. અને દરેક ઉછાળે વેચવાલી આવી હતી. જેથી શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઘટ્યા હતા. જો કે આજની સેશનમાં મેટલ, પીએસઈ, કન્ઝ્યુમર ડયુરેબલ, એફએમસીજી અને કોમોડિટીઝ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. જ્યારે આઈટી, ઓટોમોબોઈલ, ફાર્મા, મીડિયા અને ફાઈનાન્સિયલ સેક્ટરના શેરોમાં વેચવાલી આવી હતી.

શેરબજાર ઘટવાના કારણો

(1) એફઆઈઆઈની વેચવાલી ચાલુ રહી છે. વીતેલા સપ્તાહની તમામ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈ નેટ સેલર રહી છે. ડીસેમ્બરમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 23,830 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું છે. તેમજ તેની સામે ડીઆઈઆઈએ ડીસેમ્બરમાં કુલ રૂપિયા 62,284 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ઘટીને આવ્યો હતો. છ પૈસા ઘટી 89.84 રહ્યો હતો.

(3) ગ્લોબલ માર્કેટમાં સુસ્તી હતી. અમેરિકન સ્ટોક માર્કેટની તેજી છતાં આજે એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ રહ્યું હતું.

(4) યુએસ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલના હજુ સુધી કોઈ સમાચાર મળી રહ્યા નથી. આથી તેજીવાળા ખેલાડીઓ દરેક ઉછાળે વેચવા આવી જાય છે.

(5) અમેરિકાએ વેનેઝુએલાના તેલ શિપમેન્ટ પર આર્થિક પ્રેશર લાવવાનો આદેશ કર્યો છે. જેને પગલે એમ મનાય છે કે ક્રૂડના ભાવ વધીને આવશે. આથી શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું હતું.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે શુક્રવારે શેરબજારમાં મીડેકપ ઈન્ડેક્સ 136 પોઈન્ટ ઘટ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 174 પોઈન્ટ ઘટ્યો હતો. આથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1285 શેરના ભાવ વધ્યા હતા અને 1871 શેરના ભાવ ઘટ્યા હતા.

76 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 71 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

57 શેરમાં અપર સર્કિટ અને 50 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

Top Trending News

Gujarat Energy Policy 2025: ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 જાહેર, જાણો તમામ વિગત

ટોપ ગેઈનર્સ

ટિટાન(2.17 ટકા), હિન્દાલકો(0.99 ટકા), નેસ્લે(0.82 ટકા), એનટીપીસી(0.53 ટકા) અને સિપ્લા(0.51 ટકા)

ટોપ લુઝર્સ

એશિયન પેઈન્ટ્સ(1.40 ટકા), શ્રી રામ ફાયનાન્સ(1.37 ટકા), બજાજ ફાયનાન્સ(1.30 ટકા), ટીસીએસ(1.27 ટકા) અને ટેક મહિન્દ્રા(1.16 ટકા)

આગામી સપ્તાહ કેવું રહેશે?

શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે ઘટ્યું હતું. પણ ટેકનિકલી જોવા જઈએ તો બજાર હજી વીક થયું નથી. સેન્સેક્સમાં 85,000, નિફ્ટી 26,000 અને બેંક નિફ્ટી 59,000ના અતિમહત્ત્વના સપોર્ટ લેવલની ઉપર જ બંધ છે. જેથી આગામી સપ્તાહે આ લેવલ નીચે બજાર જવું ન જોઈએ, તો તેજી આગળ વધશે. હાલ બજાર તેજીના ટ્રિગરની રાહ જોઈ રહ્યું છે. હવે 2025ના વર્ષની વિદાયને આડે માત્ર ત્રણ ટ્રેડિંગ સેશન વધી છે. જેથી કદાચ આગામી સપ્તાહે શાંતા ક્લોઝ રેલી જોવા મળે તેવી શક્યતા છે.

You will also like

Leave a Comment