અમદાવાદ- Stock Market India શેરબજાર સપ્તાહના અંતે તૂટીને આવ્યું હતું. ભારે વેચવાલીથી શેરોના ભાવ તૂટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1097 પોઈન્ટ ઘટી 78,918 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 315 પોઈન્ટ ઘટી 24,450 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 1272 તૂટી 57,783 બંધ હતો. માર્કેટ કેપ રૂ.3 લાખ કરોડ ઘટ્યું હતું. શેરબજાર કયા કારણોથી તૂટ્યું? બેંક શેરોમાં કેમ ભારે વેચવાલી આવી? આગામી સપ્તાહે શેરબજારમાં(Share Market India) ઘટાડો આગળ વધશે? શેરબજાર હજી કેટલું ઘટી શકે છે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 1097 પોઈન્ટ ગબડ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 79,658ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 79,753 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 78,812 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,918.90 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 1097 પોઈન્ટ(1.37 ટકા)નો કડાકો દર્શાવે છે.
નિફ્ટી 315 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 24,656ની નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 24,700 થઈ અને ત્યાં જોરદાર વેચવાલીથી ઝડપી ગબડીને 24,415 થઈ અને અંતે 24,450.45 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 315.45નું ગાબડુ દર્શાવે છે.
યુદ્ધ લાંબુ ચાલશે માટે વેચવાલી નીકળી
આજે સપ્તાહના અંતે સવારે(Stock Market India) શેરબજાર નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. શરૂમાં સામાન્ય લેવાલી નીકળતાં સુધર્યું હતું. પણ ઊંચા મથાળે જોરદાર વેચવાલીથી શેરોના ભાવ તૂટ્યા હતા. મિડલ ઈસ્ટ વૉર ચાલી રહ્યું છે, જેથી કોઈ માથે જોખમ લેવા તૈયાર નથી. શનિ રવિમાં યુદ્ધ વધુ વકરે તો તેવી સ્થિતિમાં કોઈ રાતવાસી ખરીદી કરવા માંગતું ન હતું. જેથી સાવચેતી રખાઈ હતી.
શેરબજાર વધુ ઘટવાના ચાર કારણ
(1) ઈરાન, ઈઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ હજી ચાલુ છે. આમ તો મિડલ ઈસ્ટ યુદ્ધ બની ચુકયું છે. આ યુદ્ધ હજી વધુ વકરે તેવી સંભાવના છે. આવી તંગદિલીભરી સ્થિતિ વચ્ચે તેેમજ આ યુદ્ધ લાંબુ ચાલી શકે તેવી ધારણાએ(Stock Market India) શેરબજારમાં ભારે વેચવાલી રહી હતી.
(2) વૈશ્વિક સ્ટોક માર્કેટમાં નરમાઈ હતી. ગત મોડી રાતે ડાઉ જોન્સ 784 પોઈન્ટ તૂટ્યો હતો. જેથી એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટ નરમ હતા.


બેંક શેર કેમ વધુ તૂટ્યા
Stock Market India આજે બેંક નિફ્ટીમાં 1272 પોઈન્ટનો ભારેખમ કડાકો બોલી ગયો હતો. બેંક શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. ક્રૂડ ઓઈલના ભાવ વધીને આવ્યા છે. તો હવે સરકારને પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડશે. અને તેને કારણે મોંઘવારી વધીને આવશે. જો મોંઘવારી વધે તો રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વ્યાજ દરમાં ઘટાડો કરી શકશે નહી. અને તેની બેંકિંગ સેકટર પર નેેગેટિવ અસર ઉદભવશે. આ ધારણાએ જ બેંક શેરોમાં ભાવ ઝડપથી તૂટ્યા હતા.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે શુક્રવારે મીડકેપ ઈન્ડેક્સ 399 પોઈન્ટ ઘટ્યો હતો. અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 39 પોઈન્ટ ઘટ્યો હતો. જેથી આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1317 શેરના ભાવ વધ્યા હતા અને 1874 શેરના ભાવ ઘટ્યા હતા.
30 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 196 શેર બાવન વીક લો પર બંધ હતા.
81 શેરમાં અપર સર્કિટ અને 68 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
બીઈએલ(2.52 ટકા), ઓએનજીસી(1.28 ટકા), રીલાયન્સ(1.27 ટકા), એનટીપીસી(0.82 ટકા) અને હિન્દાલકો(0.59 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
આઈસીઆઈસીઆઈ બેંક(3.13 ટકા), ઈટરનલ(2.96 ટકા), શ્રી રામ ફાઈનાન્સ(2.77 ટકા), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(2.54 ટકા) અને એક્સિસ બેંક(2.54 ટકા)
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહશે?
મિડલ ઈસ્ટ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તે કોઈને ખબર નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ હજી વધુ વધે તેવી વકી છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ બંધ કર્યો છે. જેથી ભારતને ક્રૂડ આયાત કરવામાં મુશ્કેલી આવી શકે તેમ છે પરંતુ રશિયાએ ભારતને તેલ આપવાની ઓફર કરી છે. પણ(Stock Market India) શેરબજારની ભાવી ચાલનો આધાર ક્રૂડના ભાવ અને યુદ્ધના સમાચાર પર રહે છે. ટેકનિકલી બજાર વીક છે. નિફ્ટીમાં 24,300 અને સેન્સેક્સ 78,400 આ બે અતિમહત્ત્વના સપોર્ટ લેવલ આવે છે. જો આ સપોર્ટ લેવલ તૂટશે તો નીચામાં વધુ ઘટાડો આગળ વધી શકે છે. ટૂંકમાં આગામી સપ્તાહે બે તરફી વધઘટ જોવા મળી શકે છે.