અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ભારે વેચવાલી આવી હતી અને શેરબજારમાં કડાકો થયો હતો. આજે શુક્રવારે શેરબજારમાં બ્લેક ફ્રાઈડે થયો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 961 પોઈન્ટ તૂટી 81,287 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 317 પોઈન્ટ તૂટી 25,178 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 658 પોઈન્ટ તૂટી 60,529 બંધ હતો. માર્કેટ કેપ(Marker Cap) 5 લાખ કરોડ ઘટ્યું હતું. શેરબજારમાં ચાર કારણોથી વેચવાલી આવી? આગામી સપ્તાહે શેરબજાર(Share Market India) વધુ ઘટશે? આગામી સપ્તાહે બજાર કયા સપોર્ટ મેળવશે? રોકાણકારોએ હવે સ્ટ્રેટજી બદલવી પડશે.
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો
મુંબઈ શેરબજારનો 30 શેરોનો સેન્સેક્સ(BSE Sensex) 82,220ની નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધીને 82,246 થઈ અને ત્યાં ભારે વેચવાલી છૂટતાં ઝડપી તૂટી 81,159 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 81,287.19 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 961.42(1.17 ટકા)નો કડાકો દર્શાવે છે.
નિફ્ટીમાં 317 પોઈન્ટનું ગાબડુ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty50) 25,459ના નીચા લેવલે ખૂલીને શરૂમાં સુધરી 25,476 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં 25,141 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,178.65 બંધ થયો હતો. જે ગઈકાલની સરખામણીએ 317.90(1.25 ટકા)નું ગાબડુ દર્શાવે છે.
ત્રણ સેકટરના શેરો સુધર્યા
સપ્તાહના અંતિમ દિવસે(Stock Market India) શેરબજાર નીચા મથાળે ખૂલ્યા પછી દરેક ઉછાળે વેચવાલી ફરી વળી હતી. રીયાલિટી, ઓટો, બેંક, એફએમસીજી, મેટલ, ફાઈનાન્સ, ફાર્મા, હેલ્થકેર, મેન્યુફેકચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર, એનર્જિ અને ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી તૂટ્યા હતા. માત્ર ત્રણ સેકટર મીડિયા, આઈટી અને કન્ઝ્યુમર ડ્યૂરેબલ સેકટરના શેરોમાં લેવાલીથી સામાન્ય સુધારો આવ્યો હતો.
શેરબજાર તૂટવાના ચાર કારણ
(1) અમેરિકા અને ઈરાન(US Iran Tension) વચ્ચે પરમાણું સમજૂતિ માટે જેનેવામાં ત્રીજા રાઉન્ડની બેઠક પુરી થઈ છે. જાણવા મળ્યા મુજબ આ બેઠકમાં સફળતા મળી નથી. આમ યુએસ ઈરાન વચ્ચે તંગદિલી વધી છે. ગમે ત્યારે અમેરિકા ઈરાન પર હૂમલો કરશે, તેવી ભીતિ પાછળ ભારતીય શેરબજારમાં(Stock Market India) ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધની સ્થિતી સર્જાઈ છે.
(2) ગ્લોબલ માર્કેટના(Global Market) સપોર્ટનો અભાવ હતો. ગત મોડી રાતે ડાઉ માત્ર 17 પોઈન્ટ સુધર્યો હતો, પણ નેસ્ડક 279 પોઈન્ટ ઘટ્યો હતો. આજે એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર ટોન હતો. હોંગકોંગ, થાઈલેન્ડ અને કોરિયા સ્ટોક માર્કેટ માઈનસ હતા. યુરોપિયન સ્ટોક માર્કેટમાં પણ સામાન્ય નરમાઈ હતી. આમ વૈશ્વિક સ્ટોક માર્કેટમાં સાવેચતીનું વાતાવરણ હતું.
(3) એફઆઈઆઈ નેટ સેલર રહી છે.(FII Net Seller) 26 ફેબ્રુઆરીએ એફઆઈઆઈએ રૂપિયા 3465 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ એફઆઈઆઈનું સ્ટેન્ડ ક્લિયર નથી. આથી તેજીવાળા ખેલાડીઓ દરેક ઉછાળે વેચવા દોડી આવે છે. સામે ડીઆઈઆઈએ ફેબ્રુઆરી મહિનામાં રૂપિયા 26,130 કરોડનું નેટ બાય કર્યું હતું.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે શુક્રવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 682 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 188 પોઈન્ટ ગબડ્યો હતો. પરિણામે આજે 1140 શેરના ભાવ વધ્યા હતા અને સામે 1992 શેરના ભાવ ઘટ્યા હતા.
56 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 255 શેર બાવન વીક લો પર બંધ હતા.
60 શેરમાં અપર સર્કિટ અને 68 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટ્રેન્ટ(1.35 ટકા), ઈન્ફોસીસ ટેકનોલોજી(0.76 ટકા), એચસીએસ ટેકનોલોજી(0.62 ટકા), એપોલો હોસ્પિટલ(0.55 ટકા) અને ઈટરનલ(0.41 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
અદાણી એન્ટરપ્રાઈઝ(2.68 ટકા), મારૂતિ(2.50 ટકા), ભારતી એરટેલ(2.47 ટકા), ગ્રાસિમ(2.43 ટકા) અને સન ફાર્મા(2.40 ટકા)
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?
Stock Market India વીતેલા સપ્તાહના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન બુધ, ગુરુ અને શુક્રવારના રોજ દરેક ઉછાળે વેચવાલી આવી હતી. અને આજે શુક્રવારે વધુ ભારે વેચવાલી ફરી વળતાં ફ્રી ફોલ જોવાયો હતો. હવે આગામી સપ્તાહે પણ આ ઘટાડો આગળ વધી શકે છે. જો કે માર્કેટ વધુ ઘટ્યું હોવાથી કદાચ એકાદ પ્રત્યાઘાતી સુધારો આવી શકે છે. પણ ટેકનિકલી માર્કેટ નરમ છે. જેથી દરેક ઉછાળે વેચીને લેનારની જીત થશે.
ટેકનિકલ લેવલ
નિફ્ટી 25,100નું અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ છે. જો આ લેવલ તૂટશે તો નીચામાં 24,850-24,900નું લેવલ બતાવી શકે છે. તેમજ સેન્સેક્સમાં 81,500નું સપોર્ટ લેવલ છે, જે લેવલ આજે તૂટી ગયું છે. હવે નીચામાં 81,000 અને તેની નીચે 80,800ના લેવલ સુધી જઈ શકે છે. બેંક નિફ્ટીમાં 59,800નું ખૂબ જ મજબૂત સપોર્ટ લેવલ છે, જો આ લેવલ તૂટશે તો બેંક નિફ્ટીની તેજી પૂરી થશે.
આ પણ વાંચો….