અમદાવાદ- Stock Market India શેરબજારમાં સુધારો આવ્યો હતો. કાલના કડાકા પછી આજે બ્લૂચિપ શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ (BSE Sensex)316 પોઈન્ટ વધી 82,814 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી (NSE Nifty)116 પોઈન્ટ સુધરી 25,571 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી)Bank Nifty) 432 પોઈન્ટ ઉછળી 61,172 બંધ થયો હતો. આજે શુક્રવારે માર્કેટ કેપમાં 2 લાખ કરોડનો વધારો થયો હતો. શેરબજારમાં નવી લેવાલીના ત્રણ ફેકટર હતા. આગામી સપ્તાહે બજાર(Share Market India) કેવું રહેશે? આગામી સપ્તાહના ટેકનિકલ લેવલ જાણીશું અને આગામી સપ્તાહના બેસ્ટ બાય.
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 316 પોઈન્ટ વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 82,272ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ ઘટી 82,206 થઈ અને ત્યાં વેલ્યૂ બાઈંગ આવતાં ઝડપી સુધરી 83,132 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,814.71 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 316.57નો સુધારો દર્શાવે છે.
નિફ્ટી 116 પોઈન્ટ સુધર્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty50) 25,406ના નીચા લેવલે ખૂલીને શરૂમાં વધુ ઘટી 25,379 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 25,663 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,571.25 બંધ થયો હતો. જે 116.90નો ઉછાળો દર્શાવે છે.
શેરબજારમાં સાપ્તાહિક સુધારો
સપ્તાહના છેલ્લા દિવસે ગઈકાલના કડાકા પછી શેરબજારમાં(Stock Market India) આજે ઝડપી સુધારો આવ્યો હતો. આઈટી અને મીડિયા સેકટર સિવાયના તમામ સેકટરના શેરોમાં નીચા મથાળે નવી ખરીદી આવી હતી. સાપ્તાહિક રીતે જોઈએ તો સેન્સેક્સમાં 188 પોઈન્ટ અને નિફ્ટીમાં 113 પોઈન્ટનો સુધારો રહ્યો છે. તેમજ બેંક નિફ્ટીમાં સૌથી વધુ 986 પોઈન્ટનો ભારેખમ ઉછાળો નોંધાયો છે.
શેરબજારમાં સુધારો આવવાના ત્રણ ફેકટર
(1) અમેરિકા અને ઈરાન(US Iran) વચ્ચે તંગદિલીને કારણે જ ગઈકાલે મોટો કડાકો બોલી ગયો હતો. પણ આજે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે(US President Donald Trump) ઈરાનને પરમાણુ સમજૂતિ કરવા માટે 10-15 દિવસની મુદત આપી છે. જો ઈરાન આમ નહી કરે તો ગંભીર પરિણામ આવશે, તેવી ચેતવણી આપી છે. ટ્રમ્પે 10-15 દિવસ મુદત આપતાં હવે યુએસ ઈરાન વચ્ચે તંગદિલી ઘટી છે. જેને પગલે વૈશ્વિક સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ સુધારા તરફી હતું. આથી જ ભારતીય(Stock Market India) શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો.
(2) ભારતે અમેરિકાની સાથે પૈક્સ સિલિકામાં(Pax Silica) પ્રવેશ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરની સાથે ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફો ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે પૈક્સ સિલિકામાં સમાવવા પર અપૌચારિક કરાર પર સહી કરી હતી. જેનાથી ભારતને ઈલેક્ટ્રોનિક્સ અને સેમી કન્ડક્ટરમાં ખૂબ મોટો ફાયદો થશે. જે પોઝિટિવ કારણને પગલે શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
(3) ફ્રાન્સ અને ભારત(France India) વચ્ચે રાફેલ જેટનું ઉત્પાદન સંયુક્ત રીતે કરવા માટે કરાર થયા છે. જે સમાચારને પગલે આજે ડીફેન્સ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી.

આજે સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ રહ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 286 પોઈન્ટ વધ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 18 પોઈન્ટ ઘટ્યો હતો. આજે 1515 શેરના ભાવ વધ્યા હતા અને 1630 શેરના ભાવ ઘટ્યા હતા.
39 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 140 શેર બાવન વીક લો પર બંધ હતા.
70 શેરમાં અપર સર્કિટ અને 70 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
હિન્દાલકો(3.21 ટકા), એનટીપીસી(2.64 ટકા), લાર્સન ટુબ્રો(2.33 ટકા),એસબીઆઈ લાઈફ(1.81 ટકા) અને હિન્દુસ્તાન યુનીલીવર(1.71 ટકા)

કવૉલીટી વોલ્સ(3.46 ટકા), ઈટરનલ(1.31 ટકા), ઈન્ફોસીસ(1.28 ટકા), ટેક મહિન્દ્રા(1.03 ટકા) અને ગ્રાસિમ(1.02 ટકા)
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે(Stock Market India) શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી જોવાશે. ટેકનિકલી માર્કેટ વીક છે. નીફ્ટી 25,800 ઉપર બંધ ન આવે ત્યાં સુધી કરેલ ઉછાળે વેચીને લેવું. નીચામાં 25,150 સપોર્ટ લેવલ રહેશે. જો આ સપોર્ટ લેવલ તૂટશે તો 24,800 સુધી જઈ શકે છે. બેંક નિફ્ટી તેજીમાં છે. જેથી બેંક શેરોમાં દરેક ઘટાડે નવી લેવાલી આવ્યા કરશે. આગામી સપ્તાહે મીડલઈસ્ટ દેશમાં શુ થાય છે, તેના પર ખાસ નજર રાખવી તેમજ યુએસ સુપ્રીમ કોર્ટનો ટેરિફના મામલે ચૂકાદો આવનારા છે. જે બજારમાં ખૂબ મોટી વધઘટ લાવી શકે છે. જેથી આગામી સપ્તાહે થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવીને ટ્રેડ કરવો હિતાવહ રહેશે.
(નોંધઃ અત્રે શેરબજારનું એનાલિસીસ આપવાનો પ્રયાસ છે. આપ રોકાણ કરો તો નિષ્ણાતોની સલાહ લઈને જ કરવું)
આ પણ વાંચો….
Marriage Registration in Gujarat: લગ્ન નોંધણીના નવા કડક નિયમો સ્ટેપ બાય સ્ટેપ જાણો….