Stock Market India: નિફ્ટી, બેંક નિફ્ટી, મીડકેપ ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ, શું નવી તેજી આગળ વધશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે શુક્રવારે નવી તેજી થઈ હતી. શેરબજારમાં ઓલરાઉન્ડ બાઈંગ આવ્યું હતું. નિફ્ટી અને બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ બંધ રહ્યા હતા.(Nifty All Time High) મીડકેપ ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 573 પોઈન્ટ ઉછળી 85,762 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 182 પોઈન્ટ ઉછળી 26,328 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 439 પોઈન્ટ ઉછળી 60,150 ઓલ ટાઈમ હાઈ બંધ હતો. આગામી સપ્તાહે શેરબજાર(Share Market India) કેવું રહેશે? શું શેરબજારમાં નવી તેજી આગળ વધશે? ટેકનિકલી શેરબજાર ખૂબ જ પોઝિટિવ છે? આગામી સપ્તાહે ઈન્ડેક્સ કયા ઊંચા લેવલ બતાવશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 573 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,259ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં ઘટી 85,068 થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 85,812 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,762.01 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 573.41નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 26,340 ઑલ ટાઈમ હાઈ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26,155ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 26,118 થઈ અને ત્યાં ભારે લેવાલી નીકળતાં ઉછળી 26,340 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 26,328.55 ઑલ ટાઈમ હાઈ બંધ રહ્યો હતો. જે ગુરુવારના બંધન ઈન્ડેક્સની સરખામણીએ 182 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.

બેંક નિફ્ટી 60,203ની નવી હાઈ

બેંક નિફ્ટી આજે શુક્રવારે વધુ ઉછળી 60,203ની નવી હાઈ બનાવીને 60,150 ઑલ ટાઈમ હાઈ બંધ થયો હતો. જે 439 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.

માર્કેટ કેપમાં 4.24 લાખ કરોડનો વધારો

આજે(Stock Market India) એનર્જિ, પીએસઈ, રીયલ્ટી, ઓટો, મેટલ, પીએસયુ બેંક, ઈન્ફ્રા તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી, જો કે એફએમસીજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી. મીડકેપ ઈન્ડેક્સ 615 પોઈન્ટ ઉછળી ઑલ ટાઈમ હાઈ બંધ રહ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 404 પોઈન્ટ ઉછળ્યો હતો. આજે તેજી થતાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં 4.24 લાખ કરોડનો વધારો થયો હતો.

શેરબજારમાં તેજી થવાના ત્રણ કારણો

(1) વૈશ્વિક સ્ટોક માર્કેટમાં તેજીના સંકેત હતા. આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ વધીને આવ્યા હતા અને બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. જેની ભારતીય શેરબજારના(Stock Market India) સેન્ટિમેન્ટ પર તેજીની અસર પડી હતી.

(2) કંપનીઓના ડીસેમ્બર આખરના ત્રીજા ત્રિમાસિકગાળાના પરિણામ બીજા કવાર્ટર કરતાં વધુ પ્રોત્સાહક આવશે. જે આશાવાદ પાછળ ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી.

(3) ડીસેમ્બર મહિનામાં ઓટો સેકટરના વેચાણના આંકડા વધીને આવ્યા હતા. ઓન એવરેજ પેસેન્જર વ્હીકલના વેચાણમાં વાર્ષિક આધારે જોઈએ તો 25.8 ટકાનો વધારો દર્શાવે છે. મારૂતિના વેચાણમાં 32 ટકાનો વધારો અને હુન્ડાઈના વેચાણમાં 6.6 ટકાનો વધારો થયો છે. આ સમાચાર પાછળ આજે બીજા દિવસે ઓટો સેકટરના શેરોમાં ધૂમ લેવાલી આવી હતી. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ

આજે શુક્રવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2247 શેરના ભાવ વધ્યા હતા અને 895 શેરના ભાવ ઘટ્યા હતા.

101 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 50 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા.

71 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર હતી અને 41 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

Top Trending News

Gujarat News: ખેડૂતોએ ઘઉં, ચણા, મકાઈ જેવા પાકોનું કર્યું વિક્રમી વાવેતર

ટોપ ગેઈનર્સ

કૉલ ઈન્ડિયા(7.15 ટકા), એનટીપીસી(4.56 ટકા), હિન્દાલકો(3.53 ટકા), ટ્રેન્ટ(2.39 ટકા) અને એસબીઆઈ(2.12 ટકા)

ટોપ લુઝર્સ

આઈટીસી(3.78 ટકા), કોટક બેંક(1.26 ટકા), નેસ્લે(1.13 ટકા), શ્રી રામ ફાયનાન્સ(0.94 ટકા) અને બજાજ ઓટો(0.62 ટકા)

આગામી સપ્તાહ કેવું રહેશે? 

આગામી સપ્તાહે(Stock Market India) શેરબજારમાં તેજીની આગેકૂચ રહેશે. ટેકનિકલી માર્કેટ અને ઈન્ડેક્સ સ્ટ્રોંગ બંધ રહ્યા છે. નિફ્ટી 26,250, સેન્સેક્સ 85,750 અને બેંક નિફ્ટી 60,100 ઉપર બંધ રહ્યા છે. જે આગામી સપ્તાહે નવી તેજી થવાનો સંકેત આપે છે. ઉપરમાં નિફ્ટી 26,500નું લેવલ બતાવે તો નવાઈ નહી.

You will also like

Leave a Comment