Toll collection in Gujarat: નેશનલ હાઈવે પર 20,383 કરોડનો ટોલ વસૂલ્યો, સામે ફાળવણી કેટલી?

by Gujarati biz news
Toll collection in Gujarat

નવી દિલ્હી- Toll collection in Gujarat કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી રૂપિયા 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂપિયા 47,236 કરોડની ફાળવણી કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ(Rajya Sabha MP Parimal Nathwani) ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ(Union Minister of Road Transport and Highways Nitin Gadkari) 11 માર્ચ, 2026ના રોજ રાજ્યસભામાં આ માહિતી આપી હતી.(Toll of Rs 20,383 crore collected on National Highways)

સંસદમાં પરિમલ નથવાણીએ સવાલ પૂછ્યો

નથવાણીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર વસૂલવામાં આવેલા ટોલ અને તે જ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઇવેના બાંધકામ અને જાળવણી માટે રાજ્યને ફાળવાયેલા ભંડોળની વિગતો માંગી હતી.(Toll collection in Gujarat) વધુમાં, તેમણે ગુજરાતના હાઇવે પ્રોજેક્ટ્સ, ખાસ કરીને મુંબઈ-અમદાવાદ (NH-48), સુરત-દહીંસર અને અમદાવાદ-રાજકોટ-જેતપુર રૂટ પર હાલ ચાલી રહેલું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમયમર્યાદા વિશે પણ પૃચ્છા કરી હતી. આ ઉપરાંત, નથવાણીએ ભરૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર હાઇવે સહિત ગુજરાતના મુખ્ય હાઇવે રૂટ પર પડેલા અસંખ્ય ખાડા અને રોડની તૂટી ગયેલી સપાટીના સંદર્ભમાં સરકારે લીધેલાં પગલાં વિશે પણ જાણવા માંગતા હતા.

નીતિન ગડકરીએ આપ્યો જવાબ

NH-48ના વાપી-સુરત અને સુરત-ભરૂચના સ્ટ્રેચ વિશે માહિતી આપતાં પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સિક્સ-લેનિંગ કાર્ય પૂર્ણ થયા બાદ તે બધા રોડ હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (PBMC) મોડ પર જાળવણી હેઠળ છે. 16 પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

સાત પુલ અને ફલાયઓવરનું બાંધકામ

Toll collection in Gujarat લેખિત જવાબમાં માહિતી અપાઈ હતી કે, NH-48ના ભરૂચ-વડોદરા સ્ટ્રેચનું સિક્સ-લેનિંગ કામ વર્ષ 2011માં પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તે PBMC મોડ પર જાળવણી હેઠળ છે. અહીં સાત પુલ અને ફ્લાયઓવર/વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. જ્યારે, વડોદરા-અમદાવાદ વચ્ચેના સિક્સ-લેનિંગ કામ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે અને તે BOT હેઠળ છે.

રાજકોટ જેતપુર સિક્સ લેન પ્રગતિમાં

શામળાજી-મોટા ચિલોડા વચ્ચેના સિક્સ-લેનિંગનું બાકી રહેલું કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે, એમ જણાવવામાં આવ્યું હતું. ગડકરીએ માહિતી આપી હતી કે NH-27ના રાજકોટ-જેતપુર સેક્શનનું સિક્સ-લેનિંગ કામ પ્રગતિ હેઠળ છે અને જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. હાલ રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ ગુજરાત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે અને તેમના પોતાના બજેટ સંસાધનો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે માર્ચ-2028માં પૂર્ણ થશે

તદુપરાંત ,દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું કામ પણ અમલીકરણ હેઠળ છે, જે માર્ચ, 2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તેવી માહિતી આપવામાં આવી હતી.

Toll collection in Gujarat

ગુજરાતમાં ટોલ વસૂલાત અને ફાળવણી (રૂપિયા કરોડમાં)

નાણાકીય વર્ષ ગુજરાતમાં ટોલ કલેક્શન વિકાસ અને જાળવણી માટે ફાળવણી
2020-21  3178.58  7533
2021-22  3744.36 10710
2022-23 4090.04 9831
2023-24 4394.82 10900
2024-25 4975.20 8262

આ પણ વાંચો….

Oil Refinery in USA: અમેરિકામાં રિલાયન્સની મદદથી ઓઈલ રિફાઈનરી ખૂલશે, ટ્રમ્પે ભારતને કહ્યું ‘Thank You’

You will also like

Leave a Comment