અમદાવાદ- વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં ઉછાળો આવ્યો હતો અને ખાસ કરીને ગોલ્ડ કરતાં સિલ્વરમાં વધુ સારી તેજી જોવા મળી હતી. એવા કોઈ તેજીના કારણો નથી, તેમ છતાં સોના ચાંદીના ભાવમાં નવી ખરીદીથી ઉછાળો આવ્યો છે. જોકે યુએસ રોજગારીના ડેટા આવ્યા પછી સપ્તાહને અંતે શુક્રવારે સોનાના ભાવ તૂટ્યા હતા. પણ સિલ્વરના ભાવ મજબૂત જ બંધ રહ્યો હતો. તો હવે આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ વધુ ઘટશે? આગામી સપ્તાહે યુએસ ફુગાવાનો દર કેવો આવશે? અને તેની ડૉલર પર શું અસર પડશે.? સોનાના ભાવ ઘટશે અને ચાંદીના ભાવ વધશે? આ તમામ સવાલના જવાબ આજના વીડિયોમાં મેળવીશું.
જૂઓ વીડિયો….
સૌથી પહેલા સોનાચાંદીની સાપ્તાહિક વધઘટ પર નજર કરીએઃ
અમદાવાદ સોનાચાંદી બજારમાં 24 કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામે રૂપિયા 1000 વધી 99,200નો ભાવ રહ્યો હતો. જે સપ્તાહ દરમ્યના ઉછળીને 1,01,000નો ભાવ થઈ ગય્ હતો. ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામે રૂપિયા 7,500 ઉછળી રૂપિયા 104,000 થયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચરનો ભાવ શરૂમાં ઘટીને 3319 ડૉલરથી ઉછળીને 3427 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3346 ડૉલર બંધ રહ્યો હતો.
સિલ્વર જુલાઈ ફયુચર શરૂમાં ઘટીને 33.07 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 36.51 ડૉલરની નવી હાઈ બનાવીને સપ્તાહને અંતે 36.13 ડૉલર બંધ થયો હતો.
સ્પોટ ગોલ્ડ 3403 ડૉલરની હાઈ બનાવીને સપ્તાહને અંતે 3310 ડૉલર રહ્યો હતો. સ્પોટ સિલ્વર 36.34 ડૉલરની હાઈ બનાવીને સપ્તાહને અંતે 35.98 બંધ હતો.
વીતેલા સપ્તાહે યુએસ સેનેટમાંથી પસાર થઈ રહેલા બિગ બ્યૂટીફુલ બિલને કારણે અમેરિકાના દેવામાં વધારો થશે અને મોનેટરી એક્સપાન્સન તેમજ ફુવાના ઊંચા દરને કારણે સોનામાં નવા ઊંચા ભાવે પણ નવી ખરીદી ચાલુ રહી હતી. અને આગામી સપ્તાહે પણ જો ઈકોનોમીના ડેટા અનફેવરેબલ રહ્યા તો સોનામાં ફરીથી નવી લેવાલી આવી શકે છે. ઉત્તર અમેરિકન રોકાણકારો સોનામાં ખરીદીમાં સતત વધારો કરી રહ્યા છે.
અમેરિકાની આર્થિક મંદીની ચર્ચા ખૂબ છે પણ આંકડા હજી એવું કાંઈ દર્શાવતા નથી. અમેરિકન ઈકોનોમીના આંકડા સારા છે, પણ ભયાનક નથી. ડોલર ઉપર છે, બોન્ડ યીલ્ડ પણ વધ્યું છે. જેના કારણે થોડીક અસ્વસ્થતા દેખાય છે.
અમેરિકાનો જોબ ડેટા આવ્યો જેમાં મે મહિનામાં 1,39,000 નવી નોકરીઓનું સર્જન થયું છે. જે ધારણા કરતાં વધુ છે. તે જ સમયગાળા દરમિયાન અનએમ્પ્લોયમેન્ટ ડેટા 4.2 ટકા યથાવત રહ્યો હતો. તેમજ વેતન પણ અપેક્ષા કરતાં વધ્યું છે. આ જોબ ડેટા આવ્યા પછી ગોલ્ડમાં ઊંચા મથાળે ભારે વેચવાલી આવી હતી.
રોજગારીનો ડેટા સારો આવ્યો અને પગારમાં વધારો થયો છે, જેથી આગામી બેઠકમાં ફેડરલ રીઝર્વ હજી થોભો અને રાહ જૂઓની નીતિ અખત્યાર કરી શકે છે. ફેડ રેટ કટ કરવાની ઉતાવળ નહી કરે. બીજી તરફ હવે અમેરિકામાં ફુગાવાના દરના આંકડા ખૂબ મહત્વના બની જશે. આગામી સપ્તાહે મે મહિનાનો કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ જાહેર થશે, અને અમેરિકન ડૉલર પણ મજબૂત થશે. તેના પર નજર રાખવી પડશે.
અતિમહત્વની વાત એ છે કે વીતેલા સપ્તાહે ગોલ્ડમાં કોન્સોલિડેશન થયું, પણ સિલ્વર અને પ્લેનિટમમાં નવું બાઈંગ આવ્યું હતું. સિલ્વરનો ભાવ તેના 52 વીક હાઈ 36ને ક્રોસ કરી ગયો હતો. આમ જોવા જઈએ તો એક જ સપ્તાહમાં સિલ્વરમાં 9 ટકાનો ઉછાળો આવ્યો હતો. અને તે 13 વર્ષના ઊંચા ભાવે હતો.
આમ પણ સોના કરતાં સિલ્વરમાં તેજી થઈ જ નથી એટલે સોના સામે સિલ્વર ખૂબ જ ડિસ્કાઉન્ટ ભાવે મળી રહી છે.
બીજી તરફ એવી પણ વાત છે કે ટ્રેડિંગ વોલ્યૂમ પર નજર રાખવી ખૂબ હિતાવહ છે. હાલમાં સોનામાં ઓપન ઈન્ટરેસ્ટ પોઝિશન એટલી બધી મોટી નથી. એટલે કે કેટલાક સ્પેક્યુલેટર્સ ટ્રેડિંગ કરીને ભાવની વધઘટ કરી રહ્યા છે અથવા તો ડે ટ્રેડિંગ કરી રહ્યા છે. બધા જ બુલ્સ ઓપરેટરો ખૂબ સર્તક થઈ ગયા છે અને દરેક ઉછાળે વેચવા આવી જાય છે અને ઘટે ત્યારે પાછા ખરીદી કરવા આવી જાય છે. તેઓ 3400 ડૉલર ઉપર જાય તેવું ઈચ્છતા નથી. અને નીચામાં 3300 ડૉલરની નીચે જશે નહી. એટલે કે 3300 -3400 ડૉલરની રેન્જમાં ગોલ્ડ અથડાશે.
આગામી સપ્તાહે સોનામાં વેચવાલી ચાલુ રહી શકે છે. કારણ કે રોજગાર ડેટા સારો આવ્યો છે અને હવે જો બુધવારે સીપીઆઈ ડેટા અપેક્ષા મુજબ આવશે તો ડૉલર ઊંચકાશે અને સોનામાં તેજીવાળા ઓપરેટરોની વેચવાલી આવે અને ભાવ ઘટીને 3300 ડૉલરની નીચે જઈ શકે છે. સાથે સિલ્વર પણ મજબૂત છે, તેમ છતાં સોના પાછળ સિલ્વર સામાન્ય ઘટી શકે છે. પણ લાંબાગાળા માટે ગોલ્ડ કરતાં સિલ્વર વધુ તેજી દર્શાવે છે. આપણે ત્રણ સપ્તાહના વીડિયોમાં સતત કહી રહ્યા હતા કે ગોલ્ડ કરતાં સિલ્વરમાં તેજી તરફી મોમેન્ટમ આવશે. અને તે પ્રમાણે જ સિલ્વરના ભાવ ઊંચકાયા છે. સિલ્વરમાં હવે ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નીકળશે તો સિલ્વરના ભાવ હજી વધુ વધી શકે છે.
આગામી સપ્તાહના ઈકોનોમી ડેટા પર નજર રાખવી
બુધવાર– યુએસ કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ
ગુરુવાર- યુએસ પ્રોડ્યુસર પ્રાઈઝ, વીકલી જોબલેસ ક્લેઈમ ડેટા
શુક્રવાર– યુનિવર્સિટી ઓફ મિશિગન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા
Top Trending News
https://www.gujaratibiznews.com/national/if-you-want-to-update-aadhaar-card-get-it-done-for-free-as-soon-as-possible-after-this-date-you-will-have-to-pay-the-charge/
અને હા મિત્રો, સોના ચાંદીના ભાવ ખૂબ વધી ગયા છે. જેથી હવે પછી આપના ઘરમાં લગ્ન કે શુભ પ્રંસગ આવવાનો છે, તો આપ અત્યારથી એસઆઈપી (SIP) દ્વારા સોનાની કે ચાંદીની ખરીદી કરી શકો છો. અને અત્યારે તો ખૂબ સારી સગવડ છે. ગોલ્ડ અને સિલ્વર ઈટીએફ દર મહિને અમુક રકમની ખરીદી કરો. જેથી તમને સોના કે ચાંદીના ભાવ ગમે તેટલો વધે તો તમને તેની ઝાઝી અસર નહી થાય અને બીજુ પ્રંસગ આવે તો તમારા પર મોટો આર્થિક બોજો નહી પડે. તો રાહ શું જૂઓ આજથી એસઆઈપી(SIP) દ્વારા ગોલ્ડ અને સિલ્વરની ખરીદી શરૂ કરો. તે તમારી બચતનું સલામત રોકાણ છે.