Aquarius Zodiac: કુંભ રાશિના આગવા લક્ષણો જાણીએ, સફળતા મેળવવા શું કરશો?

by Gujarati biz news
Aquarius Zodiac

Aquarius Zodiacઅમદાવાદ- Aquarius Zodiac જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બાર રાશિ આવે છે. બાર રાશિઓના જાતકોનું અવલોકન કરીએ તો અલગઅલગ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. દરેક રાશિની આગવી વિશેષતા અને લક્ષણો હોય છે.  આજે આપણે અગિયારમી રાશિ કુંભ રાશિના(Kumbh Rashi- Aquarius Zodiac) જાતકોનું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી અગે જાણીશું. કુંભ રાશિના(Aquarius Zodiac) જાતકોને જીવનમાં નકારાત્મકતા આવે તો શું કરશો? તેના ઉપાય જાણીશું. તેમજ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા કયા ભગવાનની પૂજા કરશો? આવો જાણીએ વિશેષ અહેવાલમાં કુંભ રાશિની એ ટુ ઝેડ માહિતી….

કુંભ (ગ, સ, શ, ષ)

Aquarius Zodiac રાશિ ચક્રના 300 અંશથી 330 અંશ સુધીના ભાગને કુંભ રાશિ કહે છે. ઘડો લઈને ઉભેલો માણસ એટલે કે ગળાનું ચિન્હ છે. તે શરીરના ઘૂંટણના નીચેના ભાગથી શરૂ કરી અને પેડી સુધીના ભાગમાં અમલ કરે છે.

વ્યક્તિત્વ

કુંભ રાશિના જાતકો સ્વતંત્ર વિચારણીવાળા, માયાળુ, વફાદાર, બુદ્ધિશાળી, માનવતાવાદી, એકાંત પ્રિય, પરોપકારી જૂના વિચારોને તોડીને આધુનિક વિચારસરણીવાળા હોય છે.

દેખાવ

Aquarius Zodiac શ્યામ વર્ણ, આકર્ષક અને પ્રભાવશાળી, હોશિયાર, લંબગોળ ચહેરાવાળા, આળસુ, કંજૂસ, મનસ્વી, સ્વછદી કાર્યમાં આવેશવાળા, અંર્તજ્ઞાન મિલનસાર, ઉગ્ર, મિજાજી, મિત્રતાવાળા, સમાનતાવાદી વલણ દાખવતા હોય છે.

રોજગારી

કુંભ રાશિવાળા ડોક્ટર, કવિ, સંચાલક, મેનેજર, તંત્રી, ગેરેજના માલિક, લેખક, ખાણ ખનીજ વેપારી, સંત, આધ્યાત્મિક ઉપદેશક, મંત્ર તંત્ર જાણનારા, સંચાલક, કામદાર, એન્જિનિયર, નાના-મોટા ધંધાના માલિક, સેવા કાર્ય કરનાર, પોલીસ લશ્કરમાં કામ કરનારા, વાસણના વેપારી, કોલસાના અને કાપડના વેપારી, વૈજ્ઞાનિક, રેડિયોગ્રાફર, ફોટોગ્રાફર, નેતા અને અધિકારી હોય છે. કુંભ રાશિવાળા ઉપરોક્ત દર્શાવેલ ફિલ્ડમાં હોય તો તે વધુ સારુ પર્ફોમન્સ કરી શકે છે.

તંદુરસ્તી

કુંભ રાશિના જાતકોને(Aquarius Zodiac) સામાન્ય રીતે ઢીચણના દુખાવો,  હૃદયરોગ, જ્ઞાનતંતુની નબળાઈ, રક્ત વિકાર, અતિસાર, નળીના રોગ, પેઢુંના રોગ, સાંધાના રોગ, માનસિક નબળાઈ, ચૂક આંકડી, કબજિયાત અને ગળાના દર્દ જેવા રોગો થાય છે.

રાશિ સ્વામી શનિ છે.

રાશિ રંગ કાળો જાબલી ઘાટો વાદળી છે.

રાશિ વર્ણ શુદ્ર છે.

રાશિ આકાર ઘડો(પાણીનો કળશ) છે.

રાશિ સ્વભાવ સ્થિર છે.

રાશિ દિશા પશ્ચિમ છે.

રાશિ પ્રકૃતિ વાયુ છે.

રાશિ લિંગ પુરુષ છે.

રાશિ ઉનન્નતિ 28 માં વર્ષે થાય છે.

રાશિ દેવતા શિવજી છે.

રાશિ લાભ શિવજીની પૂજા કરવી જોઈએ. જ્યોતિષના જાણકાર પંડિતજીને આપના જન્માક્ષર બતાવીને આપના જન્મકુંડળીના આધારે ફિરોઝ નંગ ધારણ કરવાથી લાભ થાય.

ઉપાય

કુંભ રાશિના જાતકોએ જીવનમાં આવેલી નકારાત્મકને દૂર કરવા માટે તમારે તમારી રાશિના સ્વામી શનિદેવને રાજી રાખવાના છે. જેથી દર શનિવારે શનિદેવના દર્શન કરવા અથવા તો હનુમાનજીના દર્શન કરવા જાઈએ. શનિદેવ અથવા હનુમાનજીને તેલ ચઢાવવું, દીવો કરવો, હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. જેથી તમામ ક્ષેત્રમાં આવતી નકારાત્મક દૂર થશે. તેમજ તમારી રાશિના દેવ શિવ છે. જેથી દર સોમવારે શિવલિંગ પર દુધ પાણી ચઢાવી દર્શન કરવા જોઈએ. ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરો. શક્ય હોય તો મહામૃત્યજયં મંત્ર કરવો જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં કદીયે નિષ્ફળતા મળશે નહી. તમામ ક્ષેત્રમાં તમને સફળતા મળશે.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

You will also like

Leave a Comment