
Generated by AI
અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી થઈ હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 291 પોઈન્ટ વધી 77,094 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 89 પોઈન્ટ વધી 24,102 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 249 પોઈન્ટ વધી 57,935 બંધ હતો. શેરબજારમા આજે નવી લેવાલી રહી હતી. શેરબજારમાં તેજી આવવા પાછળ કયા પાંચ કારણો રહ્યા? કાલે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. કાલે શેરબજારનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી માર્કેટ કેટલું મજબૂત છે? શેરબજારમાં પાંચ બિગ ન્યૂઝ પર નજર કરીશું.
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 291 પોઈન્ટ વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આજે સવારે 9.15 કલાકે 77,160ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. શુક્રવારના બંધની સામે 358 પોઈન્ટ ઊંચો ખૂલ્યો હતો. ત્યાર પછી શરૂમાં વધીને 77,325 થઈ અને ત્યાંથી ઘટી 77,008 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,094.07 બંધ થયો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 291.17નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 89 પોઈન્ટ પ્લસ બંધ રહ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,106ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં વધી 24,168 થઈ અને ત્યાંથી ઘટી 24,073 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,102.90 બંધ થયો હતો. જે આગલા બંધની સામે 89.80ની મજબૂતી દર્શાવે છે.
નવી લેવાલી
આજે સવારે શેરબજાર ઊંચા મથાળે ખૂલ્યા પછી નવી લેવાલી ચાલુ રહી હતી. જો કે ઊંચા મથાળે વેચવાલી પણ આવી હતી. આમ બે તરફી વધઘટમાં અથડાયા છતાં ઓવરઓલ માર્કેટમાં તેજી આગળ વધી હતી. ગત સપ્તાહના શુક્રવારે પાંચ દિવસની તેજી પછી રીએક્શન આવ્યું હતું. પણ આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર તેજીમાં રહ્યું હતું. આજે મીડિયા, મેટલ, આઈટી, ફાર્મા, ઓટોમોાબોઈલ, હોટલ અને એનર્જિ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી હતી. જો કે એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ હતી.
તેજી થવાના કારણો
(1) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરીથી યુદ્ધની ધમકી આપી હતી. તેમજ ઈઝરાયલે લેબનોન પર ભીષણ હૂમલા ચાલુ રાખ્યા હતા. જે પછી ઈરાને પીસ એમઓયુનો ભંગ ગણાવ્યો હતો. અને ઈરાને વળતા જવાબમાં હોર્મુઝ ખાડી બંધ કરી દીધી હતી. આ ઘટના રવિવારે બની હતી. જો કે ત્યાર પછી અમેરિકા અને ઈરાન સાથેની બેઠકમાં યુએસ અને ઈરાનની વચ્ચે 60 દિવસની અંદર જ ફાઈનલ પીસ ડીલ કરવાના રોડમેપ પર સહમતિ સંઘાઈ હતી. જે પોઝિટિવ સમાચારથી વિશ્વના સ્ટોક માર્કેટે હાશકારો અનુભવ્યો હતો.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હતા. પણ શરૂનો વધારા પછી પોઝિટિવ સમાચાર આવતાં ક્રૂડના ભાવ ઘટવા શરૂ થયા હતા. બપોરે બ્રેન્ટ ક્રૂડ 1.52 ડૉલર ઘટી 79.10 ડૉલર પર ટ્રેડ કરતું હતું. ક્રૂડ ઓઈલ 2.18 ડૉલર ઘટીને 75.14 ડૉલ પર ટ્રેડ કરતું હતું. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું.
(3) આજે સવારે હોંગકોંગ અને જાકાર્તા સ્ટોક માર્કેટ સિવાયના તમામ એશિયાઈ સ્ટોક માર્કેટમાં તેજી થઈ હતી. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ સામાન્ય નરમ હતા. જો કે ડાઉ જોન્સ ફ્યુચર 10 પોઈન્ટ પ્લસ હતું.
(4) ભારતીય શેરબજારમાં આજે આઈટી સેકટરના શેરોમાં ધૂમ લેવાલી આવી હતી, જેથી બજારની તેજીને ટેકો મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 206 પોઈન્ટ વધ્યો હતો.
(5) એફઆઈઆઈ ભારતીય શેરબજાર બાયર થઈ હતી. 19 જૂને એફઆઈઆઈએ રૂપિયા 4,859 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
એક નેગેટિવ ફેક્ટર
ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 31 પૈસા ઘટી 94.65 પર ટ્રેડ કરતો હતો. જે નેગેટિવ ફેકટર હતું, પણ નવી લેવાલીથી તેજી આગળ વધી હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
મીડકેપ ઈન્ડેક્સ 211 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 112 પોઈન્ટ વધ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2149 શેરના ભાવ વધ્યા હતા અને 1206 શેરના ભાવ ઘટ્યા હતા.
165 સ્ટોકમાં અપર સર્કિટ
172 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 28 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 165 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 78 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.
ટોપ ગેઈનર્સ
સિપ્લા(4.82 ટકા), ટેક મહિન્દ્રા(2.16 ટકા), ડૉ. રેડ્ડી લેબ(1.56 ટકા), બજાજ ઓટો(1.47 ટકા) અને સન ફાર્મા(1.40 ટકા)
ટોપ લુઝર્સ
એશિયન પેઈન્ટ(2.20 ટકા), ટિટાન(1.20 ટકા), નેસ્લે(1.05 ટકા), શ્રી રામ ફાયનાન્સ(0.99 ટકા) અને ટ્રેન્ટ(0.93 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. જેથી બે તરફી વધઘટ જોવા મળી શકે છે. ઉભી પોઝીશન સ્કેવરઓફ કરવારૂપી અથવા તો રોલ ઓવર કરવારૂપી ટ્રેડિંગ વિશેષ રહેશે. ટેકનિકલી માર્કેટ પોઝિટિવ થયું છે. ચાર ટ્રેડિંગ સેશનથી નિફ્ટી 24,000 ઉપર ક્લોઝ છે. અને આજે નિફ્ટી 24,100 ઉપર બંધ આવ્યો છે. જે બીજી પોઝિટિવ નિશાની છે. હવે નિફ્ટી 24,200 કૂદાવશે તો 24,500 થવાનો રસ્તો ખૂલશે. સેન્સેક્સ 76,800 કૂદાવી ગયો છે, જેથી ઉપરમાં 78,000 થવાની શક્યતા છે. બેંક નિફ્ટી 57,800 ઉપર બંધ છે, જેથી ઉપરમાં 58,500 અને 58,800 સુધી જવાની ધારણા છે.
નોંધ- શેરબજારનું એનાલિસીસ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. અત્રે રોકાણ કરવા અંગે કોઈ સલાહ સુચન આપવામાં આવતા નથી. અને જો આપે રોકાણ કરવું હોય તો નિષ્ણાતની સલાહ લઈને રોકાણ કરવું હિતાવહ છે.

