
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 790 પોઈન્ટ ઉછળ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 76,229ના સમાન્ય મજબૂત મથાળે ખૂલીને શરૂમાં ઘટી 76,991 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 77,190 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,991.22 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 790.54નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી ઈન્ડેક્સ 197 પોઈન્ટ ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 23,795ના સામાન્ય નીચા મથાળે ખૂલ્યો હતો. શરૂમાં વધુ ઘટી 23,789 થઈ અને ત્યાં નવું બાઈંગ આવતાં ઝડપી ઉછળી 24,090 થઈ અને 24,021.65 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 197.55નો ઉછાળો દર્શાવે છે.
ઘટાડે નવી લેવાલી નીકળી
આજે સવારે શેરબજાર ખૂલ્યા પછી દરેક ઘટાડે નવી લેવાલી આવી હતી. આઈટી, રીયલ્ટી અને બેંક સેકટરના સ્ટોકમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. તેમજ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને રીલાયન્સમાં નવી લેવાલીથી ઉછાળો નોંધાયો હતો. આ સ્ટોકનું ઈન્ડેક્સમાં વધારે વેઈટેજ હોવાથી સેન્સેક્સ અને નિફ્ટી ઊંચકાયા હતા. જો કે આજે ઓટો, મેટલ અને એનર્જિ સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી.
શેરબજારમાં ઉછાળો આવવાના કારણો
(1) અમેરિકા અને ઈરાન સાથે 60 દિવસની પીસ ડીલ થયા પછી હોર્મુઝ ખાડીનો રસ્તો પુરેપુરો ખૂલી ગયો છે. અને ઓઈલ ટેન્કરોની અવરજવર શરૂ થઈ ગઈ છે. ફસાયેલા ટેન્કર નીકળવા શરૂ થયા છે. જેથી હાલ પુરતી ક્રૂડના સપ્લાયની ચિંતા રહી નથી અને જીઓ પોલિટિકલ ટેન્શન સમાપ્ત થયું છે. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ સતત ઘટ્યું છે. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 75.70 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. તેમજ ક્રૂડ ઓઈલ ઘટીને 71.85 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે.
(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપયો 5 પૈસા મજબૂત 94.68 પર રહ્યો છે.
(4) શેરબજારનો ટ્રેન્ડ પોઝિટિવ થયો છે. જેથી દરેક ઘટાડે નવી લેવાલીનો ટ્રેન્ડ થયો છે. પરિણામે આજે શરૂના ઘટાડામાં નવી લેવાલી આવી હતી. અને દરેક પોઝિટિવ સમાચારની તુરંત શેરબજાર પર પોઝિટિવ અસર જોવા મળે છે.
(5) એફઆઈઆઈએ 23 જૂને રૂ.17.86 કરોડની ખરીદી કરી હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
મીડકેપ ઈન્ડેક્સ 64 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 73 પોઈન્ટ પ્લસ હતા. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1735 શેરના ભાવ વધ્યા હતા અને 1566 શેરના ભાવ ઘટ્યા હતા.
108 શેર વર્ષની હાઈ પર
108 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 36 શેર બાવન વીક લો પર બંધ હતા. તેની સાથે 48 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી તો સામે 92 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.
ટોપ ગેઈનર્સ
ઈન્ડિગો(4.77 ટકા), ટ્રેન્ટ(3.60 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(3.55 ટકા), ટેક મહિન્દ્રા(3.21 ટકા) અને બજાજ ફાઈનાન્સ(2.87 ટકા)
ટોપ લુઝર્સ
બજાજ ઓટો(2.69 ટકા), એનટીપીસી(2.18 ટકા), મારૂતિ(1.80 ટકા), તાતા સ્ટીલ(1.76 ટકા) અને ઓએનજીસી(1.74 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
કાલે ગુરુવારે સપ્તાહના ટ્રેડિંગનો છેલ્લો દિવસ છે. શુક્રવારે મહોરમને કારણે શેરબજાર બંધ રહેશે. આમ શેરબજારમાં શુક્ર, શનિ અને રવિ એમ ત્રણ દિવસની રજા રહેશે. જેથી કાલે સાવચેતીરૂપી કામકાજ વિશેષ રહેશે. જો કે ટેકિનકલી માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ થયો છે. હવે નિફ્ટી 24,200 ઉપર બંધ આવશે તો તેજીની આગેકૂચ રહેશે. બીજી તરફ લોંગ પોઝિશન માટે 23,800નો સ્ટોપલોસ રાખી શકાય. એવી જ રીતે સેન્સેક્સ 76,200 અને બેંક નિફ્ટી 57,800 ઉપર 59,000નું લેવલ બતાવી શકે છે.

