India-EU FTA: ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ઝીરો ટકા ડ્યુટીથી કોને થશે કેટલો જંગી ફાયદો? તમામ વિગત જાણો…

by Gujarati biz news
India-EU FTA

નવી દિલ્હી- India-EU FTA દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની વચ્ચે આજે 27 જાન્યુઆરી, 2026ને મંગળવારે એક નવો અધ્યાય લખાયો છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાતચીત પુરી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયને આ ઐતિહાસિક સમજૂતીને અંતિમ રૂપ આપી દીધું છે. આ ટ્રેડ ડીલે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની આર્થિક તાકાત બતાવે છે. તેમજ બિઝનેસ, રોકાણ અને રોજગારના નવા રસ્તા ખોલશે. આ ટ્રેડ ડીલની સૌથી મોટી અસર ઓટો સેકટર પડશે. આ વિશેષ અહેવાલમાં તમામ તસવીરો સાથે તમામ વિગતો… જે તમારુ જાણવું જરૂરી છે.(Who will benefit from the zero percent duty of the free trade agreement?)

કયા સેકટરને ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) મંગળવારે આ India-EU FTA સમજૂતીની જાહેરાત કરી હતી. આ કરાર અનુસાર ભારતની 90 ટકાથી વધુ પ્રોડક્ટ પર ટેરિફ અને બિન-ટેરિફ બેરિયર્સ સમાપ્ત થવાની ધારણા છે. જેમાં કપડા, લેઘર, કેમિકલ, ઈલેક્ટ્રોનિક્સ, ઓટો અને જ્વેલરી જેવી લેબર બેઝ્ડ સેકટરનો સૌથી વધુ ફાયદો થવાનો છે. આ એવા સેક્ટર છે કે જ્યાં યુરોપિયન કપનીઓ સાથે સીધી પ્રતિસ્પર્ધા નથી.

The Mother of All Deals

આ ટ્રેડ ડીલ(Trade Deal) નથી પણ ધી મધર્સ ઓફ ઑલ ડીલ(The Mothers of All Deals) કહેવાતી આ(India-EU FTA) સમજૂતીની સૌથી મોટી અસર ભારતીય ઓટોમોબાઈલ સેકટર પર પડશે. લકઝરી અને ઈમ્પોર્ટેડ કાર ભારતમાં વધુ સસ્તી થશે. યુરોપિયન યુનિયન અનુસાર યુરોપમાં બનેલી ગાડીઓ પર ભારતમાં આયાત ડ્યુટી(Import Duty) 110 ટકાથી ઘટીને 10 ટકા કરી દેવાયો છે. જેના માટે 2.50 લાખ યુનિટનો કવૉટા નક્કી થયો છે. એટલે કે હાલમાં આ છૂટ 2.50 લાખ કાર પર લાગુ થશે. જેનાથી યુરોપિયન કાર કંપનીઓ ભારતમાં સતત ઝડપથી વધી રહેલા કાર બજારમાં પોતાની હાજરી વધુ મજબૂત કરવાની તક મળશે.

કઈ કાર કંપનીઓને ફાયદો

આ સમજૂતી(India-EU FTA) પછી ફોક્સવેગન, બીએમડબ્યૂ, મર્સિડીઝ બેન્ઝ, ઓડી, પોર્શ, માસેરાતી, સ્કોડા અને વોલ્વો જેવી કંપનીઓને ભારતમાં મોટો ફાયદો મળશે. મર્સિડીઝ બેન્ઝની AMG G63, AMG S 63 ઈ પરફોર્મન્સ અને મેબૈક એસ ક્લાસ, બીએમડબલ્યૂની એમ સીરીઝ, એક્સએમ એસયુવી અને ઝેડ4 રોડસ્ટર, સાથે ઓડીની ક્યૂ8 અને આરએસ ક્યૂ8 જેવી ગાડીઓ વધુ કિફાયતી થઈ શકે છે.

યુરોપમાં બનેલી કાર ભારત આવશે

યુરોપમાં બનેલી પોર્શ 911, પૈનામેરા, મૈકન અને કેયેન જેવી કારોની કીમતોમાં ઘટાડો થવાની ગણતરી મુકી શકાય. ઈટાલીથી આયાત થનારી લૈમ્બોર્ગિનીની પુરી રેન્જ, જેમાં ઉરુસ, રેવુએલ્ટો અન હુરાકૈન સામેલ છે. જે સસ્તી થઈ જશે. તે ઉપરાંત ફેરારી, માસેરાતી અને વોલ્વોની કારણ પણ આ સમજૂતીથી સસ્તી થઈ શકે છે.

India-EU FTACBU અને CKD એટલે શું?

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ India-EU FTA મુજબ આયાત ડ્યુટીનો ઘટાડાનો ફાયદો માત્ર કમ્પલીટ બિલ્ટ યુનિટ(CBU) એટલે કે પુરી રીતે વિદેશમાં જ બની હોય તેવી કારોને તેનો લાભ મળશે. તેનો અર્થ એવો થાય છે કે જે ગાડીઓ સીધી વિદેશમાં તૈયાર થયેલી સીધી ભારત આ તેના પર ટેક્સમાં ઘટાડાનો લાભ મળશે. કમ્પલીટ નોક્ડ ડાઉન(CKD) રૂટથી આવનારી કારો પર આ છુટનો લાભ લાગુ પડશે નહી.

કોને ફાયદો નહી મળે?

CKD કોને કહેવાય કે જે કોઈ વિદેશી પ્રોડક્ટ(જેવી કે કાર, બાઈક અથવા મશીનરી જે પુરી રીતે અલગ અલગ હિસ્સાઓ(પાર્ટ્સ)ના રૂપમાં બીજા દેશમાં ડિલીવરી કરાતા હોય, અને જ્યાં આવા અલગ અલગ પાર્ટ્સને જોડીને પછી પ્રોડક્ટ તૈયાર કરાય છે. કેટલીય લકઝરી કાર કંપનીઓ ભારતમાં સીકેડી મોડલ પર કામ કરે છે. એટલે આવી કાર કંપનીઓ માટે આ India-EU FTA ટ્રેડ ડીલ ફાયદો નહી કરાવે તેવું મનાઈ રહ્યું છે.

કાર પરની ડયૂટી 110 ટકાથી ઘટી 10 ટકા

અત્યારે હાલ ભારતમાં 40,000 ડૉલરથી ઓછી કીંમતની કાર પર અંદાજે 70 ટકા સુધી આયાત ડ્યુટી લાગે છે. જે 40,000 ડૉલરથી વધુ કિંમતની કારો પર આ ટેક્સ વધીને 110 ટકા સુધી પહોંચી જાય છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અનુસાર સરકારે એવો સંકેત આપ્યો છે કે આ ટેક્સ ધીરે ધીરે ઘટાડીને 10 ટકા સુધી લઈ જવાશે. જો કે દર વર્ષે કેટલો ઘટાડો થશે અને આ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તેના પર હજી સુધી કોઈ સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નથી.

કુલ વસ્તીનો 30 ટકા હિસ્સો કવર

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે India-EU FTA આખરે ધી મધર્સ ઓફ ઑલ ડીલ પર સમજતી સંઘાઈ ગઈ છે. જે દુનિયાની અર્થવ્યવસ્થાના 45 ટકા ભાગને કવર કરે છે. જે દુનિયાની કુલ વસ્તીનો 30 ટકા હિસ્સો કવર થાય છે. યુરોપિયન યુનિયનનું 6.6 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ છે. યુરોપ એકલું 2.97 લાખ કરોડ ડૉલરની આયાત કરે છે. બન્ને દેશોમાં ગ્લોબલ ટ્રેડનો એક તૃતિયાંશ બિઝનેસ થાય છે. દુનિયામાં કુલ 33 લાખ કરોડ ડૉલરનો બિઝનેસ થાય છે. ભારત યુરોપિયન યુનિયનમાં મળીને 11 લાખ કરોડ ડૉલરનો બિઝનેસ થાય છે.

કૃષિ, ઓટો અને સ્ટીલ સેકટર

હવે ભારતીય પ્રોડક્ટ પર યુરોપિયન યુનિયનમાં આયાત ડ્યુટી ઝીરો થઈ જશે. ફક્ત કૃષિ, ઓટો અને સ્ટીલ સેકટર પર યુરોપિયન યુનિયનમાં આયાત ડ્યૂટી લાગશે. પહેલા જ દિવસથી ભારતના 90 ટકા સામાન પર ઝીરો આયાત ડ્યુટી લાગુ થઈ જશે. આગામી 7 વર્ષમાં 3 ટકા પ્રોડક્ટ પર તબક્કાવાર ડ્યુટી ઝીરો થઈ જશે. 3, 5 અને સાત વર્ષમાં તબક્કાવાર ડ્યુટી ઘટીને ઝીરો થઈ જશે. આખરે 93 ટકા ભારતીય સામાન પર યુરોપમાં આયાત ડ્યુટી ઝીરો થઈ જશે. બાકી 6 ટકા ભારતીય સામાન પર કવોટા અથવા ડ્યુટીમાં છુટ મળશે. India-EU FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) અનુસાર ભારતના 99.5 ટકા નિકાસને રાહત મળશે.

ભારતમાં ઝીરો ટકા ડ્યુટી

પહેલા જ દિવસથી 30 ટકા યુરોપિયન સામાન પર ભારતમાં ઝીરો આયાત ડ્યુટી લાગુ થઈ જશે. આગામી 10 વર્ષમાં 93 ટકા સામાનય પર ભારત આયાત ડ્યુટી ઝીરો કરી નાંખશે. બાકી 3.7 ટકા પર કવોટા પર છુટ અપાશે અથવા તો ડ્યુટીમાં રાહત અપાશે. ભારત યુરોપના કુલ 96.7 ટકા સામાન પર છુટ આપશે.

ઓટો સેકટરની ત્રણ કેટેગરી

ઓટો સેકટરને ત્રણ કેટગરીમાં ભાગ પાડી દેવામાં આવ્યા છે. ઈવી, પેટ્રોલ, ડીઝલ દરેક પ્રકારની કાર પર 25 લાખ રૂપિયાની મર્યાદા લાગુ કરાઈ છે. એટલે કે 25 લાખથી વધુ કિંમતની કાર પર ભારત ડ્યુટી ઘટાડશે. 25 લાખ રૂપિયાથી ઓછી કિંમતની કાર પર ભારત કોઈ છુટ આપશે નહી. કવોટા અનુસાર ત્રણ કેટેગરીમાં કવોટા પણ અલગઅલગ હશે.

FTA માંથી શું બહાર રખાયું

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં(India-EU FTA) ચોખા, માંસ, ચિકન જેવી પ્રોડક્ટને બહાર રાખવામાં આવી છે. એટલે તેની કિંમતો પર ખાસ કોઈ અસર નહી પડે.

કઈ ચીજવસ્તુ સસ્તી થશે?

જેના પર ડ્યુટી ઘટી છે અથવા ઝીરો થઈ છે તે ચીજવસ્તુઓ સસ્તી થશે. એગ્રીમેન્ટ અનુસાર યુરોપથી આવનાર બીયર, ઓલિવ ઓઈલ, ખાવાનું તેલ, ફ્રૂટ્સ, જ્યૂસ અને પ્રોસેસ્ડ ફૂડ સસ્તા થશે. યુરોપિયન યુનિયનના આલ્કોહલ પર ટેરિફ ઘટાડીને 40 ટકા, બીયર પર ટેરિફ ઘટાડીને 50 ટકા કરાશે. તેમજ ઓલિવ ઓઈલ, ખાદ્ય તેલ, ફ્રૂટ્સ, જ્યૂસ અને પ્રોસેસ્ડ ફૂડ પર ટેરિફ હટાવી દેવાશે. તે ઉપરાંત મશીનરી, ફાર્મા અને કેમિકલ પર પણ ટેરિફમાં ઘટાડો થશે. એટલે આ ચીજો સસ્તી થશે.

યુરોપિયન યુનિયને શું કહ્યું?

યુરોપિયન યુનિયનનું કહેવું છે કે તેમને આ ડ્યુટી પર વાર્ષિક 400 કરોડ યુરોની બચત થશે. તેમજ આ ડીલ પછી 2032 સુધી ભારતની નિકાસ બમણી થઈ જશે. વેલ્યૂના હિસાબે જોઈએ તો 96.6 ટકા ટ્રેડથી થનાર સામાન પર ટેરિફ સમાપ્ત થશે અથવા તો ડ્યુટીમાં મોટો ઘટાડો થશે. જો કે ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે બન્ને દેશો વચ્ચે થયેલી આ ડીલ આ વર્ષે નહી પણ આગામી વર્ષ 2027થી લાગુ થશે. કારણ કે આ એગ્રીમેન્ટ સાથે જોડાયેલી કેટલીક કાયદાકીય પ્રક્રિયાઓનું પણ પાલન કરવાનું રહે છે.

ભારતના વાણિજ્ય મંત્રાલયનું શું કહેવું છે?

ભારતના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે યુરોપિયન યુનિયન આગામી સાત વર્ષમાં ભારતથી આયાત થનાર 99.5 ટકા સામાનો પર ટેરિફ શૂન્ય કરી દેશે. જેમાં મરીન પ્રોડક્ટ્સ, લેધર, ટેક્સટાઈલ, કેમિકલ્સ, રબર, બેઝ મેટલ અને જેમ્સ જ્વેલરી જેવા મોટા સેકટર સામેલ છે.

ટેરિફ ધીમે ધીમે સમાપ્ત

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(Free Trade Deal) અનુસાર ભારતીય મરીન પ્રોડક્ટ્સ પર યુરોપિયન યુનિયનમાં લાગુ થનાર ટેરિફ ધીમે ધીમે સમાપ્ત કરી દેવાશે. જેમાં વિશાખાપટ્ટનમ અને કાકીનાડા(આંધ્ર પ્રદેશ) વેરાવળ(ગુજરાત), કોચી અને અલપુઝા(કેરલ) તથા દીધા અને હલ્દિયા(પશ્ચિમ બંગાળ) જેવા તટીય વિસ્તારોનો સીધો ફાયદો મળી શકે છે.

રોજગાર પણ વધશે

તેની અસર ફક્ત નિકાસ સુધી સીમિત નહી રહે. ફિશરિઝ, પ્રોસેસિંગ યુનિટ્સ અને લોજિસ્ટિક સાથે જોડાયેલ રોજગાર પણ વધી શકે છે. યુરોપિયન યુનિયનમાં ભારતથી જનાર 97.5 ટકા કેમિકલ નિકાસ પર ટેરિફ 12.8 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેશે. આ ભારતના સૌથી મજબૂત અને તૈયાર નિકાસ સેકટરોમાંથી એક છે.

Top Trending News

Mother of All Deals: ભારત અને EU વચ્ચે થનાર FTA થી ભારતને શું ફાયદો?

ટેક્સટાઈલ માટે ખુશીના સમાચાર

આ ડીલથી ટેક્સટાઈલ અને ગારમેન્ટ સેકટર માટે ખુશીના સમાચાર છે. યુરોપિયન યુનિયનમાં ભારતીય કપડા પર લાગતી 12 ટકા આયાત ડ્યુટી સમાપ્ત થવાથી ભારતીય પ્રોડક્ટસ વધુ સસ્તા થઈ જશે.

ભારતીય ફાર્મા, જેમ્સ એન્ડ જ્વેલરીને સીધો લાભ

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અનુસાર ભારતીય ફાર્મા, કંપનીઓને યુરોપના બજારમાં પ્રેફરન્શિયલ એક્સેસ મળશે. જેમાં દવાઓના એપ્રુવલ પ્રોસેસમાં તેજી, પડતર કોસ્ટ ઘટશે અને જેનરિક દવાઓ માટે વધુ મોટી તક મળશે. જેથી ભારતીય ફાર્મા કંપની અમેરિકા પર નિર્ભરતા ઘટાડીને યુરોપિયન યુનિયનમાં બિઝનેસ વધારશે. તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી પર 4 ટકા ટેરિફ સમાપ્ત થશે, જેથી ભારતીય જ્વેલરી નિકાસ અને વધુ હરિફાઈ થશે. પડતર ઘટી જતાં હવે યુરોપમાં માંગ વધશે.

નિકાસમાં અનેકગણો વધારો

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી(India-EU Free Trade Deal) ભારતના નિકાસ કરતાં સેકટરો માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. ટેક્સ્ટાઈલ, કેમિકલ, ફાર્મા, મરીન, લેધર અને જેમ્સ જ્વેલરી જેવા સેકટરોને સીધો ફાયદો થશે. લાંબાગાળે ભારતની નિકાસમાં અનેક ગણો વધારો થશે અને સાથે રોજગારીમાં પણ વધારો થશે.

You will also like

Leave a Comment