
જૂઓ વીડિયો….
સોનું રૂપિયા 3,000 ઘટ્યું
અમદાવાદ સોનાચાંદી બજારમાં(Gold Silver Market) 24 કેરેટ સોનું 3000 રૂપિયા ઘટી દસ ગ્રામે ભાવ રૂપિયા 1,50,000 રહ્યો હતો અને ચાંદી ચોરસા 13,000 રૂપિયા ઘટી એક કિલોએ ભાવ રૂપિયા 2,37,000 રહ્યો હતો.
એમસીએક્સમાં ગોલ્ડ સિલ્વર
એમસીએક્સમાં શુક્રવારે ટ્રેડિંગ સમાપ્ત થયું ત્યારે ગોલ્ડ રૂપિયા 1,47,239નો ભાવ બંધ રહ્યો હતો. તેમજ સિલ્વર રૂપિયા 2,32,736નો ભાવ બંધ રહ્યો હતો.
ગોલ્ડ ફ્યુચર 66 ડૉલર ઘટ્યું
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ભારે લેવાલીથી વધી 4403 ડૉલર થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટીને 4139 થઈ અને સપ્તાહને અંતે 4172 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહના બંધભાવની સરખામણીએ 66 ડૉલર ઘટ્યો હતો.
સ્પોટ ગોલ્ડ 59 ડૉલર તૂટયું
Gold Silver Market સ્પોટ ગોલ્ડ સપ્તાહના પ્રારંભ નવી લેવાલીથી વધી 4382 ડૉલર થઈ અને ત્યાં વેચવાલીથી ઘટી 4120 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4160 ડૉલર પર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહના બંધભાવની સરખામણીએ 59 ડૉલર ઘટ્યો હતો.
સિલ્વર ફ્યુચરમાં ભારે વેચવાલી
આંતરરાષ્ટ્રીય બજારમાં સિલ્વર જુલાઈ ફ્યુચર સપ્તાહની શરૂઆતે નવી લેવાલી નીકળતાં ઝડપથી વધી 71.65 ડૉલર થઈ અને ભારે વેચવાલી ફરી વળતાં ઘટી 63.35 ડૉલર થઈ સપ્તાહના અંતે 64.91 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહના બંધની સામે 3.06 ડૉલર ઘટ્યો હતો.
સ્પોટ સિલ્વર 3 ડૉલર તૂટી
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 71.65 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 63.26 થઈ અને સપ્તાહને અંતે 64.92 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહના બંધભાવની સરખામણીએ 3.08 ડૉલર ઘટ્યો હતો.
શુક્રવારે ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી
વીતેલા સપ્તાહે ટ્રેડિંગ વોલ્યુમમાં સામાન્ય સુધારો હતો. કારણ કે બે તરફી મોટી વધઘટ રહી હતી. સપ્તાહની શરૂઆતે ગોલ્ડ સિલ્વરના ભાવ વધ્યા હતા અને સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે ઓલરાઉન્ડ વેચવાલીથી ભાવ તૂટ્યા હતા. સતત ત્રીજા સપ્તાહે ગોલ્ડ સિલ્વર ઘટીને આવ્યા હતા. શુક્રવારે જુનટીન્થની રજા હતી, પણ ઓછા ટ્રેડિંગ વોલ્યુમ વચ્ચે સોનાચાંદી તૂટ્યા હતા.
કયા ફેક્ટર જવાબદાર?
(1) US ફેડરલ રીઝર્વની મોનેટરી પૉલીસી ડીસીઝનની બુધવાર મોડી રાતે બેઠક યોજાઈ ગઈ. ફેડરલ રીઝર્વના ચેરમેન કેવિન વૉર્શની પ્રથમ બેઠક હતી. જેથી અંદાજ એવો હતો કે ઈરાન યુદ્ધને કારણે અમેરિકાની આર્થિક સ્થિતિ કથળી છે, જેથી ફેડ રેટમાં વધારો કરાશે. જો કે બેઠકને અંતે ફેડ રેટ યથાવત રખાયો હતો, તેમજ મોંઘવારીને કાબુમાં લેવા માટે ભાર આપ્યો હતો. તેમજ વર્ષના અંતમાં ફેડ રેટમાં વધારો કરવાનું કહ્યું હતું. આમ ફેટ રેટ સ્થિર રહેતાં ગોલ્ડ સિલ્વરમાં ભારે લેવાલી આવી હતી અને ભાવ ઉછળ્યા હતા. જો કે કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે ફેડ રેટમાં એક વખત નહી પણ બે વખત વધારો કરવો પડશે. જે પછી(Gold Silver Market) ઊંચા મથાળે ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી નીકળી હતી.
(2) યુએસ ઈરાન વચ્ચે 60 દિવસના પીસ એમઓયુ પર વર્ચ્યુલી હસ્તાક્ષર થયા હતા. જેને પગલે હોર્મુઝ ખાડીને તુરંત જ ખોલી દેવામાં આવી હતી. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ તૂટીને 75 ડૉલર પર આવી ગયા હતા. આમ જીઓ પોલિટિકલ ટેન્શન સમાપ્ત થયું છે. આમ જોવા જઈએ તો આ ફેકટર પછી ગોલ્ડ સિલ્વકમાં નવી લેવાલી આવી જોઈએ. શરૂમાં આવી પણ પાછળથી વેચવાલી ફરી વળી હતી. ઈઝરાયલે આ પીસ ડીલને માનવાનો ઈન્કાર કર્યો હતો અને લેબનોન પર હૂમલા ચાલુ રાખ્યા હતા. જેથી ઈરાન અમેરિકાના પીસ એમઓયુ પર પ્રશ્નાર્થ સર્જાયો હતો. જે પછી ગોલ્ડ સિલ્વરમાં શુક્રવારે જ વેચવાલી ફરી વળી હતી અને ભાવ ઝડપી તૂટ્યા હતા.
(3) ડૉલર મજબૂત થયો હતો અને યુએસ બોન્ડ યીલ્ડ વધીને આવ્યું હતું. યુએસ ડૉલર ઈન્ડેક્સ 100.62 અને યુએસ 10 વર્ષીય બોન્ડનું યીલ્ડ 4.42 ટકાથી વધી 4.48 ટકા થયું હતું. આને કારણે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં નવી ખરીદીનું આકર્ષણ ઘટ્યું હતું.
આગામી સપ્તાહે સોના ચાંદી બજાર કેવું રેહશે?
આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં(Gold Silver Market) બે તરફી વધઘટ રહેશે. ટેકનિકલી ગોલ્ડ સિલ્વર વીક છે. જેથી ગોલ્ડમાં 4050 ડૉલર અને સિલ્વરમાં 61 ડૉલરના સપોર્ટ લેવલ રહેશે. આ લેવલના સ્ટોપલોસ રાખીને દરેક ઘટાડે ગોલ્ડ સિલ્વર ખરીદી કરી શકાય. જ્યારે ઉપરમાં ગોલ્ડ 4395 અને સિલ્વર 69 ડૉલરના રેઝિસ્ટન્સ લેવલ આવે છે. જો આ રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કરશે તો ગોલ્ડ સિલ્વરમાં સારી તેજી થશે.

