ગાંધીનગર- Development of Gujarat ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel) વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ HUDCO વચ્ચે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપથી રાજ્યના વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સ માટે 1 લાખ કરોડ રૂપિયાના લોંગટર્મ ફાઈનાન્સીંગ માટેના MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના પ્રધાન કમલેશભાઈ પટેલ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.(Housing and Urban Development Corporation Limited HUDCO)
ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પર્યાપ્ત ભંડોળ
રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવતા ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પર્યાપ્ત ભંડોળ અંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ અને HUDCOના વરિષ્ઠ અધિકારીઓની તાજેતરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકની ફલશ્રુતિ રૂપે HUDCO લાંબા ગાળા માટે આ રૂપિયા 1 લાખ કરોડનું ભંડોળ પૂરું પાડશે.
આ રહ્યા વિકાસલક્ષી પ્રોજેક્ટ
Development of Gujarat આ ભંડોળમાંથી ગુજરાત મેટ્રો રેલના ફેઝ-2 અને 3, એક્સપ્રેસ-વે, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ધોલેરામાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના કામોના સમાવેશ કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકારે અન્ય એક MoU ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ સાથે પણ કર્યો છે.
સર્વાંગી આર્થિક વિકાસને વધુ વેગ
આ એમઓયુ અનુસાર, વિકસિત ગુજરાત 2047ના વિવિધ પ્રોજેક્ટ્સના અસરકારક અમલીકરણ માટે પ્રિ-ફિઝિબિલિટી સ્ટડી, ફિઝિબિલિટી સ્ટડી તેમજ વિગતવાર પ્રોજેક્ટ્સ અહેવાલ અને ઈમ્પેક્ટ એસેસમેન્ટ IIM હાથ ધરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક ભાગીદારીથી રાજ્યના માળખાકીય વિકાસ, શહેરી પુનઃનિર્માણ અને સર્વાંગી આર્થિક વિકાસને વધુ વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
IIM અમદાવાદ સાથે એમઓયુ થયા
રાજ્ય સરકાર અને HUDCO વચ્ચે થયેલા(Development of Gujarat) આ એમઓયુ પર HUDCO વતી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય કુલશ્રેષ્ઠએ તથા રાજ્ય સરકાર વતી નાણાં વિભાગના આર્થિક બાબતોના સચિવ સંદીપ કુમારે હસ્તાક્ષર કરીને એમઓયુની(MoU) પરસ્પર આપ-લે કરી હતી. IIM સાથેના એમઓયુ પર IIM અમદાવાદના પબ્લિક સિસ્ટમ ગૃપ ચેરપર્સન પ્રો.સંદીપ ચક્રવર્તીએ હસ્તાક્ષર કર્યા હતા.
એમઓયુ સાઇનિંગ સેરીમની
Development of Gujarat આ એમઓયુ સાઇનિંગ સેરીમનીમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યપ્રધાનના સલાહકાર એસ.એસ. રાઠૌર, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, મુખ્યપ્રધાનના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યપ્રધાનના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

