
મકર (ખ, જ)
મકર રાશિ ચક્રના 271° થી 300° સુધીના ભાગને મકર રાશિ કહે છે. તેનું સ્વરૂપ મગર છે અને તે શરીરના ઘૂંટણના ભાગમાં અમલ કરે છે.
વ્યક્તિત્વ
Capricorn Zodiac આ રાશિવાળા લોકો મહેનતુ, રજવાડા અને લક્ષ્ય પ્રત્યે સમર્પિત હોય છે. આત્મવિશ્વાસુ, કંજૂસ, ઉદ્યમી ખરા પણ સ્વાર્થી હોય છે. પોતાના કાર્યમાં મસ્ત, દરેક વિધ્નો પાર કરનારા હોય છે. બદલાની ભાવનાવાળા હોય છે અને મહત્વકાંક્ષી હોય છે.
દેખાવ
મજબૂત બાંધાના, મધ્યમ કદના, તેજસ્વી મુખાકૃતિવાળા, સ્પષ્ટ વક્તા, જિદ્દી, હઠીલા, દરેક કાર્યમાં અગાઉથી કામ કરનારા, લાગણીશીલ, ચંચળ, આળસુ, ગંભીરતા અને પરિપક્વતાવાળા હોય છે. તેમજ સાથે પોતાના લક્ષ્ય માટે દ્રઢ નિશ્ચય હોય છે.
રોજગારી
Capricorn Zodiac એન્જિનિયરિંગ, ટેકનોલોજી, લોખંડ, ખાણ ખનીજના વેપારી, બાંધકામ, બેન્કિંગ ક્ષેત્ર, રાજનીતિ, ખેડૂત, ફાર્મ મેનેજર, સેક્રેટરી, સંચાલન કરનારા, પશુપાલન, કાર્ગો, ફાર્મિસ્ટ, વિદ્યા જાણકાર, લેક્ચર, અમલદાર, એજન્ટ, ડોક્ટર તેમજ ખનિજ તેલના વેપારી હોય છે. મકર રાશિવાળા જો ફિલ્ડમાં જાય તો તેમને સફળતા મળે છે.
તંદુરસ્તી
મકર રાશિના(Capricorn Zodiac) જાતકોને સામાન્ય રીતે ઢીંચણના રોગ, ચામડીના રોગ, લોહીવિકાર, ફેફસાના રોગ, સંધિ -વાયુના રોગ, હાડકા, ચામડી, દાંતના રોગવાળા હોય છે. ઘણી વખત પેટના રોગ થવા સંભવ રહે છે અને ગુપ્ત રોગથી પીડાતા હોય છે.
રાશિનો સ્વામી શનિ છે.
રાશિનો રંગ કાળો, વાદળી અને આસમાની છે.
રાશિનો આકાર જળચર છે.
રાશિનો સ્વભાવ ચર છે.
રાશિ દિશા દક્ષિણ છે.
રાશિ પ્રકૃતિ વાયુ છે.
રાશિ તત્વ પૃથ્વી છે.
રાશિ લિંગ સ્ત્રી છે.
રાશિ ઉન્નતી ૪૦ માં વર્ષે થાય છે.
રાશિના દેવતા શનીદેવ છે.
રાશિ લાભ હનુમાનજીની પૂજા અર્ચના કરવી અને શિવજીની પૂજા કરવી જોઈએ. આપના જન્માક્ષર જાણકાર પંડિતને બતાવીને તેમના માર્ગદર્શનથી તમે શનિનું નંગ ધારણ કરશો તો લાભ થશે.
સૂર્ય મકર રાશિમાં આવે તે ઉત્તરાયણ
ખગોળશાસ્ત્રમાં મકર રાશિનું(Capricorn Zodiac) ઘણું મહત્ત્વ છે. જ્યારે સૂર્ય મકર રાશિ ઉપર આવે છે, ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે. મકરથી પ્રારંભ કરીને કર્કડના આરંભ પર્યન્તના કાળને(સમયગાળા) ઉત્તરાયણ કહે છે અને કર્કથી લઈને મકર સુધીના ગતિકાળને દક્ષિણાયન કહે છે.
મુશ્કેલીમાથી માર્ગ મળશે
તમારા જીવનમાં કાર્યો અટકી જતાં હોય, અથવા તો ધારી સફળતા ન મળતી હોય અથવા તો સ્ત્રીઓને લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી હોય અથવા તો સંબધ ન થતો હોય તો તેમણે શિવજીની આરાધના કરવી જોઈએ. દર સોમવારે નજીકના શિવાલયમાં જઈને દૂધ અને પાણી શિવલીંગ પર ચઢાવવું જોઈએ. ઓમ નમઃ શિવાયના જાપ કરો, આરોગ્યલક્ષી મુશ્કેલી હોય તો મહામૃત્યુજય મંત્ર કરશો તો અનેક ગણો લાભ મળશે. કારણ કે તમારી રાશિ મકર, તેના આરાધ્ય દેવ શિવ છે.
દક્ષિણ દિશામાં લેણું છે
બીજુ તમારી Capricorn Zodiac રાશિના સ્વામી શનિ છે, તો દર શનિવારે હનુમાનજીના દર્શન કરો, હનુમાન ચાલીસા કરો, અથવા સમય મળે તો સુંદરકાંડનો પાઠ કરો. જીવનમાં દરેક મુશ્કેલીમાંથી માર્ગ મળશે. તમારી રાશિની અનુકૂળ દિશા દક્ષિણ છે, જો તમે દક્ષિણ દિશામાં જઈને ધંધો વેપાર કે નોકરી કરશો તો ઝડપી સફળતા મળશે. તમે ચાંદી અને લોખંડમાં રોકાણ કરશો તો લાભ મળશે.
- ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ
(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)
Sagittarius Zodiac – Most Watched Article
Sagittarius Zodiac: ધન રાશિનું એ ટુ ઝેડ, બિઝનેસ કે નોકરીમાં સફળતા મેળવવા શું કરશો?

