Stock Market India: શેરબજારમાં ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ વધુ 544 પોઈન્ટ વધ્યો, નફારૂપી વેચવાલી આવશે?

by Gujarati biz news
Stock Market India
Stock Market India

Generated by AI

અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રીજા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. શેરોમાં દરેક ઘટાડે નવી લેવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 544 પોઈન્ટ વધી 76,808 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 135 પોઈન્ટ વધી 23,989 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 98 પોઈન્ટ વધી 57,297 બંધ થયો હતો. માર્કેટ કેપમાં રૂ.2 લાખ કરોડનો વધારો નોંધાયો હતો. ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 3075 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. શેરબજારમાં આજે ત્રીજા દિવસે તેજી થવા પાછળ કયા કારણો? ત્રણ દિવસની તેજી પછી હવે શું થશે? શેરબજારમાં(Share Market India) પ્રત્યાઘાતી ઘટાડો આવશે? ટેકનિકલી શું સંકેત આપે છે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ વધુ 544 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 76,526ના ઊંચા મથાળે ગેપમાં  ખૂલીને શરૂમાં સામાન્ય પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 76,443 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 76,846 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,808.48 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 544.15નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 135 પોઈન્ટ ઊંચકાયો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 23,923ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં ઘટી 23,888 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી વધી 24,002 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,989.15 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 135.25 વધુ વધ્યો હતો.

નિફ્ટીની વીકલી એક્સપાયરી

આજે મંગળવારે નિફ્ટી વીકલી એક્સપાયરી હતી. જેથી સામાન્ય રીતે આ દિવસે ઉભી પોઝિશન સ્કવેરઓફ અથવા રોલઓવર કરવારૂપી ટ્રેડિંગ વિશેષ હોય છે. પણ આજે બજારનો તેજીનો કરંટ જોઈને મંદીવાળા ખેલાડીઓએ ઉભા વેચાણો કાપ્યા હતા. જેથી આજે ત્રીજા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. આજે મેટલ, ઓટો અને ફાર્મા સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ હતી. જો કે તેની સામે રીયલ્ટી, ઓઈલ, ગેસ, આઈટી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબરલ અને એનબીએફસી સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી.

શેરબજારમાં તેજીના કારણો

(1) યુએસ અને ઈરાન વચ્ચેની પીસ ડીલ પર 19 જૂનને શુક્રવારે હસ્તાક્ષર થશે. જે સમાચાર પછી છેલ્લા બે દિવસથી તેજી જળવાઈ છે. ગત મોડીરાતે અમેરિકાનો ડાઉ જોન્સ 468 પોઈન્ટ ઉછળી 51,671 રેકોર્ડ હાઈ પર બંધ હતો. નેસ્ડેકમાં 795 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જે પછી આજે સવારે સતત બીજા દિવસે એશિયાઈ સ્ટોક માર્કેટ વધુ ઊંચકાઈને આવ્યા હતા. હોંગકોંગ અને ચીન સ્ટોક માર્કેટ સામાન્ય નરમ બંધ હતા. આજે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા. આમ ભારતીય શેરબજાર પર તેની પોઝિટિવ અસર જોવાઈ હતી.

(2) યુએસ ઈરાનની પીસ ડીલને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 81.44 ડૉલર અને ક્રૂડ ઓઈલ 78.82 ડૉલર પર ટ્રેડ કરતા હતા. કાચા તેલના ભાવ ઘટીને આવતાં હવે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે અને મોંઘવારી ઘટશે, તેવી ધારણાએ શેરબજારમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું અને નવી લેવાલી ચાલુ રહી હતી.

(3) બેંક ઓફ જાપાને પોલીસી રેટ(વ્યાજ દર)માં 0.25 ટકાનો વધારો કરીને 1 ટકા કર્યો છે. જેને પગલે જાપાન સ્ટોક માર્કેટનો નિક્કી ઈન્ડેક્સ આજે સવારે 70,000ની સપાટી સૌપ્રથમ વખત પાર કરી ગયો હતો અને વધીને 70,020 લાઈફ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. જેની ભારતીય શેરબજારના સેન્ટમેન્ટ પર પોઝિટિવ અસર થઈ હતી.

(4) યુએસ અને ઈરાન ડીલનો સૌથી મોટો ફાયદો ભારતને થશે. કારણ કે હોર્મુઝ પર ભારતના 34 ઓઈલ ટેન્કર અને ગેસ ભરેલા જહાજ છેલ્લા બે મહિનાથી ફસાયેલા હતા. હવે હોર્મુઝ ખૂલતાં ભારતીય 34 જહાજો હોર્મુઝ ખાડી પસાર કરશે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

આજે મંગળવારે મીડેકપ ઈન્ડેક્સ 252 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 77 પોઈન્ટ પ્લસ હતા. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1956 શેરના ભાવ વધ્યા હતા અને 1356 શેરના ભાવ ઘટ્યા હતા.

124 શેરમાં અપર સર્કિટ

આજે 83 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 28 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 124 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 64 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

એચસીએલ ટેકનોલોજી(3.68 ટકા), તાતા કન્ઝ્યુમર(2.69 ટકા), એનટીપીસી(2.24 ટકા), બજાજ ફાઈનાન્સ સર્વ(2.10 ટકા) અને હિન્દુસ્તાન યુનીલીવર(1.90 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

હિન્દાલકો(2.95 ટકા), જેએસડબલ્યૂ સ્ટીલ(1.66 ટકા), એચડીએફસી લાઈફ(1.03 ટકા), આઈસર મોટર(0.95 ટકા) અને મારૂતિ(0.85 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં સંળગ ત્રણ દિવસ તેજી થઈ છે. ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 3075 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. જેથી કાલે બુધવારે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા છે અને પ્રત્યાઘાતી રીએક્શન આવશે. ટેકનિકલી માર્કેટમાં બ્રેકઆઉટ છે. નિફ્ટીમાં 23,850, સેન્સેક્સમાં 76,200 અને બેંક નિફ્ટીમાં 57,200 સપોર્ટ લેવલ બન્યા છે. જો ઉપરમાં નિફ્ટી 24,050 કૂદાવશે તો તેજી થશે. સેન્સેક્સ 76,850 કૂદાવશે તો તેજી થશે, તેવી જ રીતે બેંક નિફ્ટી 57,800 કૂદાવશે તો નવી તેજી થશે.

 

You will also like

Leave a Comment