
2016માં પ્રક્રિયા શરૂ કરી હતી
નેશનલ સ્ટોક એક્સચેન્જે(NSE IPO 2026) 2016માં તેની શેર પબ્લિક કરવા માટે અને લિસ્ટિંગમાં લાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પણ કોઈને કોઈ કારણસર તે નિષ્ફળ થઈ હતી. પણ હવે એનએસઈએ આઈપીઓ(IPO Update) લાવવા માટે ડીઆરએચપી(DRHP) ફાઈલ કરી દીધું છે.
મોટા રોકાણકારોની હોલ્ડિંગ વેલ્યૂ
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરનાર મોટો રોકાણકારો પણ રાહ જોઈને બેઠા છે, હવે જ્યારે ફાઈનલી આઈપીઓ આવી રહ્યો છે અને તેના શેરનું લિસ્ટિંગ થઈ રહ્યું છે. ત્યારે મોટા રોકાણકારો અને સંસ્થાકીય રોકાણકારો પોતાની હોલ્ડિંગ વેલ્યૂનો લાભ લઈ શકશે અને તેમને એક્ચ્યુલ ખબર પડશે કે તેમને રોકેલા નાણાની હાલ કેટલી બજાર કિંમત છે.
ટોપ શેરહોલ્ડરોને 25,000 કરોડનો લાભ
રોયટર્સ દ્વારા એક રીપોર્ટમાં જણાવ્યું છે કે એનએસઈના આઈપીઓના(NSE IPO 2026) શેર વેચાણમાં ભાગ લેનાર ટોપ શેરહોલ્ડરોને લગભગ 25,000 કરોડ રૂપિયોનો લાભ થશે. તેમાં સૌથી વધુ ફાયદામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સિંગાપુર સ્થિત ટેમાસેક અને કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ રહેશે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે એનએસઈનો આઈપીઓ અત્યાર સુધીનો ભારતનો સૌથી મોટો ઈસ્યૂ હશે.
આઈપીઓની પ્રાઈઝ બેન્ડ 1900 રૂપિયા?
એનએસઈનો આઈપીઓની(NSE IPO 2026) સાઈઝ અંદાજે 30,000 કરોડ રૂપિયાનો હોવાની ધારણા લગાવાઈ રહી છે. રોયટર્સના સુત્રોના કહેવા પ્રમાણે આઈપીઓની પ્રાઈઝબેન્ડ 1900 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી શકે છે. જે અનલિસ્ટેડ માર્કેટમાં તેની હાલની પ્રાઈઝની સરખામણીમાં 5થી 10 ટકાની છૂટ રહેશે. હાઈ લેવલ પર એક્સચેન્જની વેલ્યૂએશન વધીને અંદાજે 57 અબજ ડૉલર હશે.
10 વર્ષની રાહ જોઈ
નેશનલ સ્ટોક એક્સચેન્જને શેર માર્કેટ ડેબ્યૂ માટે અંદાજે 10 વર્ષનો સમય લાગી ગયો છે. ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં એનએસઈના આઈપીઓની સૌથી લાંબી યાત્રામાંની એક સાબિત થઈ છે. પહેલી વાર 2016માં આઈપીઓ માટે પેપર જમા કરાવ્યા હતા. પરંતુ રેગ્યુલેટરી તપાસ, કાયદાકીય વિવાદ અને એનએસઈ કો લોકેશન કેસને કારણે દરેક વખતે સેબીની મંજૂરી મળી શકી ન હતી.
બીએસઈ 2017માં પબ્લિક થયું
તેનાથી અલગ બોમ્બે સ્ટોક એક્સચેન્જ વર્ષ 2017માં પબ્લિક થયું હતું. જો કે હવે એનએસઈનો આઈપીઓ લાવવા માટા 2016નો ઈતેજાર સમાપ્ત થયો છે અને ફરીથી એનએસઈએ ડ્રાફ્ટ પેપર સેબીને જમા કરાવ્યું છે.
એસબીઆઈને સૌથી વધુ ફાયદો
NSE IPO 2026 એસબીઆઈ(SBI) સૌથી વધુ ફાયદામાં રહે તેવું દેખાઈ રહ્યું છે. ડીઆરએચપીના આધાર પર દર્શાવેલ અનુમાનની ખબર પડે છે કે એસબીઆઈની એક્સચેન્જમાં હિસ્સેદારીમાંથી એક હિસ્સો વેચવાથી અંદાજે 4700 કરોડ રૂપિયાની આવક થશે. તેમજ મોર્ગન સ્ટેનલીના મોરેશ્યિસ સ્થિત ફંડ એમએસ સ્ટ્રેટેજિક જે અંદાજે 2,934 કરોડ રૂપિયાનો લાભ મેળવશે.
અન્ય મોટા રોકાણકારોને ફાયદો
સિંગાપોર સ્થિત સોવરેન વેલ્થ ફંડ ટેમાસેકને પોતાની અરંડા ઈન્વેસ્ટમેન્ટ બ્રાન્ચ દ્વારા શેર વેચાણથી અંદાજે 2067 કરોડનો લાભ થશે. તેમજ કેનાડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડને અંદાજે 1871 કરોડની કમાણી થશે. કુલ મળીને આ આઈપીઓથી ટોપ 10 સ્ટેકહોલ્ડર્સને અંદાજે રૂપિયા 25,000 કરોડથી વધુની કમાણી થશે.

