Ahmedabad Vasna Barrage: ઐતિહાસિક વાસણા બેરેજનો કાયાકલ્પ, નવા દરવાજા લગાવ્યા!

by Gujarati biz news
Ahmedabad Vasna Barrage

Ahmedabad Vasna Barrageઅમદાવાદ- Ahmedabad Vasna Barrage ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પરના મહત્વપૂર્ણ એવા વાસણા બેરેજના આધુનિકીકરણની કામગીરી માત્ર 35 દિવસના રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના જળસંપત્તિ વિભાગ હેઠળ કાર્યરત યાંત્રિક શાખા દ્વારા રૂપિયા 10.15 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવ્યો છે.

ડેમ સલામતીને અગ્રતા

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ડેમ સલામતીના કામોને અગ્રતા આપવામાં આવી રહી છે. જે અનુસાર અમદાવાદના ઐતિહાસિક વાસણા બેરેજના(Ahmedabad Vasna Barrage) 19 નવા દરવાજા નાખવાનું અને 10 ગેટનું રીપેરીંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સાથે જ સાબરમતી નદીમાં ફરી પાણી ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે.

પ્રિ-મોન્સુન નિરીક્ષણ બાદ ત્વરિત એક્શન

વર્ષ 1976માં નિર્માણ પામેલો વાસણા બેરેજ(Ahmedabad Vasna Barrage) અમદાવાદ શહેર માટે પૂર નિયંત્રણ અને જળ વ્યવસ્થાપનનું મહત્વપૂર્ણ માળખું છે. વર્ષ 2025માં ડેમ-સેફ્ટી એક્ટ હેઠળ કરાયેલા પ્રિ-મોન્સુન નિરીક્ષણમાં યાંત્રિક શાખા દ્વારા બેરેજના દરવાજાઓનું નવીનીકરણ અને રીપેરીંગ માટે ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણોના આધારે બેરેજની લાંબાગાળાની સુરક્ષાને ધ્યાને રાખીને ગત તારીખ 17 એપ્રિલ, 2026થી બેરેજમાંથી પાણી સંપૂર્ણ ખાલી કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી.

માત્ર 35 દિવસમાં મિશન પૂર્ણ

જળ સંપત્તિ હેઠળની યાંત્રિક શાખા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને દરવાજાના વિવિધ ભાગોની ફેબ્રીકેશન કામગીરી ચાર માસમાં પૂર્ણ કરીને ડેમમાં પાણી ખાલી થયા બાદ માત્ર 35 દિવસ જેવા ટૂંકા ગાળામાં અંદાજે રૂપિયા 10.15 કરોડના ખર્ચે પાંચ હેવી ડ્યુટી મોબાઇલ ક્રેનની મદદથી 19 દરવાજા બદલવાની તેમજ 10 ગેટની રીપેરીંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

460 મે.ટન સ્ટીલનો ઉપયોગ

Ahmedabad Vasna Barrage આ કામગીરીમાં કુલ 460 મેટ્રીક ટન સ્ટ્રકચરલ સ્ટીલનો ઉપયોગ કરાયો છે. યાંત્રિક કામગીરીની સાથે સાથે સિવિલ વિભાગ દ્વારા પણ હયાત સિવિલ સ્ટ્રકચરના મજબૂતીકરણ માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી. સામાન્ય રીતે આ આ પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં ચાર- પાંચ મહિનાનો સમય લાગતો હોય છે. પરંતુ આ કામ માત્ર 35 દિવસમાં જ પૂર્ણ કરવામાં આવ્યું. હવે, દરવાજાની ઊંચાઇ સુધી બેરેજમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

કુલ 30 દરવાજા

નોંધનીય છે કે, વાસણા બેરેજ ખાતે 60 ફુટ X 12 ફુટ સાઇઝના 24 નંગ, 60 ફુટ X 14 ફુટ સાઇઝના -2 નંગ તથા 60 ફુટ X 16 ફુટ સાઇઝના -4 નંગ એમ કુલ 30 દરવાજા લગાવવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2010માં ત્રણ દરવાજા, 2011માં બે, વર્ષ 2013માં પાંચ દરવાજા તથા વર્ષ 2025માં એક એમ કુલ 11 દરવાજા જરૂરીયાત મુજબ બદલવામાં આવ્યા હતા.

ખેડૂતો માટે સિંચાઈનું પૂરતું પાણી

Ahmedabad Vasna Barrage આ કામગીરી પૂર્ણ થવાથી ચોમાસા દરમિયાન ડેમની સલામતીમાં વૃદ્ધિ થશે અને આગામી સમયમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ પૂરતું પાણી મળી રહેશે.

VGRC 2026 In Vadodara – Most Watched Article….

VGRC 2026 In Vadodara: વડોદરાના વરણામા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરથી આવેલી પરિવહન ક્રાંતિની વાત

You will also like

Leave a Comment