અમદાવાદ- Vat Savitri Vrat 2026 વટ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મનો એક અત્યંત પવિત્ર અને પુણ્યદાયી વ્રત છે. તે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્યને વધારવા માટે કરે છે. અખંડ સૌભાગ્યની સાથે ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય તે માટે કરે છે. આ વ્રત સતી સાવિત્રીની અતૂટ ભક્તિ, પોતાના પતિ પ્રત્યેનો અપાર પ્રેમ, તેમ જ પતિવ્રતાની શક્તિ છે, જેને યમરાજા પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી હતી.
જેઠ સુદ પૂનમ
Vat Savitri Vrat 2026 આ વ્રત ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં જેઠ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે. જ્યારે ઉત્તર ભારતમાં અમાસના દિવસે વ્રત કરવામાં આવે છે. આ વ્રતના દિવસે દરેક સ્ત્રીઓએ વટના વૃક્ષની એટલે કે વડના વૃક્ષની પૂજા કરતી હોય છે. પુરાણોમાં લખ્યું છે કે વડના વૃક્ષની અંદર ત્રણ દેવોનો વાસ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમ ત્રિદેવનો વાસ તે વૃક્ષમાં છે.
પતિના લાંબુ આયુષ્ય માટે
વટ સાવિત્રીના વ્રત અંગે ભારતીય કથાઓ અનુસાર તેમજ સ્કંદપુરા ભવિષ્યતર પુરાણ અને મહાભારતમાં આ વ્રતનો જાણકારી આપવામાં આવેલી છે. પોતાના પતિના લાંબુ આયુષ્ય માટે અને પતિનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે દરેક સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જે સ્ત્રી આ વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરે છે તેને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળતા હોય છે.
સંતાન સુખની મનોકામના
સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. અગ્નિ પુરાણમાં વડના વૃક્ષને ઉત્સર્જન અને સર્જન આ પ્રતિક બતાવવામાં આવ્યા છે. (Vat Savitri Vrat 2026) આ વ્રત કરવાથી સંતાન સુખની મનોકામના પરિપૂર્ણ થાય છે. પારિવારિક સમૃદ્ધિ આવે છે. તેમ જ પોતાના ઘરની અંદર ધન, ધાન્ય, યશ, વિજય અને કીર્તિની વૃદ્ધિ થાય છે. જેમ સાવિત્રી એ પોતાના પતિના પ્રાણ પાછા લાવ્યા તેમ જ પોતાના રાજ્યની સુખ-સમૃદ્ધિ પણ તે પાછી લાવી તે તેની ભક્તિ અને પતિવ્રતાનું પ્રતિક છે.
વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ
વડની પૂજા કરવી એટલે કે પુરાણોમાં વર્ણવ્યું છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. જેમ થડની અંદર બ્રહ્માનોવાસ છે, ડાળીઓમાં વિષ્ણુનો વાસ છે અને પાંદડાઓમાં ભગવાન શિવનો વાસ છે. આથી ત્રણે દેવના આશીર્વાદ આ વડના વૃક્ષની પૂજાથી પ્રાપ્ત થાય છે. વડનું વૃક્ષ વિશાળ અને તેની ફેલાતી શાખાઓને કારણે અમરત્વ અને દીર્ઘાયુનું પ્રતીક માનવામાં આવે છે.
વટ સાવિત્રીની કથા
મદ્ર દેશના અશ્વપતિ નામના એક ધર્માત્મા રાજા રાજ કરતો હતો. તેને કોઈ સંતાન નહોતું. સંતાનની પ્રાપ્તિ માટે તેણે 18 વર્ષ સુધી મા સાવિત્રી દેવીની તપસ્યા અને પૂજા કરી. રોજ એક લાખ આહુતિ આપે. મા સાવિત્રી પ્રસન્ન થયા. એક તેજસ્વી પુત્રીનું વરદાન આપ્યું. મહાસાવિત્રીની કૃપાથી તેમના ઘરે કન્યાનો જન્મ થયો તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું.
સત્યવાનને સાવિત્રીએ પતિ તરીકે સ્વીકાર્યા
સમય વીતતો ગયો, સાવિત્રીના લગ્ન યોગ્ય કરવા જોઈએ. રાજા અશ્વપતિ એ સ્વયંવર દ્વારા યોગ્ય વર શોધવાની સ્વતંત્રતા આપી. સાવિત્રી ભ્રમણ કરતી શાલવ દેશના વનમાં પહોંચી જાય છે, જ્યાં તેને નેત્રહીન અને રાજ્યહીન રાજા દુર્મસ્તેન પોતાના પુત્ર સત્યવાનની સાથે વનવાસ ભોગવી રહ્યા હતા. સત્યવાન સદગુણી, સુંદરતા અને શ્રેષ્ઠ ચરિત્રનો દેખાવ હતો. સાવિત્રી એ તેને પતિ તરીકે સ્વીકારવાનો નિર્ણય કર્યો છે.
સત્યવાનનું આયુષ્ય એક વર્ષ બાકીઃ નારદ
નારદ મુનિએ બતાવ્યું કે સત્યવાન ગુણવાન છે, પરંતુ તેનું આયુષ્ય ફક્ત એક વર્ષનું બાકી છે. સાવિત્રી પોતાના નિર્ણય માટે અડગ રહે છે કે હું લગ્ન કરીશ તો સત્યવાન સાથે જ કરીશ અને તેમ કહી તે લગ્ન કરીને પોતાના સાસરીમાં રહેવા લાગી.
સાવિત્રીનું નિર્જલા વ્રત
સત્યવાનનું મૃત્યું નજીક આવ્યું, સાવિત્રી એ ત્રણ દિવસ પૂર્વ નિર્જલા વ્રત શરૂ કર્યું. નિશ્ચિત સમયે સત્યવાન જંગલમાં લાકડા કાપીને સાવિત્રીની સાથે રાખીને ચાલતો હતો. અચાનક સત્યવાનના માથા ઉપર ભાર પડી ગયો. તો એક વડના વૃક્ષ નીચે તે સુઈ ગયો. યમરાજાએ સત્યવાનના આત્માને પાસમાં બાંધીને દક્ષિણ દિશાની તરફ ચાલવા લાગ્યા. સાવિત્રી એ યમરાજાની પાછળ પણ ચાલવા લાગી. યમરાજા તેને રોકી પરંતુ સાવિત્રી પાછળ પાછળ ગઈ.
પાંચ વરદાન માગ્યા
ભક્તિ અને જ્ઞાનથી પ્રસન્ન થઈને અને વારંવાર તમે ચાર વરદાન આપ્યા છે. સાવિત્રીને પોતાના સસરાની આંખો, તેમજ રાજ્ય પાછું માગ્યું, પોતાના પતિના 100 પુત્રના પાંચ વરદાન માગ્યા, અંતમાં તેને વરદાન માગતા સૌ સંતાનો થાય છે. એ માટે સત્યવાને જીવિત કર્યો એમ ધરમરાજાએ ધર્મના બંધનથી ફસાઈ ગયા, તેમણે સત્યવાના પ્રાણ પાછા આપી દીધા. સત્યવાન જે વટના વૃક્ષ નીચે જીવિત થયો તે ઘરે આવીને જુએ છે તો પોતાના સસરાની આંખો પાછી આવી ગઈ છે. પોતાનું રાજ્ય ચાલી ગયું તો પાછી મળી ગયું છે. વડ નીચે સાવિત્રી સત્યવાન આ કથા સાંભળવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે. ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. આથી આ પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે. આ વ્રત એક ધાર્મિક પરંપરા નથી, પણ પતિવ્રતા, સામાજિક અને સાંસ્કૃતિકનું પ્રતિક છે. ભારતીય સંસ્કૃતિના પ્રમાણે આ વ્રત આદર્શ નારી તત્વ, સમર્પણ, પ્રેમ અને જીવંત કરવાની એક મિસાલ છે.
અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ
સ્કંદપુરાણ અને ભવિષ્ય પુરાણમાં(Vat Savitri Vrat 2026) આ વ્રતનું વિશેષ વર્ણન છે. આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ સાથે તે મહિલાના જીવનમાં આવતા બધા જ કષ્ટ દૂર થઈ જાય છે અને દાંપત્ય જીવન સુખમય રહે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણ
પર્યાવરણની દ્રષ્ટિએ જોઈએ તો વડના વૃક્ષની અંદર સૌથી વધારે ઓક્સિજન રહેલો છે, જે આપણા શરીર માટે ખૂબ જ મહત્વનો છે. ઓક્સિજન વિના કશું ચાલે નહીં, માટે વડની પૂજા અને વડનું સંરક્ષણ કરવું અને વડનું જતન કરવું એ ભારતીય સંસ્કૃતિનો પર્યાવરણનો સંરક્ષણનો એક સંદેશ આપવામાં આવ્યો છે.
મનમાં ભક્તિ
Vat Savitri Vrat 2026 આધ્યાત્મિક મહત્વ એ છે કે વટના વૃક્ષની છટાવો સાવિત્રી દેવીને રૂપ માનવામાં આવી છે. તેની પૂજા કરવાથી મનમાં ભક્તિ, દ્રઢતા, સકારાત્મક અને ભાવના ઉત્પન્ન થાય છે.
- ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ
Capricorn Zodiac – Most Watched Article
Capricorn Zodiac: મકર રાશિની આગવી વિશેષતા, જીવનમાં મુશ્કેલી આવે તો શું કરશો?

