નવી દિલ્હી- Atal Pension Yojana દરેક લોકો પોતાની કમાણીમાંથી કે પગારમાંથી અમુક ભાગની રકમની બચત કરે છે. જેનાથી નિવૃતિ પછી મોટું ફંડ જમા થયું હોય અને તેના પર દર મહિને એક નિશ્ચિત રકમ આપને મળી જાય. ઘડપણમાં રૂપિયાનું કોઈ ટેન્શન તમને નહી સતાવે અને કોની સામે હાથ પણ ફેલાવવો નહી પડે. આના માટે સરકારની અટલ પેન્શન યોજના ખૂબ જ લોકપ્રિયતામાં હાલ ટોપ પર છે. જો તમારી ઉંમર 40 વર્ષથી નીચે છે, તો તમે આ યોજનામાં રોકાણ કરીને નિવૃત્તિ પછી તમે તમારું પેન્શન નક્કી કરી શકો છો.
ઉંમરની મર્યાદા
પોસ્ટ ઓફિસ(Post Office) દ્વારા સંચાલિત આ સરકારી યોજનાના(Atal Pension Yojana APY) સબસ્ક્રાઈબરનો બેઝ સતત વધતો જઈ રહ્યો છે. વર્ષ 2015માં શરૂ થયેલી આ યોજનામાં 21 એપ્રિલ, 2026 સુધીમાં 9 કરોડથી વધુ લોકો જોડાઈ ગયા છે. આ પેન્શન યોજના માટે ઉંમરની મર્યાદા 18થી 40 વર્ષ નિર્ધારિત કરાઈ છે. જો કે ધ્યાનમાં રાખજો કે આ યોજના એવા લોકો માટે નથી કે જે લોકો આવકવેરા ભરી રહ્યા છે અથવા પહેલા ભરી ચુક્યા છે.
નાણાકીય પ્લાનિંગ
જો તમે યુવાન છો અને તમારી ઉંમર હાલમાં 40 વર્ષથી નીચે છે, તો અત્યારથી તમે તમારા નિવૃતિ પછીના સમય માટે નાણાકીય પ્લાનિંગ કરવું સારુ રહેશે. આ યોજનામાં દર મહિને એક નિશ્ચિત રકમ પેન્શનના સ્વરૂપમા મળતી રહેશે. જેનાથી નિવૃતિ પછી તમારે દૈનિક ખર્ચો માટે કોઈના પર આધાર રાખવાની જરૂર નહી પડે.
સંપુર્ણ સુરક્ષા કવચ
પોસ્ટ ઓફિસની અટલ પેન્શન યોજનાને(Atal Pension Yojana APY ) સંપુર્ણ સુરક્ષા કવચ પુરુ પાડનારી યોજના પણ કહેવાય છે. ખરેખર જોવા જઈએ તો આ યોજના ત્રણ મોટા ફાયદા આપે છે. પહેલું 60 વર્ષથી ઉંમર થયા પછી રૂપિયા 1,000થી માંડીને રૂપિયા 5,000 સુધીનું ગેરંટેડ પેન્શન મળે છે. બીજુ યુઝર એટલે ખાતેદારનું મૃત્યું થાય તો તેવા કિસ્સામાં પતિ અથવા પત્નીને નક્કી રકમનું પેન્શન મળે છે અને ત્રીજુ બન્નેનું મૃત્યું થયા પછી 60 વર્ષની ઉંમર સુધી જમા રકમ નોમિને પરત કરી દેવાય છે.
પેન્શનની ગણતરી
અટલ પેન્શન યોજના અનુસાર મળનારી પેન્શનની ગણતરી જોઈએ તો… તમારી ઉંમર 18 વર્ષ છે અને આ યોજનામાં ખાતુ ખોલાવીની તમે દરરોજના ફક્ત સાત રૂપિયાની બચત કરો છો તો મહિને રૂપિયા 210ની બચત થાય છે. આટલી જ બચત પર દર મહિને રૂપિયા 5,000 પેન્શન મેળવી શકાય છે. તેમજ 60 વર્ષની ઉમર પછી તમારે દર મહિને રૂપિયા 1,000 પેન્શન જોઈએ છે તો તમારે દર મહિને 42 રૂપિયાની બચત કરવાની રહે છે. અટલ પેન્શન યોજનામાં જોડાઈને પતિ પત્ની બન્ને રૂપિયા 10,000 સુધીનું દર મહિને પેન્શન મેળવી શકે છે.
60 વર્ષની ઉંમરે પેન્શન શરૂ
Atal Pension Yojana યોજના અનુસાર પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવું જરૂરી છે. ઉંમર 60 વર્ષ થતાની સાથે જ તમને દર મહિને પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. આ યોજનાની ખાસ વાત એ છે કે જો રોકાણકાર 60 વર્ષ પહેલા પોતાની જમા રકમ ઉપાડવી હોય તો કેટલીક પરિસ્થિતિમાં તે સંભવ છે.
આધાર કાર્ડ અને મોબાઈલ નંબર
અટલ પેન્શન યોજનામાં ખાતુ ખોલાવવા માટે તમારી પાસે બેંક(Bank) અથવા પોસ્ટ ઓફિસમાં(Post Office) સેવિંગ્સ ખાતું(Savings Account) ખોલાવવું જરૂરી છે. આધાર કાર્ડ અને એક્ટિવ મોબાઈલ નંબરની મદદથી તમે ખાતુ ખોલાવી શકો છો. આ યોજનામાં પૈસા જમા કરવા માટે તમને માસિક, ત્રિમાસિક અને છ માસિક સુવિધા ઉપલબ્ધ છે અને સાથે ઓટો ડેબિટ સગવડની સુવિધા મળે છે.
આવકવેરામાંથી બાદ મળે
અટલ પેન્શન યોજનામાં(Atal Pension Yojana) કરાયેલ રોકાણ પર આવકવેરાની કલમ(Income Tax Act) હેઠળ ટેક્સ બેનિફિટ્સ પણ મળે છે. એટલે કે ડબલ ફાયદો મળે છે. તમે પેન્શનની રકમ મેળવીને ટેક્સમાંથી છૂટકારો પણ મેળવી શકો છો. આ યોજનામાં રોકાણ કરીને 1.50 લાખ રૂપિયા સુધી ટેક્સ બચાવી શકો છો, આ છૂટ આવકવેરાની કલમ 80સી હેઠળ મળે છે.
Stock Market India – Most Watched Article
Stock Market India: નફારૂપી વેચવાલી વચ્ચે મજબૂત શેરબજાર, આગામી સપ્તાહે તેજી કેટલી આગળ વધશે?

