ગુજરાતના સુરેન્દ્રનગરમાં ઘીના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

by Gujarati biz news

ગાંધીનગર- ગુજરાતના સુરેન્દ્રનગરમાં ઘીના ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યું હતું અને 2700 કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે.(Adulterated ghee seized from Surendranagar)

ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમનના કમિશનર ડો. એચ. જી. કોશિયાના (Commissioner Dr. H. G. Koshiya) જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને શુધ્ધ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.

સત્તાવાર માહિતી અનુસાર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, (Gujarat Food and Drug Regulatory Authority) સુરેન્‍દ્રનગર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તા. 03-06-2025ના દિવસે મે. શિવ ઇન્‍ડસ્‍ટ્રીઝ, સર્વે નંબર: 75-21 ચોટીલા રોડ, મુ. ગુગલીયાના, તા: થાનગઢ, જિ. સુરેન્‍દ્રનગરમાં સંયુક્ત તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્થળ પર પેઢી ના જવાબદાર રાજેશભાઇ ભરતભાઇ ચાવડાને હાજર રહ્યા હતા અને તેઓએ લાઈસન્સ ની નકલ રજૂ કરી હતી. સ્થળ પર રહેલ જથ્થા વિશે પૂછપરછ કરતા વેપારીએ હાલમાં પેઢીમાં તૈયાર કરેલ ઘી (શ્રી ભોગ બ્રાન્ડ), લુઝ ઘી, ઘી બનાવવા માટેના બટર તેમજ રીફાઇન્‍ડ પામોલીન ઓઇલ હાજરમાં હોવાનું સ્વીકાર્યું હતું. જે ખાદ્યચીજ ઘીમાં પ્રાથમિક દ્રષ્ટીએ ભેળસેળની શંકા જતા તંત્ર દ્રારા કાયદા હેઠળની કાર્યવાહી કરતાં રાજેશભાઇ ભરતભાઇ ચાવડાની હાજરીમાં ઘી સહિત અન્ય ખાદ્યચીજના એમ કૂલ ચાર નમુના લેવામાં આવ્યા હતા.

વધુમાં ઘીનો નમુનો લીધા બાદ બાકીનો આશરે 2700 કિગ્રા કે જેની અંદાજીત કિંમત આશરે રૂપિયા 13 લાખથી વધુ થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત લીધેલ તમામ ચાર નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

Top Gujarat RTI News

https://www.gujaratibiznews.com/gujarat/radical-change-in-the-implementation-of-the-right-to-information-act-2005-in-gujarat/

આ ઉપરાંત, તંત્ર દ્વારા ઉક્ત વેપારીની અન્ય પેઢી મે. મહેશ્વરી પ્રોડક્ટસ એન્‍ડ કેમીકલ્સ, મુ. ગુગલીયાના, તા: થાનગઢ, જિ. સુરેન્‍દ્રનગરમાં તપાસ કરતા સ્થળ પરથી રીફાઇન્‍ડ પામોલીન ઓઇલની હાજરી જોવા મળી હતી, જેનો હાજર જવાબદાર રાજેશભાઇ ભરતભાઇ ચાવડાની હાજરી માં નમૂનો લેવામાં આવ્યા બાદ જે ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

You will also like

Leave a Comment