ગાંધીનગર- Gujarat Farmers News ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં આગામી તારીખ 11 જૂન, 2026 ગુરૂવારથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવાની મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆતો કરી હતી.
પાણી છોડવાનો નિર્ણય
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક તાત્કાલિક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબદ્ધ પાણીના જથ્થાની સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યપ્રધાને ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલાં એટલે કે તારીખ 11 જૂન, 2026 ગૂરૂવારથી પાણી છોડવાના દિશા નિર્દેશો આ બેઠકમાં આપ્યા હતા.(Gujarat Farmers News)
ઉચ્ચસ્તરીય બેઠક
Gujarat Farmers News મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ મૂકેશ પૂરી, પાણી પુરવઠા અગ્ર સચિવ શાહમીના હુસેન, મુખ્યપ્રધાન અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર કમાન્ડ એરિયા રાબડીયા, ડાયરેક્ટર કેનાલ તેમજ પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ ભગદેવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નોંધનીય છે કે સરદાર સરોવર ડેમ એ ભારતના સૌથી મોટા બહુહેતુક નદી પ્રોજેક્ટ્સમાંનો એક છે. જે ગુજરાતના કેવડિયા નજીક નર્મદા નદી પર બાંધવામાં આવ્યો છે. જેને પગલે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોને લાભ થયો છે. સરદાર સરોવર ડેમ 163 મીટર ઊંચો છે. ભારતના સૌથી મોટા જળાશયોમાનો એક છે. જેનું મુખ્ય કામ પીવાના પાણીનો પુરવઠો પુરો પાડે છે, જળવિદ્યુત ઉત્પાદન કરે છે અને પુર નિયંત્રણનું કાર્ય કરે છે.
પીવાનું પાણી પુરુ પાડે છે
નર્મદા નદી પર ડેમ બંધાવવાથી ગુજરાતના હજારો ગામડાઓ, નગરો અને શહેરોને પીવાનું પાણી પુરુ પાડે છે.(Gujarat Farmers News) તેમજ લાખો હેકટર ખેતીલાયક જમીનનને સિંચાઈ કરે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના પાણી વગરના વિસ્તારોને ઉપયોગી છે. તે ઉપરાંત ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં મદદ કરે છે અને ઔદ્યોગિક વિકાસને ટેકો આપે છે.
ગુજરાતની જીવાદોરી
સરદાર સરોવર ડેમએ ગુજરાતની જીવાદોરી સમાન છે. ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ લાવવામાં નર્મદા નદીના પાણીના સિંચાઈ ઉપયોગ થયો છે. તેમજ પાણીની અછતવાળા વિસ્તારોને પીવાનું પાણી પુરુ પાડે છે અને રાજ્યભરમાં કૃષિ અને સિંચાઈમાં ખૂબ ઉપયોગી છે. તેમજ વરસાદની અછત હોય ત્યારે નર્મદા નદીનું પાણી અમૃત સમાન અને નવ જીવન પુરુ પાડે છે.
Monsoon 2026 in Gujarat – Most Trending News
Monsoon 2026 in Gujarat: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી કયારે? હવામાન વિભાગનું મોટુ અપડેટ

