Stock Market India: શેરબજારમાં રીકવરી, બેંક નિફ્ટીમાં જોરદાર તેજી, કાલે માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે મંગળવારે રીકવરી આવી હતી. બ્લૂચિપ શેરોમાં નીચા લેવલે વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 394 પોઈન્ટ વધી 73,918 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 119 પોઈન્ટ વધી 23,242 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 1130 પોઈન્ટ ઉછળી 55,194 બંધ થયો હતો. નિફ્ટી વીકલી એક્સપાયરીએ મંદીવાળાઓની કાપણી રહી હતી. તેમજ બેંક શેરોમાં ભારે લેવાલીથી નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. શેરબજારમાં રીકવરી આવવાના કયા કારણો? કાલે માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે? સુધારો આગળ વધશે કે પછી સેલીંગ આવશે? ટેકનિકલી માર્કેટ(Share Market India) કેટલું મજબૂત?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 394 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) આજે સવારે 74,035ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં તે જ દિવસનો હાઈ બન્યો હતો. ત્યાં નફારૂપી વેચવાલી આવતાં ઘટી 73,426 થઈ અને ત્યાં ટેકારૂપી નવી લેવાલી આવતાં સુધરી 73,918.76 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 394.50 વધ્યો હતો.

નિફ્ટી 119 પોઈન્ટ પ્લસ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 23,259 ખૂલીને શરૂમાં નવી લેવાલીથી ઝડપી વધી 23,279 થઈ અને ત્યાં નફાવાળાની વેચવાલી આવતાં ઘટી 23,104 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ફરી પાછો સુધરી 23,242.10 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 119.10ની મજબૂતી દર્શાવે છે.

શેરબજારમાં સુધારો આવવાના કારણો

(1) ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ બંધ થયું છે. ટ્રમ્પના કહેવાથી ઈરાને ઈઝરાયલ પર હૂમલા બંધ કર્યા છે અને સામે ઈઝરાયલે પણ ઈરાન પર એટેક બંધ કર્યો છે. હાલ સીઝફાયર છે, પણ અનિશ્ચિતતાનો માહોલ છે. તેમ છતાં હાલ યુદ્ધ બંધ થયાના સારા સમાચાર આવ્યા હતા. જેની વિશ્વના સ્ટોક માર્કેટ પર પોઝિટિવ અસર થઈ હતી.

(2) યુદ્ધ બંધ થવાના સમાચાર પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 2 ડૉલર ઘટી 92.43 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 2 ડૉલર ઘટી 89.23 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

(3) ફોરેક્સ માર્કેટ ડૉલર સામે રૂપિયો 39 પૈસા વધી 95.32 પર ટ્રેડ કરતો હતો. જેની ભારતીય શેરબજાર પર પોઝિટિવ અસર જોવાઈ હતી.

(4) ઉપરોક્ત પોઝિટિવ ન્યૂઝને કારણે ડાઉ ડોન્સ અને નેસ્ડક સુધરીને આવ્યા પછી આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટમાં નવા બાઈંગથી ઉછાળો આવ્યો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા, લંડનનો ફૂટસી ઈન્ડેક્સ સામાન્ય માઈનસ હતા. બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 175 પોઈન્ટ પ્લસ હતો. જેથી ભારતીય શેરબજારમાં નવી લેવાલીથી રીકવરી આવી હતી.

(5) આજે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી. જેથી મંદીવાળાઓની વેચાણ કાપણીથી ઝડપી રીકવરી જોવાઈ હતી. તેની સાથે બેઉ તરફી કામકાજે બે તરફી ભારે વધઘટ નોંધાઈ હતી. મોટાભાગે આજે ઉભી પોઝીશન સ્કેવરઓફ થઈ હતી, અથવા તો રોલ ઓવર થઈ હતી.

નેગેટિવ કારણો

(1) આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડ્યું છે. ફિચે મિડલ ઈસ્ટ યુદ્ધ પછી ભારતના જીડીપીનું અનુમાન નાણાકીય વર્ષ 2027માં 6.7 ટકાથી ઘટાડીને 6.4 ટકા કર્યું છે.

(2) ભારતીય શેરબજારમા એફઆઈઆઈ સતત નેટ સેલર રહી છે. 8 જૂને એફઆઈઆઈએ રૂપિયા 5,555 કરોડનું વેચાણ કર્યું હતું. આમ જૂન મહિનાની કુલ છ ટ્રેડિંગ સેશનમાં થઈને કુલ રૂપિયા 31,669 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું છે.

મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ઉછાળો

મીડકેપ ઈન્ડેક્સ 809 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 300 પોઈન્ટ વધ્યો હતો. જેને પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2380 શેરના ભાવ વધ્યા હતા અને 904 શેરના ભાવ ઘટ્યા હતા.

100 શેરમાં અપર સર્કિટ

આજે મંગળવારે 78 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 51 શેર બાવન વીક લો પર બંધ હતા. તેવી જ રીતે 100 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 89 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

ઈન્ડિગો(3.95 ટકા), જિઓ ફાઈનાન્સ(2.33 ટકા), એસબીઆઈ(2.26 ટકા), એક્સિસ બેંક(2.07 ટકા) અને આઈસીઆઈસીઆઈ બેંક(2.06 ટકા).

સૌથી વધુ ગગડેલા શેર

ટિટાન(2.20 ટકા), ઓએનજીસી(1.93 ટકા), એનટીપીસી(1.78 ટકા), પાવરગ્રીડ(1.65 ટકા) અને ઈટરનલ(1.15 ટકા).

કાલે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે?

ટેકનિકલી જોવા જઈએ તો સેન્સેક્સ અને નિફ્ટી વીક છે. નિફ્ટી 23,300 નીચે છે અને સેન્સેક્સ 74,200 ની નીચે છે. આ બન્ને ખૂબ અતિમહત્વના સપોર્ટ લેવલ છે. જ્યાં સુધી આ બે લેવલ ક્રોસ ન થાય ત્યાં સુધી દરેક ઉછાળે વેચીને લેવાનું છે. તેની સામે બેંક નિફ્ટી 54,300ના લેવલને ક્રોસ કરી ગયું છે. જેથી બેંક નિફ્ટી તેજીમાં છે. ઉપરમાં 55,800 સુધીનું લેવલ બતાવે તો નવાઈ નહી. નિફ્ટીમાં 23,300 પછી 23,800 અને પછી 24,000ના આ ત્રણ લેવલ તેજી કરવા માટે ખૂબ મહત્ત્વના છે.

You will also like

Leave a Comment