અમદાવાદ- Monsoon 2026 in Gujarat ગુજરાતમાં હાલ ભારે ગરમી પડી રહી છે. 10 દિવસ પહેલા કમોસમી વરસાદ પડી ગયા પછી તાપમાનમાં સામાન્ય ઘટાડો જરૂર થયો છે, પણ બપોરે બફારા સાથે ભીષણ ગરમી પડી રહી છે. દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદ પડુ પડુ થઈ રહ્યો છે. પણ ઠંડક થાય તેવો વરસાદ આવ્યો નથી. સવાલ એ છે કે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી કયારે થશે?
ચોમાસુ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે…
હવામાન વિભાગના લેટેસ્ટ રીપોર્ટ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બંગાળની ખાડી અને પૂર્વોત્તર ભારતમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. 7 જૂન સુધીમાં ચોમાસુ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને અરૂણાચલ પ્રદેશના મોટાભાગના હિસ્સાને પુરી રીતે કવર કરી લીધું છે.
કેરળમાં 3 દિવસ મોડુ ચોમાસુ બેઠું
સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળમાં 1 જૂનના રોજ પ્રવેશી જાય છે. પણ આ વખતે ત્રણ દિવસ મોડુ 4 જૂને પ્રવેશ્યું હતું. તે પછી તે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને આ સમયે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ચુક્યું છે.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી સાથે ચેતવણી જાહેર કરી છે કે આગામી સાત દિવસ સુધી કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ(7-20 સેમી) થવાની સંભાવના છે. 8થી 10 જૂન દરમિયાન કર્ણાટકમાં પણ છૂટાછવાયા અતિભારે વરસાદની સંભાવના છે.

Monsoon 2026 in Gujarat હવે મહત્ત્વનો સવાલ એ છે કે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી કયારે થશે. હવામાન વિભાગે ભારતનો મેપ જાહેર કરીને કહ્યું છે કે 10 જૂન આસપાસ મુંબઈમાં વરસાદ શરૂ થઈ જશે, તે પછી 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઈ જશે. 20 જૂને મધ્ય ગુજરાત અને 30 જૂન સુધીમાં આખા ગુજરાતને ચોમાસાએ કવર કરી લીધું હશે.
ગુજરાતમાં તાપમાન
ગુજરાતમાં તાપમાન વધારે નોંધાયું છે. અમદાવાદમાં 41.5 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન હતું. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળો પર ભીષણ ગરમી સાથે બફોરા અનુભવાયો હતો. જો કે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી સાત દિવસ સુધી તાપમાનમાં કોઈ જ વધારો થશે નહી.

ગુજરાતના હવામાન વિભાગના કહેવા પ્રમાણે(Monsoon 2026 in Gujarat) 8 જૂનને સોમવારે નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ આવવાની આગાહી છે.
દિલ્હીમાં વરસાદની એન્ટ્રી કયારે?
તે સાથે હવે દિલ્હી અને એનસીઆરમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 25 જૂનથી 30 જૂનની વચ્ચે પહોંચવાની સંભાવના છે. સામાન્ય રીતે દિલ્હીમાં ચોમાસું પહોંચવાની તારીખ 27 જૂન હોય છે. જો કોઈ અવરોધ ઉભો ન થાય તો ચોમાસું આ વખતે સમયસર દિલ્હી પહોંચી જશે. વીતેલા વર્ષે દિલ્હીમાં ચોમાસું 29 જૂને પહોંચ્યું હતું.


