અમદાવાદ- Gujarat in Budget 2026 નાણાંપ્રધાન નિર્મલા સીતારમન(Finance Minister Nirmala Sitharaman) દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે. પણ આ Budget 2026માં ગુજરાતને શું મળ્યું અને કેટલો ફાયદો થશે.
ત્રણ કર્તવ્યને આધારે બજેટ
કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું બજેટ 2026 ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. આ ત્રણ કર્તવ્યોમાં, પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપીને તેને ટકાવી રાખવાનું, બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને તેમની કેપેસિટી બિલ્ડીંગનું છે. ત્રીજું કર્તવ્ય, સૌના સાથ, સૌના વિકાસના વિઝન સાથે સુસંગત છે. તેમજ કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય આપે છે, એમ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી હતી.
ગ્યાન પીલર્સ પર બજેટ
આ Budget 2026માં ગ્યાન એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત થશે. એટલું જ નહિ, સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને વિકસિત ભારતના નિર્માણમાં આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે.
ગુજરાતને શું મળ્યું? શું ફાયદો થશે?
(1) Gujarat in Budget 2026 લોથલ અને ધોળાવીરાનો દેશના પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે, તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે. દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીઝમાં પણ સ્થાનિક રોજગારીની તકો વધશે.
(2) 5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન બનાવવાની જાહેરાતથી ગુજરાતના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે.
(3) Gujarat in Budget 2026 ગુજરાત દેશમાં મ્યુનિસીપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ બોન્ડ માર્કેટને સુદ્રઢ કરવા માટે કેન્દ્ર સરકારનું પ્રશંસનીય કદમ છે. આ બજેટમાં મ્યુનિસીપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસીપાલીટીઝને પણ મળશે.
(4) આ બજેટ MSMEથી લઈને મોટા ઊદ્યોગ, સૌને માટે પ્રોત્સાહક બજેટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે અને MSME- પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી ગુજરાતના લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે.
(5) મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે, તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે.
(6) Gujarat in Budget 2026 ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ પણ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે. ગુજરાત ટેક્સ્ટાઈલ સેકટરમાં હબ છે.
(7) ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે.
(8) ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા સુરતને પૂર્વ ભારતના દાનકુની સાથે જોડવાની જાહેરાત લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની દિશામાં એક ‘માસ્ટરસ્ટ્રોક’ સાબિત થશે. Gujarat in Budget 2026 દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત પાસે હવે પૂર્વ ભારત તરફ વેપાર કરવા માટે ‘હાઈ-સ્પીડ’ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે, તે રાજ્યના વેપાર અને અર્થતંત્રને અભૂતપૂર્વ ગતિ આપશે. સુરતની આજુબાજુનો ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર વાપી, દમણ, વલસાડ, અંકલેશ્વરને ટ્રાન્સપોર્ટમાં ખૂબ મોટો લાભ થશે. અને તે ગુજરાતના ઉદ્યોગો માટે ગેમ ચેન્જર સાબિત થશે.