Sagittarius Zodiac: ધન રાશિનું એ ટુ ઝેડ, બિઝનેસ કે નોકરીમાં સફળતા મેળવવા શું કરશો?

by Gujarati biz news
Sagittarius Zodiac
Sagittarius Zodiac

Generated by AI

અમદાવાદ- Sagittarius Zodiac જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બાર રાશિ આવે છે. બાર રાશિઓના જાતકોનું અવલોકન કરીએ તો અલગઅલગ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. દરેક રાશિની આગવી વિશેષતા અને લક્ષણો હોય છે.  આજે આપણે નવમી રાશિ ધન રાશિના(Dhan Rashi- Sagittarius Zodiac) જાતકોનું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી અગે જાણીશું. ધન રાશિના(Sagittarius Zodiac) જાતકોને બિઝનેસમાં અથવા નોકરીમાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ?  તેમજ કયા ભગવાનની પૂજા કરવાથી લાભ થશે? આવો જાણીએ વિશેષ અહેવાલમાં ધન રાશિની એ ટુ ઝેડ માહિતી…

ધન (ભ, ધ, ફ, ઢ )

રાશિ ચક્રના 241° થી 270° સુધીના ભાગને ધન રાશિ(Sagittarius Zodiac) કહે છે. તેનું સ્વરૂપ ધનુષ્ય બાણ સાથેનો અર્ધ માનવ અને અર્ધ અશ્વ છે. તે શરીરના સાથળ અને જાંધો ઉપર અમલ કરે છે.

વ્યક્તિત્વ

આશાવાદી, સ્વતંત્રતા, પ્રેમાળ, ફાસ્ટ બોલનારા, વફાદાર, નિખાલસ દિલના, તત્વજ્ઞાની, ઊંડાચિંતક, હિંમતવાન, લાગણી પ્રધાન, ન્યાયી વલણવાળા હોય છે.

દેખાવ

ધન રાશિના જાતકોનો શારીરિક બાંધો સુંદર હોય છે. બેઠી દડીના, ઊંચા કદના લાંબા અને ભવ્ય ભરાવદાર શરીરવાળા હોય છે. ચહેરો ગોળમટોળ, ઘાટીલા, રક્તવર્ણના અને પીળાશ મિશ્રીત રંગવાળા, મનમોજીલા, ખુલ્લા દિલના, ઉદાર- ચંચળ મનના હોય છે. આનંદપ્રિય, સામાજિક વૃદ્ધિવાળા, ઉતાવળિયા હોય છે તેમજ મુસાફરીના શોખીન, ખાવાપીવાના શોખીન હોય છે.

રોજગારી

વકીલ, મહાત્મા, શાંત, લેક્ચરર, જ્યોતિષી, ગુપ્ત વિદ્યાના જાણકાર, મંત્રી, નેતા, ઉચ્ચ કક્ષાના અધિકારી, ગણિતજ્ઞ, ટ્રસ્ટી, સંસ્થાના સ્થાપક, વ્યાપારી, ઉપદેશક, સેલ્સમેન અને જજ હોય છે.

તંદુરસ્તી

ધન રાશિવાળાને(Sagittarius Zodiac) સામાન્ય રીતે નખ, વાળ, ચામડી જેવા રોગ થતાં હોય છે. હરસ, મસા, આંખની બીમારી થાય છે. ડાયાબિટીસ, હૃદય રોગ, બીપી જેવા રોગ થવાનો સંભવ રહે છે.

રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે

રાશિ વર્ણ ક્ષત્રિય છે.

રાશિનો રંગ પીળો છે.

રાશિનો આકાર અડધો માનવ છે.

રાશિની દિશા પૂર્વ છે.

રાશિની પ્રકૃતિ પીત છે.

રાશિ તત્વ અગ્નિ છે.

રાશિ લિગ પુરુષ છે.

રાશિની ઉન્નતી 36 માં વર્ષે થાય છે

રાશિના દેવતા વિષ્ણુ છે.

રાશિ લાભ દર ગુરુવારે ચણાની દાળ ગાયને ખવડાવી જોઈએ. તેમજ મીઠાઈ બ્રાહ્મણને અર્પણ કરવાથી લાભ રહે. જાણકાર પંડિતજીને આપના જન્માક્ષર બતાવીને તેમના માર્ગદર્શનથી ગુરુનું નંગ ધારણ કરવું. ધન રાશિના જાતકોને બિઝનેસ કે નોકરીમાં સફળતા મેળવવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ. દર ગુરુવારે એક સમય જમીને ઉપવાસ પણ કરી શકાય. ચણાની દાળ ગાયને ખવડાવવી. આપની સગવડ હોય તો ગળામાં સોનાની ચેઈન પહેરવી. સવારે ઘરની બહાર નીકળતાં આપના ગુરુને વંદન કરી અને ગુરુ મંત્રનો ત્રણ વખત જાપ કરીને બહાર નીકળવું, જેનાથી આપના દરેક દિવસ શુભ જશે.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

Scorpio Zodiac – Most Watched Article…. 

Scorpio Zodiac: વૃશ્ચિક રાશિનું વ્યક્તિત્વ જાણો, પ્રગતિ આડે અવરોધ દૂર કરવા શું કરશો?

You will also like

Leave a Comment