Gold Silver Market: ફેડ મીટિંગ પહેલા સોના ચાંદી બજારમાં ભારે ગભરાટ, આગામી સપ્તાહે તોફાનની શક્યતા

by Gujarati biz news
Gold Silver Market

Gold Silver Marketઅમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવ ઘટ્યા હતા. સતત બીજા સપ્તાહે સોનાચાંદીમાં વેચવાલી ચાલુ રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ(Gold Rate Today) 127 ડૉલર ઘટ્યું હતું. સોનાચાંદીના ભાવ કેમ ઘટ્યા? સપ્તાહના છેલ્લા દિવસે સોનાચાંદીના(Gold Price Today) ભાવમાં ઉછાળો કેમ આવ્યો? અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધની શું સ્થિતી રહી છે અને પીસ ડીલ કયા સુધી થઈ જશે? આગામી સપ્તાહે સોનાચાંદી બજાર(Bullion Market) કેવું રહેશે? આગામી સપ્તાહના બુધવારે ફેડરલ રીઝર્વની(Federal Meeting 2026) બેઠક મળશે, શું તેમાં ફેડ રેટમાં(Fed Rate) વધારો કરાશે? ગોલ્ડ સિલ્વર માર્કેટ પર શું અસર જોવા મળશે? ટેકનિકલી ગોલ્ડ સિલ્વર કયા મથાળે સપોર્ટ મેળવશે? શું હાલના ભાવ ગોલ્ડ સિલ્વરની ખરીદી કરી શકાય? ગોલ્ડ સિલ્વર માર્કેટ પર સ્પેશિયલ રીપોર્ટ….

જૂઓ વીડિયો….

અમદાવાદમાં સોનું 4000 રૂપિયા ઘટ્યું

અમદાવાદ સોનાચાંદી બજાર(માણેકચોક)માં શનિવારે 24 કેરેટ સોનું દસ ગ્રામે રૂપિયા 4,000 ઘટી રૂપિયા 1,53,000નો ભાવ રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસા એક કિલોએ રૂપિયા 2,50,000નો ભાવ રહ્યો હતો.

MCX ના ભાવ

એમસીએક્સમાં શક્રવારે ગોલ્ડ રૂપિયા 1,50,675નો ભાવ બંધ રહ્યો હતો. તેમજ સિલ્વર રૂપિયા 2,46,604નો ભાવ બંધ રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચર 127 ડૉલર તૂટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં(Gold Silver Market) ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર સપ્તાહના પ્રારંભે વધી 4368 ડૉલર થઈ ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 4046 ડૉલર થઈ અને નીચા મથાળે ટેકારૂપી નવી લેવાલી આવતાં શુક્રવારે મોડી રાતે વધી 4238 ડૉલર બંધ રહ્યો હતો. જે શુક્રવારે જ 124 ડૉલરનો ઉછાળો નોંધાયો હતો. જોકે ગત સપ્તાહની સરખામણીએ 127 ડૉલરનો ઘટાડો આવ્યો હતો.

સ્પોટ ગોલ્ડમાં 110 ડૉલરનું ગાબડું

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4363 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 4023 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4219 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ 110 ડૉલર તૂટ્યો હતો.

સિલ્વર ફ્યુચર 1.13 ડૉલર ઘટ્યું

સિલ્વર જુલાઈએ ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 69.18 ડૉલર થઈ અને ત્યાં ભારે સેલીંગ પ્રેશર આવતાં તૂટી 61.59 ડૉલર થઈ અને સપ્તાહના અંતે સુધરી 67.97 ડૉલર પર બંધ રહ્યો હતો. જે ગત  સપ્તાહની સરખામણીએ 1.13 ડૉલર ઘટ્યો હતો.

સ્પોટ સિલ્વરમાં નવી લેવાલી

સ્પોટ સિલ્વર સપ્તાહના પ્રારંભે વધી 69.04 ડૉલર થઈ અને ત્યાં વેચવાલી આવતા ઘટી 61.50 ડૉલર થઈ સપ્તાહના અંતિમ દિવસે ફરીથી નવી લેવાલી નીકળતાં ઉછળી 68 ડૉલર બંધ થયો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ 17 સેન્ટ્સ ની મજબૂતી દર્શાવે છે.

સપ્તાહના છેલ્લા દિવસે ગોલ્ડ સિલ્વરમાં ભારે લેવાલી

વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યૂમમાં ધીમી ગતિએ સુધારો થયો હતો. ચાર ટ્રેડિંગ સેશનમાં ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટયા હતા, જો કે સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારની મોડી રાતે ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી નીકળતાં ભાવ ઝડપી ઉછળ્યા હતા.

સોનાચાંદી બજારને અસર કરતાં પરિબળો

(1) અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર હોર્મુઝ પરથી પસાર થતું હતું, ત્યારે ઈરાને તેને તોડી પાડ્યું હતું. તેમ છતાં ઈરાને કહ્યું કે અપાચે અમે નથી તોડ્યું. પણ યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અપાચે તોડનાર ઈરાનને જવાબ આપવો પડશે. રાતોરાત મીલીટ્રી એક્શન લીધા અને ઈરાન પર એર સ્ટ્રાઈક કરી હતી. ટ્રમ્પે ઈરાનને સમજૂતિ કરી લેવા માટે ગંભીર ચેતવણી આપી અને સાથે ધમકી આપી હતી કે ઈરાન પર બોમ્બ ફેંકીશું. જો કે બે દિવસ પછી ટ્રમ્પે રાતોરાત મીલીટ્રી સ્ટ્રાઈક રદ કરી હતી અને દાવો કર્યો હતો કે ઈરાન સમજૂતિ કરવા તૈયાર છે. જો કે ઈરાન તરફથી કોઈ જ સ્ટેટમેન્ટ આવ્યું ન હતું. આમ ઉલટાસુલટી ન્યૂઝ વચ્ચે સપ્તાહની શરૂઆતે યુદ્ધના સમાચારથી ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળી હતી. પણ ઈરાન સમજૂતિ કરાર કરવા તૈયાર થયું છે, અને યુદ્ધ અટકી ગયું છે, તેમજ હોર્મુઝ પણ ખોલી નાંખવામાં આવશે. જેથી ક્રૂડની કીમતોમાં કડાકો બોલી ગયો હતો. આ ન્યૂઝ આવતાં ગોલ્ડ સિલ્વરમાં(Gold Silver Market) નવી લેવાલી આવીને ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.

(2) અમેરિકામાં મોંઘવારી દર વધીને 4.2 ટકા અને પ્રોડ્યુસ પ્રાઈઝ ઈન્ડેક્સ વધીને 6.5 ટકા આવ્યા હતા. યુએસએનો સીપીઆઈ દર વધીને 4.2 ટકા આવ્યો તે 2023 પછી ખૂબ ઝડપથી વધીને આવ્યો હતો. મોંઘવારી વધી તે યુએસની ઈકોનોમીને નુકસાનકર્તા છે. જેથી ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી ચાલુ રહી હતી.

(3) યુએસમાં બોન્ડનું યીલ્ડ વધ્યું હતું અને ડૉલર પણ મજબૂત થયો હતો. જેથી ગોલ્ડ સિલ્વરમાં દરેક ભાવે સેલીંગ રહ્યું હતું.

(4) આગામી સપ્તાહે યુએસમાં બુધવારે ફેડરલ રીઝર્વની બેઠક છે, જેમાં ફેડ રેટમાં વધારો થવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ઈરાન યુદ્ધને કારણે મોંઘવારી વધી છે, ફિસ્કલ ડેફિસીટ વધી છે, સરકારી દેવું વધ્યું છે. પૉલીસી તૈયાર કરનાર માટે આ મુશ્કેલ સમય છે. ફેડ રેટમાં વધારો થવાની ધારણાએ ગોલ્ડ સિલ્વરમાં(Gold Silver Market) વેચવાલી રહી હતી.

આગામી સપ્તાહે ઈકોનોમીક ઈવેન્ટ

આગામી સપ્તાહ ખૂબ જ મહત્ત્વનું બની રહેશે. સોમવારે મેન્યુફેકચરિંગ સર્વે અને બેંક ઓફ જાપાનની મોનેટરી પૉલીસી અંગે બેઠક, મંગળવારે રીઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાની મોનેટરી પૉલીસીની બેઠક મળશે. તેમજ બુધવારે યુએસ રીટેઈલ સેલ્સ ડેટા, યુએસ પેન્ડિંગ હોમ સેલ્સ ડેટા તેમજ ફેડરલ રીઝર્વની મોનેટરી પૉલીસી બેઠક મળશે.

તેમજ ગુરુવારે સ્વીસ નેશનલ બેંકની મોનેટરી પૉલીસીની બેઠક અને બેંક ઓફ ઈંગ્લેન્ડ મોનેટરી પૉલીસીની બેઠક મળનાર છે. તે સાથે યુએસ વીકલી જોબલેસ કલેઈમ ડેટા જાહેર થશે. શુક્રવારે જૂનટીન્થની રજા છે, જેથી શુક્રવારે યુએસના તમામ બજારો બંધ રહેશે.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં(Gold Silver Market) બે તરફી મોટી વધઘટ જોવા મળશે. ફેડરલ રીઝર્વની બેઠક પહેલા તોફાની વધઘટ આવી શકે છે. ટેકનિકલી ગોલ્ડમાં 4000 ડૉલરનું સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 4250 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલનું કામ કરશે. 4250 કૂદાવતાં 4400 ડૉલરનું લેવલ બતાવી શકે છે. તેવી જ રીતે સિલ્વરમાં 62 ડૉલર એ સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 72 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જો 72 ડૉલર કૂદાવશે તો 75 ડૉલર સુધી જઈ શકે છે. આગામી સપ્તાહે ગોલ્ડ 4000 ડૉલરનું લેવલ તોડશે તો 3850 ડૉલર બતાવે તો નવાઈ નહી.

You will also like

Leave a Comment