Stock Market India: ત્રણ દિવસના સુધારા પછી કડાકો, સેન્સેક્સ 1236 પોઈન્ટ તૂટ્યો, કાલે ઘટાડો આગળ વધશે?

by Gujarati biz news
Stock Market India

અમદાવાદ- Stock Market India ત્રણ દિવસના સુધારા પછી શેરબજારમાં કડાકો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1236 પોઈન્ટ તૂટી 82,498 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 365 પોઈન્ટ તૂટી 25,454 બંધ થયો હતો. બેંક નિફ્ટી 811 પોઈન્ટ તૂટી 60,739 બંધ થયો હતો. આજે તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી તમામ સેકટરના શેરોના ભાવ તૂટ્યા હતા. માર્કેટ કેપમાં 7 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. શેરબજાર તૂટવાના ત્રણ કારણો? કાલે બજારમાં ઘટાડો આગળ વધશે? ટેકનિકલી બજાર વીક થયું છે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 1236 પોઈન્ટ તૂટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 83,969ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધી 83,979 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 82,264 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,498.14 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 1236.11નો કડાકો બોલી ગયો હતો.

નિફ્ટી 365 પોઈન્ટ ગબડ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,873ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 25,885 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 25,388 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,454.35 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 365 પોઈન્ટનું ગાબડું દર્શાવે છે.

નફારૂપી જોરદાર વેચવાલી

ત્રણ દિવસના સુધારા પછી આજે ગુરુવારે(Stock Market India) શેરબજાર વધુ વઘીને ઊંચા મથાળે જ ખૂલ્યું હતું. જો કે આજે નવી લેવાલીનો તદન અભાવ હતો. ઉલ્ટાનું દરેક ઉછાળે ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે તમામ સેકટરના શેરોના ભાવ ગબડ્યા હતા. આજે માર્કેટ કેપિટલાઈઝેશનમાં 7 લાખ કરોડનું ધોવાણ થયું હતું. એફઆઈઆઈનું બાઈંગ હોવા છતાં તે કારણ ડિસ્કાઉન્ટ થયું હતું.

શેરબજારમાં ઘટાડાના કારણ

(1) અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે. અમેરિકાએ જહાજ, યુદ્ધ ફાઈટર અને લશ્કરી સરંજામ મોકલી આપ્યો છે. જે સમાચાર પાછળ આજે યુરોપિયન સ્ટોક માર્કેટ તૂટ્યા હતા અને યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 57 પોઈન્ટ માઈનસ હતો. ભારતીય શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ ખરડાયેલું હતું. મીડલઈસ્ટ દેશો પુરા વિશ્વને ક્રૂડ સપ્લાય કરે છે. હાલ મીડલઈસ્ટમાં જીઓ પોલિટિકલ ટેન્શન સર્જાયું છે. સ્ટ્રેટ ઓફ હોરમુઝ કાચા તેલની નિકાસના રસ્તો છે. જો અમેરિકા ઈરાન પર હૂમલો કરશે તો ક્રૂડના સપ્લાયનો રસ્સો બંધ થઈ શકે છે. જેથી ક્રૂડના ભાવમાં વધારો થશે.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને બ્રેન્ટના ભાવ ઉછળ્યા હતા. બ્રેન્ટ 71.08 ડૉલર અને ક્રૂડ 65.96 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે. ક્રૂડ આયાત કરતાં દેશોની બેલેન્સશીટ બગડવાનો ભય સર્જાયો છે. ક્રૂડના ભાવ વધે તેની સાથે મોંઘવારી પણ વધીને આવશે. પરિણામે શેરબજારનું સેન્ટિમેન્ટ ટોટલ નેગેટિવ થયું હતું.

(3) ત્રણ દિવસના ઝડપી સુધારા પછી આજે તેજીવાળા ખેલાડીઓએ પોતાની ઉભી પોઝિશન સરખી કરવારૂપી વેચવાલી કાઢી હતી. તેની સાથે અમેરિકા ઈરાનનું કારણ આવતાં વેચવાલી ભારે હતી. અને(Stock Market India) શેરબજાર ઝડપથી તૂટયું હતું.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે ગુરુવારે મીડકેપ ઈન્ડેક્સ 955 પોઈન્ટ તૂટ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 218 પોઈન્ટ ઘટ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 831 શેરના ભાવ વધ્યા હતા અને 2308 શેરના ભાવ ઘટ્યા હતા.

76 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 118 શેર બાવન વીક લો પર બંધ હતા.

84 શેરમાં અપર સર્કિટ અને 63 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

ઓએનજીસી(3.65 ટકા), એચડીએફસી લાઈફ(0.65 ટકા) અને હિન્દાલકો(0.59 ટકા)

ટોપ લુઝર્સ

ઈન્ડિગો(3.28 ટકા), અલ્ટ્રાટેક સિમેન્ટ(2.97 ટકા), એમ એન્ડ એમ(2.93 ટકા), બીઈએલ(2.84 ટકા) અને ટ્રેન્ટ(2.80 ટકા)

કાલે શેરબજાર કેવું રહશે?

ત્રણ દિવસના સારા એવા સુધારા પછી(Stock Market India) આજે કડાકો બોલી ગયો છે. ટેકનિકલી માર્કેટ ખૂબ જ વીક છે. નિફ્ટી 25,800 ઉપર ટકી શક્યો ન હતો. પરિણામે માર્કેટમાં ફ્રી ફૉલ જોવાયો હતો. સેન્સેક્સ પણ 83,800 ઉપર જવામાં નિષ્ફળ ગયો હતો. જેથી ભારે વેચવાલી ફરી વળી હતી. જો કે હવે નીચામાં નિફ્ટીમાં 25,150 સપોર્ટ લેવલ આવે છે, જો આ સપોર્ટ લેવલ તૂટશે તો 24,800 સુધી જઈ શકે છે. જ્યાં સુધી નિફ્ટી 25,800 ઉપર બંધ ન આવે ત્યાં સુધી દરેક ઉછાળે વેચીને લેવું.

(નોંધ- શેરબજારનું એનાલિસીસ આપવવાનો પ્રયાસ છે. આપ રોકાણ કરો તો નિષ્ણાતોની સલાહ લઈને કરવું)    

આ પણ વાંચો….

Gujarat Budget 2026: નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ નવા કરવેરા વગર રૂ.1184 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું

You will also like

Leave a Comment