Holika Dahan in Gujarat: સોમનાથમાં વૈદિક હોલિકા દહન, ભક્તો ઘરે બેઠા પવિત્ર દ્રવ્યો અર્પણ કરી શકશે

by Gujarati biz news
Holika Dahan in Gujarat

સોમનાથ- Holika Dahan in Gujarat હોલિકા ઉત્સવમાં સમગ્ર દેશમાં લાકડા દ્વારા હોલિકા દહન કરી ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના(First Jyotirlinga Somnath Mahadev) સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવશે. જેમાં વિશેષ રૂપે પર્યાવરણ ને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવશે.

Holika Dahan in Gujarat પર્યાવરણ અને આર્યુવૈદ

શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Narendra Modi) અધ્યક્ષતામાં પર્યાવરણને લક્ષમાં રાખીને વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાનના LiFE (લાઇફ સ્ટાઇલ ફોર ઇન્વાયરમેન્ટ) અભિગમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને લાભ કરતું અને દર્શનાાર્થીઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ એ પ્રકારનું વૈદિક હોલિકા દહન(Holika Dahan in Gujarat) યોજવામાં આવનાર છે.

બીજી માર્ચે હોળી

તારીખ 02-03-2026ના રોજ સાંજે 8:00 કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિધિવત પૂજન કરીને હોલિકા પ્રાગટ્ય કરવામાં આવશે.(Holika Dahan in Gujarat) આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર અને શ્રી સોમનાથ મહાદેવના(First Jyotirlinga Somnath Mahadev) દર્શને આવનાર દેશવિદેશના ભક્તો જોડાશે.

ભક્તો માટે ઑનલાઈન હોલિકા આહુતિ અપાશે

આ વૈદિક હોલિકા દહનમાં ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ, ગીર ગાયનું ઘી, સમિધ કાષ્ઠ, સાત પ્રકારના અનાજ, કપૂર અને વિવિધ પ્રકારની ઔષધિઓ હોલિકામાં અર્પણ કરવાની વિશેષ વ્યવસ્થા કરાવવામાં આવી છે. જેમાં ભક્તો ઘરે બેઠા ટ્રસ્ટની વેબસાઇટ Somnath.org પર માત્ર 21 રૂપિયા ન્યોછાવર કરીને હોલિકામાં પવિત્ર આહુતિ અર્પણ કરી શકશે. તેમજ હોલિકા દહનના દર્શન કરી શકશે.

ગોમય દહનનું શાસ્ત્રોક્ત મહત્વ

શાસ્ત્રોકત દૃષ્ટિએ તેમજ આયુર્વેદ અનુસાર આ તમામ સામગ્રીઓનું દહન પર્યાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે વાત, પિત્ત અને કફના દોષોને પણ દૂર કરનાર છે. આ પવિત્ર દ્રવ્યોથી હોલિકા દહન કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.(Holika Dahan in Gujarat) આ પ્રસંગે પ્રત્યક્ષ સોમનાથ આવનાર ભક્તો માટે પણ તેઓ આ ગોમય યુક્ત આહુતિ અર્પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશ્વ કલ્યાણની ભાવના

ભક્તો હોલિકામાં પ્રજ્વલિત અગ્નિ દેવતાને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી છાણાં અર્પણ કરી શકશે. આ કાર્યક્રમના માધ્યમથી વૈદિક હોલિકા પદ્ધતિને અને વૈદિક સંસ્કૃતિને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવશે.

Top Trending News

Holi in Gujarat: ગુજરાત એસટી નિગમ 1300 વધારાની બસો દોડાવશે, દ્વારકા અને ડાકોર માટે કેટલી બસ મુકાઈ?

You will also like

Leave a Comment