અમદાવાદ- Lunar Eclipse 2026 આ વર્ષે 3 માર્ચ, 2026ના રોજ પૂર્ણ ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. હિન્દુ ધર્મમાં ચંદ્ર ગ્રહણને(Chandra Grahan 2026) ફક્ત ખગોળિય ઘટના નહી પણ ધાર્મિક રૂપમાં ખૂબ જ મહત્ત્વનું માનવમાં આવે છે. શાસ્ત્રોમાં લખ્યા અનુસાર જ્યારે પૃથ્વીની છાયા ચંદ્રમાં પર પડે છે, ત્યારે ગ્રહણ થાય છે. આ સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જા વધે છે. તેટલા માટે વિશેષ સાવધાની અને પૂજાપાઠનું મહત્ત્વ દર્શાવ્યું છે. આવો આપણે જાણીએ કે ચંદ્ર ગ્રહણનો સમય, સુતક કાળ, કેટલો સમય રહેશે અને ગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ.(A full lunar eclipse will be visible in India on March 3, time, Sutak period and what to do during the eclipse?)
ચંદ્ર ગ્રહણનો સમય
આ(Lunar Eclipse 2026) પૂર્ણ ચંદ્ર ગ્રહણ બપોરે 3.20 કલાકથી સાંજે 6.47 કલાક સુધી રહેશે. ભારતમાં ચંદ્રમા ઉદય લગભગ સાંજે 6.26 કલાકે થશે. એટલા માટે અહીંયા ગ્રહણનું અંતિમ ચરણ જ દેખાશે, અધિકત્તમ ગ્રહણ સાંજે 6.33થી 6.40 કલાકની વચ્ચે રહેશે.
સુતક કાળનો સમય
Lunar Eclipse 2026 આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું છે. એટલા માટે સુતક કાળ માન્ય રહેશે. 3 માર્ચની સવારે 6.23 કલાકથી સુતક કાળ શરૂ થઈ જશે. સુતક કાળ દરમિયાન મંદિરોના કપાટ બંધ કરી દેવાય છે અને ભગવાન કે માતાજીની મૂર્તિઓને સ્પર્શ કરાતો નથી. આ સમયે શુભ કાર્ય, વિવાહ, ગૃહપ્રવેશ અથવા કોઈ નવું કામ શરૂ કરવું ન જોઈએ. ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. તમામ માંગલિક કાર્યો વર્જિત મનાય છે.
ગ્રહણ દરમિયાન કયો જાપ કરશો?
ધાર્મિક દ્રષ્ટિએ Chandra Grahan 2026 ના સમયમાં ભગવાન વિષ્ણુ અથવા શિવના નામ જાપ કરવું શુભ મનાય છે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો લાભદાયક ગણાય છે. ગીતા, રામાયણ અથવા વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ પણ કરી શકાય છે.
ગ્રહણ સમાપ્ત થયા પછી….
Lunar Eclipse 2026 ગ્રહણ સમાપ્ત થાય પછી સ્નાન કરવું જરૂરી મનાય છે. ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ અને ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવીને ફરીથી પૂજા કરવી જોઈએ. તે પછી તમે દાન પુણ્ય કરવું તે શુભ મનાય છે. જરૂરિયાતવાળાઓને અન્ન, વસ્ત્ર અથવા ધનનું દાન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
ચંદ્ર ગ્રહણ વૈજ્ઞાનિક રીતે
Lunar Eclipse 2026 ચંદ્ર ગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, જે સૂર્યપ્રકાશને ચંદ્ર સુધી પહોંચતા અટકાવે છે. તે ફક્ત પૂર્ણ ચંદ્ર દરમિયાન જ થઈ શકે છે. ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં ગોઠવાય છે. ચંદ્રગ્રહણના(Chandra Grahan 2026) ત્રણ મુખ્ય પ્રકાર છે: પૂર્ણ, આંશિક અને ઉપછાયા. પૂર્ણ ચંદ્રગ્રહણમાં, ચંદ્ર લાલ રંગનો દેખાય છે, જેને ઘણીવાર “બ્લડ મૂન” કહેવામાં આવે છે. લાલ રંગ પૃથ્વીના વાતાવરણ દ્વારા સૂર્યપ્રકાશને વિખેરવા અને ચંદ્ર તરફ લાલ પ્રકાશ વાળવાને કારણે થાય છે.
નરી આંખો જોઈ શકાય
ચંદ્રગ્રહણ નરી આંખે જોવા માટે સલામત છે. સૂર્યગ્રહણથી વિપરીત, તેને જોવા માટે કોઈ ખાસ રક્ષણાત્મક ચશ્માની જરૂર નથી. ચંદ્રગ્રહણ પ્રકાર અને ગોઠવણીના આધારે ઘણા કલાકો સુધી ટકી શકે છે. વૈજ્ઞાનિકો પૃથ્વીના વાતાવરણ અને ચંદ્રની સપાટીને વધુ સારી રીતે સમજવા માટે ચંદ્રગ્રહણનો અભ્યાસ કરે છે.