નવી દિલ્હી- Israel Iran US War ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈનું હવાઈ હૂમલામાં મોત થયું છે. સરકારી મીડિયા અનુસાર 28 ફેબ્રુઆરીએ તેહરાનમાં હવાઈ હૂમલા દરમિયાન અલી ખામેનેઈની ઓફિસને નિશાન બનાવી હતી. તે હૂમલામાં 86 વર્ષના ખામેનેઈનું મોત થયું છે. સરકારે કહ્યું છે કે આ હૂમલા ખાસ કરીને સરકારી ઠેકાણા પર કરાયા હતા.(Iran’s Supreme Leader Khamenei dies, his son takes over)
40 દિવસનો રાષ્ટ્રીય શોક
આ ઘટના પછી ઈરાનમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. સાથે સાત દિવસની સાર્વજનિક રજા જાહેર કરાઈ છે. દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મોટા શહેરો અને સરકારી ઈમારતોની બહાર વધારાના સુરક્ષાબળો ગોઠવી દેવાયા છે.(Israel Iran US War)
ખામેનેઈ 37 વર્ષથી સત્તા પર
Israel Iran US War ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું ઈઝરાયલ અને અમેરિકાના હૂમલામાં મોત થયું છે. તેઓ 86 વર્ષના હતા. તેમના મોતની સાથે મિડલ ઈસ્ટમાં એક સૌથી શક્તિશાળી અધ્યાયનો અંત થયો છે. ખામેનેઈ પાછલા 37 વર્ષથી ઈરાનની સત્તા પર હતા. તેઓ માત્ર ઈરાનના સૌથી મોટા નેતા હતા, પણ સાથે પુરી દુનિયામાં શિયા રાજનીતિના સૌથી મોટા ચહેરામાં એક મનાતા હતા.
ખામેનેઈનો જન્મ મૌલવી પરિવારમાં
ખામેનેઈનો જન્મ 19 એપ્રિલ, 1939માં ઈરાનના મશહદમાં થયો હતો. તેઓ એક સાધારણ મૌલવી પરિવારમાંથી આવે છે. તેમણે નાની ઉંમરમાં જ મજહબી શિક્ષા લેવાની શરૂ કરી હતી. આગળના અભ્યાસ માટે તેઓ 1950ના દશકમાં કુમ જતા રહ્યા હતા અને માત્ર 11 વર્ષની ઉંમરમાં તેઓ મૌલવી બની ગયા હતા.
ખામેનેઈની છ વખત ધરપકડ
કુમમાં ખામેનેઈની મુલાકાત ઈસ્માલી ક્રાંતિના જનક આયાતુલ્લા રુહુલ્લાહ ખુમૈની સાથે થઈ હતી. ખુમૈનીના વિચારોએ ખામેનેઈની જિંદગીને પુરી રીતે બદલી નાંખી હતી અને ધીરે ધીરે ખુમૈનીના સૌથી વિશ્વાસું શાગિર્દોમાંથી એક બની ગયા હતા. ખામેનેઈ 1960ના દશકમાં ઈરાનના શાહ(રાજા)ની વિરુદ્ધ પ્રદર્શનમાં વધુ જોરથી ભાગ લીધો હતો. શાહની પોલિસે તેમની 6 વખત ઘરપકડ કરી હતી અને તેમને જેલમાં પુર્યા હતા. 1979માં જ્યારે ઈસ્લામી ક્રાંતિ સફળ થઈ ત્યારે ખામેનેઈની નવી સરકાર સૌથી મજબૂત સ્તંભ બનીને ઉભરી હતી. 1981માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને પર બોમ્બથી હૂમલો કરવામાં આવ્યો હતો. આ હૂમલામાં તેમના જમણો હાથ પેરાલાઈઝ થઈ ગયો હતો.
ઈરાન ઈરાક યુદ્ધ આઠ વર્ષ ચાલ્યુ
ખામેનેઈને ઈરાનના ઉપ રક્ષા પ્રધાન બનાવ્યા હતા અને તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર(IRGC) બનાવી હતી. આજના દોરમાં આઈઆરજીસી ઈરાનની સૌથી શક્તિશાળી સેના છે. ખામેનેઈને 1981માં ઈરાનના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. તેઓ અંદાજે 8 વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા. તેમના રાષ્ટ્રપતિ પદ રહ્યા ત્યારે ઈરાકના તાનાશાહ સદ્દામ હૂસૈને ઈરાન પર હૂમલા કર્યા હતા. તે પછી ઈરાન ઈરાક વચ્ચે 8 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું.
અમેરિકા અને ઈઝરાયલ દુશ્મન બન્યા
વર્ષ 1989માં અયાતુલ્લા રુહોલ્લાહ ખુમૈનીનું નિધન થયું. તેમના મૃત્યુ પછી અલી ખામેનેઈને ઈરાનના નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળમાં ઈરાનમાં પરમાણુ કાર્યક્રમ ઝડપથી આગળ વધ્યો હતો. તેને કારણે જ અમેરિકા અને ઈઝરાયલ સાથે તેમના સંબધ દુશ્મનીના થયા હતા. ખામેનેઈની ઓળખ એક સખત અને કટ્ટરપંથી નેતાના રૂપમાં હતી.
આ પણ વાંચો….
Iran Israel Conflict: વિશ્વના સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ, સોના ચાંદી અને ક્રૂડમાં ઉછાળો આવશે?