
ઈરાનના વિદેશ પ્રધાન રશિયા ગયા
હવે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવો પ્લાન(US Iran Peace Talks) બનાવીને ઈરાનને વાતચીત કરવાની ઓફર આપી છે. પણ આ વખતે તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન શાંતિ મંત્રણા કરવી હોય તો અને સમજૂતિ કરવી હોય તો તે ફોન કરે. અમેરિકાનું પ્રતિનિધિમંડળ તેમની સાથે વાત કરવા માટે કોઈ બીજા દેશમાં નહી જાય. આ વચ્ચે ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાધચી(Iran Foreign Minister Abbas Aradachi) 24 કલાકમાં બે વખત પાકિસ્તાનનો પ્રવાસ કરી ચુક્યા છે અને હવે તેઓ પુતિનને મળવા માટે રશિયા પહોંચ્યા છે. બન્ને વચ્ચે અમેરિકા સાથે સમજૂતિ માટે વાત થઈ શકે છે.
વિદેશપ્રધાન 24 કલાકમાં બે વખત પાકિસ્તાન ગયા
હવે એવું બની શકે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતિ કરાવવા માટે પુતિન પહેલ કરે. કારણ કે ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાધચી સોમવારે મોસ્કો પહોંચ્યા, ત્યાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. તેને ખૂબમહત્ત્વની કુટનિતી બતાવી રહ્યા છે. કારણ કે રશિયા પણ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતિના પક્ષમાં છે.(US Iran Peace Talks) અમેરિકા સાથે શાંતિ મંત્રણાની બીજા તબક્કાને લઈને અનિશ્ચિતતાની વચ્ચે અરાધચી 24 કલાકમાં બીજી વખત પાકિસ્તાનની મુલાકાત કરી હતી, ત્યાં તેઓ અસીમ મુનીરને મળ્યા હતા.
વાતચીતના દરવાજા બંધ નથી કર્યા
યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે(US President Donald Trump) હવે ઈરાનને સીધી રીતે જ વાત કરવાનું આમંત્રણ આપી દીધું છે. તેમણે કહ્યું છે કે અમેરિકા વાતચીતના દરવાજા બંધ નહી કરે. પરંતુ ઈરાને ફોન પર વાત કરવી પડશે. તેમજ વાતચીતની પહેલ પણ ઈરાને જ કરવી પડશે.
ઈરાન બે ભાગમાં વહેંચાયું
ઈરાનમાં હાલ બે પ્રકારના લોકો છે. જેમાં સમજૂતિ(US Iran Peace Talks) લઈને વાતચીત ચાલી રહી છે, તેઓ સમજદાર છે. પરંતુ બીજા લોકો છે તેમણે ઈરાનને બરબાદ કરવાની કસમ ખાધી છે. આશા છે કે ઈરાન સમજદારીથી કામ લેશે અને જો એમ નહી થાય તો ઈરાને તેના પરિણામ ભોગવવા પડશે.
ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા નહી દઈએ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનને પરમાણું હથિયાર બનાવવા દેશુ નહી. ઈરાનના પરમાણું કાર્યક્રમને પુરી રીતે સમાપ્ત કરી દઈશું. તેમની સૌથી મોટી માંગ એ છે કે ઈરાનમાંથી પરમાણું કાર્યક્રમ સાથે જોડાયેલી એક એક ચીજ ખતમ કરવાની છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે નાટો એટલે કે પશ્ચિમી દેશોના સૈનિક ગઠબંધન પર ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે અમારે જરૂરિયાત હતી, ત્યારે નાટોએ કામમાં આવ્યું નથી. પણ સમય અમારો પણ આવશે.
મિત્રતા નિભાવવાનો કોઈ અર્થ નથીઃ ટ્રમ્પ
બ્રિટનને લઈને ટ્રમ્પે કહ્યું છે કે બ્રિટન તેમના જહાજ ત્યારે મોકલશે, કે જ્યારે યુદ્ધ ખતમ થઈ જશે. યુદ્ધના સમયે સાથ આપવો જોઈએ. ખતરો સમાપ્ત થઈ જાય પછી મિત્રતા નિભાવવાનો કોઈ અર્થ રહેતો નથી. તેમજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનને સૌથી ખરાબ હોવાનું કહ્યું હતું, પણ આ મામલામાં ચીને સમજદારી દર્શાવી છે.
આ પણ વાંચો….
Gold Silver Market: સોના ચાંદીના ભાવ તૂટ્યા, આગામી સપ્તાહે વધુ ઘટશે કે પછી લેવાલી આવશે?

