અમદાવાદ- Stock Market India શેરબજારમાં ભારે વેચવાલીથી કડાકો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 582 પોઈન્ટ તૂટી 76,913 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 180 પોઈન્ટ ઘટી 23,997 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 540 પોઈન્ટ તૂટી 54,863 બંધ હતો. તમામ સેકટરના શેરોમાં જોરદાર સેલીંગ આવ્યું હતું, પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. માર્કેટ કેપમાં રૂ.4 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. હવે શેરબજાર તૂટવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે બજાર કેવું રહેશે? આગામી સપ્તાહે પણ ઘટાડો આગળ વધશે? પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામની શું અસર પડશે? સપોર્ટ લેવલ અને રેઝિસ્ટન્સ લેવલ જાણીશું. તેમજ આગામી સપ્તાહે બે સમાચાર ખૂબ મહત્ત્વના રહેશે, આ બે સમાચાર શેરબજારની(Share Market India) દિશા નક્કી કરશે.
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 582 પોઈન્ટ ગબડ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,014ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને ઑલરાઉન્ડ વેચવાલી નીકળતાં ઝડપી તૂટી 76,258 થઈ અને ત્યાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો, જેથી સુધરી 77,254 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,913.50 બંધ થયો હતો. જે ગઈકાલ બંધની સરખામણીએ 582.86નું ગાબડુ દર્શાવે છે.
નિફ્ટી 180 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 23,996ના નીચા મથાળે ખૂલીને શરૂમાં ઝડપી ગબડી 23,796 થઈ અને ત્યાંથી ઈન્ટ્રાડેમાં રીકવર થઈ 24,087 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 23,997.55 થઈ બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 180.10નું ગાબડુ દર્શાવે છે.
શેરબજાર તૂટવા પાછળના કારણો
(1) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર તેમના ફોટા સાથેની પોસ્ટ મુકી છે. તેમાં લખ્યું છે કે The Strom is coming. Nothing can stop what is comming. એટલે કે તોફાન આવી રહ્યું છે, જે આવી રહ્યું છે તેને કોઈ રોકી નહી શકે. ઈરાન સાથેની શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે, જે પછી ટ્રમ્પની પોસ્ટ ઈરાન સાથે યુદ્ધ કરવા અંગેનું અલ્ટીમેટમ છે. જેને કારણે વિશ્વના સ્ટોક માર્કેટ ઘટ્યા હતા.
(2) મીડિયા રીપોર્ટ અનુસાર અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ એ ઈરાન પર હૂમલો કરવા માટેની એક વિસ્તૃત યોજના તૈયાર કરી છે. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે જ ગુરુવારે તેનું બ્રીફિંગ જાણવાના છે. હવે ટ્રમ્પ સૈન્ય કાર્યવાહી કરશે, તેવી વાત નક્કી થાય છે.
(3) ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ પર નાકાબંધી હટાવવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. તેલ કંપનીઓના અધિકારીઓ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે મહિનાઓ સુધી નાકાબંધી રહી શકે છે. જે સમાચાર પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ વધીને 120 ડૉલર ક્રોસ કરી ગયો હતો. જો કે તે પછી ઘટીને 110 ડૉલર રહ્યો હતો. જેથી શેરબજારના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર પડી હતી.

(5) પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી, કેરળ, તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામો 4 મેને સોમવારે આવશે. જે અગાઉ એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા. જે મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે રસાકસી દર્શાવી છે. તો અન્ય પોલમાં ભાજપની સરકાર બની રહી છે. આમ એક્ઝિટ પોલ ક્લિયર ન રહેતાં ભારતીય શેરોમાં વેચવાલી ફરી વળી હતી.
(6) ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ સતત નેટ સેલર રહી છે. 29 એપ્રિલે એફઆઈઆઈએ રૂપિયા 2,468 કરોડનું નેટ સેલ કર્યું હતું. તેમજ એપ્રિલ મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 62,087 કરોડનું જંગી વેચાણ કર્યું છે. આમ એફઆઈઆઈનું સેલીંગ પ્રેશર રહેતા શેરબજારમાં દરેક ઉછાળે વેચવાલી આવી જાય છે.
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?
શેરબજાર ટેકનિકલી વીક છે. સેન્સેક્સમાં 76,200, નિફ્ટીમાં 23,800 અને બેંક નિફ્ટીમાં 54,450 સપોર્ટ લેવલ છે. જો આ સપોર્ટ લેવલ તૂટશે તો શેરબજારમાં મોટો કડાકો બોલી જશે. બીજી તરફ સેન્સેક્સમાં 77,300, નિફ્ટીમાં 24,100 અને બેંક નિફ્ટીમાં 55,200 રેઝિસ્ટન્સ લેવલ છે. જો રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો જ શેરબજારમાં તેજી આગળ વધશે. અન્યથા દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે.
આગામી સપ્તાહે બે ન્યૂઝ અતિમહત્ત્વના
આગામી સપ્તાહે 4 મેના રોજ પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામ અને યુએસ ઈરાન વચ્ચે યુદ્ધ આ બે ન્યૂઝ પર નજર રાખવી રહી. આ બન્ને ન્યૂઝ શેરબજારની દિશા નક્કી કરશે.
આ પણ વાંચો….
Stock Market India: સેન્સેક્સમાં 609 પોઈન્ટનો ઉછાળો, હવે શું ધ્યાન રાખવાનું છે?

