અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટ્યા હતા.(Gold Rate Today) ચાર સપ્તાહની તેજીને બ્રેક વાગી હતી. સોનાચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.(Gold Price Today) વીતેલા સપ્તાહે ટ્રેડિંગ વોલ્યુમ ઘટ્યું હતું. વીતેલા સપ્તાહે ઓપન ઈન્ટરેસ્ટ પોઝિશન ઘટી હતી. વીતેલા સપ્તાહે મુવમેન્ટ પણ સાંકડી રહી હતી. ગોલ્ડ સિલ્વરના ભાવ કેમ ઘટ્યા? આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટ કેવું રહેશે? શું ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી ચાલુ રહેશે? આગામી સપ્તાહે કયા ફેકટર ધ્યાનમાં રાખવા? આગામી સપ્તાહે મહત્ત્વની ઈકોનોમિક ઈવેન્ટ? ટેકનિકલી ગોલ્ડ સિલ્વર બજાર કેવું છે? ગોલ્ડ સિલ્વરના સપોર્ટ લેવલ જાણીશું?
જૂઓ વીડિયો….
સોનું 1000 રૂપિયા ઘટ્યું
અમદાવાદ સોના ચાંદી બજારમાં 999 ટચ સોનું દસ ગ્રામે રૂપિયા 1,000 ઘટી ભાવ રૂ.1,56,000 રહ્યો હતો. ચાંદી ચોરસા એક કિલોએ રૂ.10,000 ઘટી રૂ.2,45,000 રહ્યો હતો.
એમસીએક્સમાં છેલ્લો ભાવ
એમસીએક્સ ગોલ્ડ રૂ.152,799 અને એમસીએક્સ સિલ્વર રૂ.2,44,321 બંધ રહ્યા હતા.
ગોલ્ડ ફયુચર 139 ડૉલર તૂટ્યું
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 4,854 ડૉલર થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી આવતાં ઘટી 4,673 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,740 ડૉલર બંધ રહ્યો હતો, જે ગત સપ્તાહની સરખામણીએ 139 ડૉલર(2.84 ટકા) ઘટ્યો હતો.
સ્પોટ ગોલ્ડ 121 ડૉલર ગબડ્યું
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4,833 ડૉલર થઈ અને ત્યાં ભારે વેચવાલીથી ઘટી 4,657 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,709 ડૉલર બંધ રહ્યો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ 121 ડૉલર(2.51 ટકા) ઘટ્યો હતો.
સિલ્વર 6.63 ટકા તૂટી
સિલ્વર મે ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 80.75 ડૉલર થઈ અને ત્યાં જોરદાર વેચવાલીથી ઘટી 74.23 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 76.41 ડૉલર બંધ થયો હતો. જે ગત સપ્તાહની સરખામણીએ 8.43 ડૉલર(6.63 ટકા)નો ઘટાડો દર્શાવે છે.
સ્પોટ સિલ્વર 5 ડૉલર ઘટ્યો
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 80.81 ડૉલર થઈ અને ત્યાં નફારૂપી વેચવાલીથી ઘટી 73.92 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 75.69 ડૉલર પર બંધ રહ્યો હતો. જે વીક ટુ વીકની સરખામણીએ 5.12 ડૉલર(6.33 ટકા)નો ઘટાડો દર્શાવે છે.

(1) યુએસ અને ઈરાન વચ્ચે ભલે સીઝફાયર હોય પણ હોર્મુઝને લઈને તંગદિલી વધી છે. ઈરાન અમેરિકાની શાંતિ મંત્રણામાં શરતો માનવા તૈયાર નથી. આવા અનિશ્ચિતતાના વાતાવરણમાં બજારમાં ભારે ગભરાટ હતો કે શું ફરીથી યુદ્ધ શરૂ થશે? આથી ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી ફરી વળી હતી.
(2) પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યુએસ અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ મંત્રણાનો પ્રારંભ શનિવારે થયો છે. જો કે સમગ્ર વિશ્વની નજર ઈસ્લામાબાદ પર મંડાઈ છે. આથી ગોલ્ડ સિલ્વરમાં સાવચેતીનું વાતાવરણ હતું.
(3) ઈરાન સાથેના યુદ્ધ પછી અમેરિકામાં મોંઘવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. જેને કારણે આગામી મહિનાઓ સુધી વ્યાજ દર ઊંચા રહેશે. આ ધારણાએ ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી આવી હતી.
(4) સોના ચાંદીમાં હાલ નવી લેવાલીનો અભાવ જોવાઈ રહ્યો છે એટલે કે ખરીદીનું આકર્ષણ ઘટ્યું છે. વીતેલા સપ્તાહે તો સાંકડી વઘઘટ વચ્ચે ટ્રેડિગ વોલ્યૂમ ઘટ્યું હતું. આમ નવી ખરીદીના અભાવ પણ સોના ચાંદીના ભાવ ઘટ્યા હતા.
(5) યુએસ ડૉલર મજબૂત થયો છે. તેમજ યુએસ 10 વર્ષના બોન્ડનું યીલ્ડ વધીને 4.34 ટકા થયું છે. આથી ગોલ્ડ સિલ્વરમાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવતી હતી.
(6) ફેડરલ રીઝર્વ ચેરમેનના નોમીન કેવિન વૉર્શનું કન્ફર્મેશન હીયરીંગ છે. 15 મેના રોજ હાલના ચેરમેન જેરોમ પૉેવલનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ધારણા એવી છે કે કેવિન વૉર્શ ફેડના નવા ચેરમેન બનશે.
(7) આગામી સપ્તાહે ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠક 28 અને 29 એપ્રિલે મળનાર છે. આ ફેડરલ રીઝર્વ બેઠકમાં ફેડ રેટ યથાવત રહે તેવી પુરી સંભાવના છે. પણ સાથે મોંઘવારીના સંદર્ભે શું અનુમાન રજૂ થાય છે, તેના પર નજર રાખવી જરૂરી છે.

ચાર સપ્તાહની મજબૂતી પછી વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વર ઘટ્યા છે. ટ્રેડિંગ વોલ્યુમ અને ઓપન ઈન્ટરેસ્ટ ઘટ્યા છે. જેથી હવે આગામી સપ્તાહે સાંકડી વધઘટે અથડાશે અને ઈરાન સાથે યુદ્ધના કોઈ પોઝિટિવ સમાચાર ન આવે ત્યાં સુધી ગોલ્ડ સિલ્વરમાં દરેક ઉછાળે વેચવાલી આવશે. ટેકનિકલી ગોલ્ડમાં 5000 ડૉલર રેઝિસ્ટન્સ લેવલનું કામ કરશે. અને 4500 ડૉલર એ સપોર્ટ લેવલ રહેશે. એટલે કે ગોલ્ડ 4500-5000 ડૉલરની રેન્જમાં અથડાયા કરશે. તેવી જ રીતે સિલ્વર પણ 72-83 ડૉલરની રેન્જમાં રહેશે.

