અમદાવાદ- Stock Market India શેરબજારમાં નવી લેવાલીથી સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 609 પોઈન્ટ વધી 77,496 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 181 પોઈન્ટ વધી 24,177 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 3 પોઈન્ટ સુધરી 55,403 બંધ હતો. નીચા લેવલે નવી ખરીદી આવી હતી. તો સામે ઊંચા લેવલે નફારૂપી વેચવાલી પણ આવી હતી. શેરબજારમાં કેમ નવી લેવાલી આવી? ઊંચા મથાળે વેચવાલી આવવાના કયા કારણો? હવે શું ધ્યાન રાખવાનું છે? શું હજી બે તરફી વધઘટ રહેશે? શેરબજારમાં(Share Market India) ત્રણ દિવસની રજા આવે છે. બંગાળની ચૂંટણીના પરિણામની શું અસર થશે? ટેકનિકલ લેવલ અંંગે જાણીશું.
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 609 પોઈન્ટ ઉછળ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 77,245 ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 77,136 થઈ અને નવી લેવાલી નીકળતાં ઉછળી 77,982 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,496.36 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ સેન્સેક્સની સરખામણીએ 609.45નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 181 પોઈન્ટ ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 24,096ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 24,059 થઈ અને નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 24,334 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,177.65 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 181.95નો ઉછાળો દર્શાવે છે.
બે તરફી મોટી વધઘટ
આજે સવારે શેરબજાર(Stock Market India) ઊંચા મથાળે ગેપમાં જ ખૂલ્યું હતું. શરૂમાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછાળો આવ્યો હતો. ઈન્ટ્રાડેમાં સેન્સેક્સમાં 1096 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. જો કે ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી, જેથી સેન્સેક્સ દિવસની હાઈથી 486 પોઈન્ટ પાછો પડ્યો હતો. તેમ છતાં આજે ઓટો, એફએમસીજી અને રીયલ્ટી સેકટરના શેરોમાં ભારે લેવાલીથી ઉછાળો આવ્યો હતો. નેગેટિવ કારણો વચ્ચે પણ આજે શેરબજારમાં સુધારો આવ્યો હતો.
નવી લેવાલી આવવાના કારણો
(1) શેરબજાર સારુ એવું ઘટી ગયું છે, જેથી નીચા મથાળે વેલ્યૂ બાઈંગ રહ્યું હતું. લાંબાગાળાના રોકાણકારો દરેક ઘટાડે બ્લૂચિપ સ્ટોક બાય કરી રહ્યા છે. જેથી જનરલ સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
(2) અત્યાર સુધી કંપનીઓના ચોથા ત્રિમાસિકગાળાના પરિણામ ધારણા કરતાં પ્રોત્સાહક આવ્યા છે. જેને પગલે ફંડામેન્ટલી સારા સ્ટોકમાં નવી લેવાલી આવી રહી છે.
(3) ઈરાન સાથે યુદ્ધમાં અત્યાર સુધી કોઈ નેગેટિવ ન્યૂઝ આવ્યા નથી, આથી શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ હતું. આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ પણ પોઝિટિવ હતા.
(4) યુએઈ દ્વારા ઓપક છોડવાનો નિર્ણય લીધો છે. જેની ભારત પર સારી અસર પડશે. ભારત યુએઈ પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ખરીદી કરી શકશે. જેને કારણે પણ શેરબજારમાં નવી લેવાલી આવી હતી.

(1) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 3.42 ડૉલર ઉછળી 114.72 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. ક્રૂડ ઓઈલ 3.48 ડૉલર ઉછળી 103.41 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. આમ ક્રૂડના ભાવ વધીને આવ્યા પછી ટ્રેડિંગ સેશનના મધ્યભાગે શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી.
(2) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 27 પૈસા તૂટી 94.83 ડૉલર પર ટ્રેડ કરતો હતો. આમ રૂપિયો વધુ ઘટીને આવતાં શેરોમાં નફારૂપી વેચવાલી આવી હતી.
(3) આગામી શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસની શેરબજારમાં(Stock Market India) રજા આવતી હોવાથી સાવચેતીનો મૂડ હતો. આથી નફાવાળા વેચવા આવ્યા હતા.
(4) એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં સતત નેટ સેલર છે. 28 એપ્રિલે એફઆઈઆઈએ રૂપિયા 2,103 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ આખા એપ્રિલ મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 59,619 કરોડનું જંગી વેચાણ કર્યું છે. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર છે.
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ
આજે મીડકેપ ઈન્ડેક્સ 42 પોઈન્ટ ઘટ્યો હતો, તો સામે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 117 પોઈન્ટ વધ્યો હતો. એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1626 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 1667 શેરના ભાવ ઘટ્યા હતા. 139 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 18 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 106 શેરમાં અપર સર્કિટ અને 57 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
આઈટીસી(3.79 ટકા), ટેક મહિન્દ્રા(3.31 ટકા), રીલાયન્સ(2.96 ટકા), કૉલ ઈન્ડિયા(2.93 ટકા) અને મારૂતિ(2.89 ટકા)
ટોપ લુઝર્સ
ઈન્ડિગો(2.31 ટકા), ડૉ. રેડ્ડી લેબ(1.99 ટકા), એનટીપીસી(1.66 ટકા), બજાજ ફાઈનાન્સ(1.02 ટકા) અને આઈસીઆઈસીઆઈ(0.97 ટકા)
ત્રણ દિવસની રજા
29 એપ્રિલને બુધવારે પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થશે. પછી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા આવશે. જેમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતે છે, તેવો પોલ આવશે, જે આશાવાદ પાછળ શેરબજારમાં(Stock Market India) તેજી થઈ હતી. હવે કાલે 30 એપ્રિલને ગુરુવારે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, અને એક્ઝિટ પોલની અસર જોવા મળશે. 1 મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત સ્થાપના દિવસ છે તેમજ લેબર ડેની શેરબજારમાં રજા છે. 2 અને 3 મેના રોજ શનિવાર અને રવિવારે શેરબજાર બંધ છે. હવે 4 મેને સોમવારે પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, પોડિંચેરી, તામિલનાડુ અને કેરાલાની ચૂંટણીના પરિણામ જાહેર થશે.
કાલે બજાર કેવું રહેશે?
કાલે શેરબજારમાં(Stock Market India) બે તરફી મોટી વધઘટ જોવા મળી શકે છે. પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. દરેક ઉછાળે વેચવાલી પણ આવવાની સંભાવના છે. કારણ કે શેરબજારમાં સંળગ ત્રણ દિવસની રજા આવે છે, જેથી કોઈ માથે મોટુ રિસ્ક લેવા તૈયાર નહી હોય. વળી એફઆઈઆઈ વેચવાલ છે. જેથી હાલ શેરબજારમાં તેજી થવાની કોઈ સંભાવના નથી. નિફ્ટી 24,250, સેન્સેક્સ 77,700 અને બેંક નિફ્ટી 56,800 ઉપર ત્રણ દિવસ બંધ ન આવે ત્યાં સુધી દરેક ઉછાળે વેચવાલી આવશે અને શેરબજાર ઘટશે.
આ પણ વાંચો….

