Gujarat Yatra Dham 2026: યાત્રાધામોના વિકાસ માટે 28થી વધુ કરોડના કામોને મંજૂરી

by Gujarati biz news
Gujarat Yatra Dham 2026

ગાંધીનગર- Gujarat Yatra Dham 2026 ગુજરાતના ઐતિહાસિક વારસાને જાળવવા અને યાત્રાધામોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ(Gujarat Dy. CM Harsh Sanghavi) આજે એક જ દિવસમાં વિવિધ યાત્રાધામ અને પ્રવાસન સ્થળો માટે અંદાજે રૂ. 28.68 કરોડના વિકાસલક્ષી કામોને વહીવટી અને નાણાકીય મંજૂરી આપી છે.(Approval of works worth Rs 28.68 crore for development of Gujarat Yatra Dhams)

હર્ષદ માતાના મંદિરના વિકાસ માટે સૌથી મોટી રકમ

જૂનાગઢના(Junagadh) ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે પ્રવાસીઓની સુવિધામાં વધારો કરતા મજવેડી ગેટ તરફ કમ્પાઉન્ડ વોલ, પાર્કિંગ વ્યવસ્થા અને ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટરના પ્રથમ તબક્કા માટે રૂ. 1.07 કરોડના ખર્ચને મંજૂરી અપાઈ છે. અહીં ભવિષ્યમાં પ્રવાસીઓ માટે બે લિફ્ટની સુવિધા પણ ઉભી કરવામાં આવશે.(Gujarat Yatra Dham 2026) આ ઉપરાંત, સુપ્રસિધ્ધ હર્ષદ માતાના મંદિરના(Harshad Mata) સર્વગ્રાહી વિકાસ માટે સૌથી મોટી રકમ એટલે કે રૂ. 20.09 કરોડના કામોનો વર્ક ઓર્ડર આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

અન્ય ધાર્મિક સ્થાનો

Gujarat Yatra Dham 2026 ધાર્મિક સ્થાનોની વાત કરીએ તો, મહેસાણાના શંખલપુર સ્થિત શ્રી ટોડા બહુચરાજી માતાજી મંદિરમાં(Bahuchar Mataji Mandir) પેવર બ્લોક અને સોલાર સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રૂ. 60.64 લાખ તેમજ અમરેલીના બગસરા સ્થિત આઇશ્રી ખોડિયાર મંદિર, સુડાવડ ખાતે સત્સંગ હોલ, પાર્કિંગ શેડ અને વોટર વર્ક્સ સહિતના કામો માટે રૂ. 49.80 લાખની મંજૂરી આપવામાં આવી છે. તે ઉપરાંત વલસાડ જિલ્લાના ઘડોઈ ખાતે આવેલા શ્રી ઘાટકેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે રિવરફ્રન્ટ ઘાટ, લેન્ડસ્કેપિંગ અને ચિલ્ડ્રન પ્લે એરિયા જેવા કામો માટે રૂ. 1.80 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ગોધરાનો ગાંધી આશ્રમ

ગુજરાત રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવાના ભાગરૂપે,(Gujarat Yatra Dham 2026) પંચમહાલ જિલ્લાના ગોધરામાં મહાત્મા ગાંધી દ્વારા 1917માં સ્થાપિત ઐતિહાસિક ગાંધી આશ્રમના(Godhara Gandhi Ashram) રિનોવેશન માટે રૂ. 3.36 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ સાથે જ, ડાંગના આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમાન ‘ડાંગ દરબાર 2026’ ના ભવ્ય આયોજન માટે અત્યારથી જ રૂ. 1.25 કરોડની રકમ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી સુવિધા વધારાશે

આ તમામ વિકાસલક્ષી કામો આગામી સમયમાં ગુજરાતના પ્રવાસન નકશાને વધુ સુદ્રઢ બનાવશે અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ માટે સુવિધાઓના નવા દ્વાર ખોલશે.

આ પણ વાંચો….

T20 World Cup 2026 IND vs ENG: 5 માર્ચે ભારત ઈંગ્લેન્ડ વચ્ચે 5મી સેમીફાઈનલ, બે વખત ટીમ ઈન્ડિયા હારી ચુકી છે

You will also like

Leave a Comment