Trigrahi Rajyog 2026: 15 માર્ચથી ત્રણ રાશિઓને ભાગ્યનો સાથ મળશે

by Gujarati biz news
Trigrahi Rajyog 2026

અમદાવાદ- Trigrahi Rajyog 2026 જ્યોતષ શાસ્ત્રમાં ગ્રહોનું મિલન માનવીના જીવનમાં મોટી હલચલ લઈને આવે છે. તાજેતરમાં મીન રાશિમાં ગ્રહોનો એક ખાસ સંયોગ થવા જઈ રહ્યો છે. જેને ત્રણ ગ્રહોનું મિલન કહેવાય છે અને ત્રિગ્રહી યોગ પણ કહેવાય છે. 15 માર્ચે આ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. તો આવો જાણીએ કે મીન રાશિમાં થનાર ત્રિગ્રહી યોગની નીચે દર્શાવેલ રાશિઓને મોટો લાભ થશે…(Three zodiac signs will be blessed with luck from March 15)

15 માર્ચે ત્રિગ્રહી યોગ 

2 માર્ચના રોજ શુક્ર ગ્રહ મીન રાશિમાં ગોચર કરી ચુક્યો છે અને આ રાશિમાં શનિદેવ પહેલાથી પ્રવેશ કરી ચુક્યા છે. હવે કેટલાક દિવસો પછી મીન રાશિમાં સૂર્ય પ્રવેશ કરશે. જેથી ત્રિગ્રહી યોગ એક્ટિવ થઈ જશે. આ ત્રિગ્રહી યોગથી ત્રણ રાશિઓને ભાગ્યનો સાથ મળશે. તેમને ધનલાભ થશે. આપને જણાવી દઈએ કે 15 માર્ચે ત્રિગ્રહી યોગ શરૂ થશે.

ગુરુની રાશિ મીન

દેવગુરુ બ્રહસપ્તિ(ગુરુગ્રહ)ના સ્વામીત્વ વાળી મીન રાશિમાં ત્રિગ્રહી યોગ બનતાં કેટલીક રાશિઓ માટે શુભ યોગ થશે. આ રાશિઓના આર્થિક જીવન પર પોઝિટિવ અસર પડશે અને આ રાશિઓને મોટો લાભ થશે.

વૃષભ રાશિ(Taurus)

વૃષભ રાશિ માટે આ ત્રિગ્રહી યોગ બનવો ખૂબ જ સારો રહેશે. શુક્ર ગ્રહની સાથે આ ત્રિગ્રહી યોગ થયો છે, જેથી લાભની સ્થિતિ બની છે. કરિયરના ક્ષેત્રનાં તમે પ્રગતિ કરી શકશો. આપને સારી નોકરી મળી શકે છે. બિઝનેસ કરતાં હોય તેવા લોકો માટે સમય સારો રહેશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે.

મિથુન રાશિ(Gemini)

કર્મ ભાવમાં ત્રિગ્રહી યોગ બનવાથી તમારા વેપાર-ધંધાના જીવનમાં ફેરફાર આવશે. રોજગારીની શોધ કરનાર લોકોને નવી નોકરી મળી શકે છે. તમે જેવી ઈચ્છો તેવી પસંદગીની નોકરી મળશે. આવક વધવાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. પરિવારીક જીવનમાં ફેરફાર આવશે. તમે પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવી શકશો. ભાગ્યનો સાથ મળશે અને આર્થિક રીતે તમારો સમય ખૂબ સારો જશે.

કુંભ રાશિ(Aquarius)

કુંભ રાશિના જાતકોનો આર્થિક પક્ષ વધુ મજબૂત બનશે. ત્રિગ્રહી યોગ બનવાથી આપને લાભ થશે. અટકેલા પૈસા પરત મળશે. કરિયર ક્ષેત્રમાં પ્રગતિ થશે, તેને કોઈ રોકી નહી શકે. કુંભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. તંદુરસ્તીના મામલે તમારો સમય સારો છે. સામાજિક રીતે આપને માન સન્માન મળશે અથવા તેમાં વધારો થશે. ત્રિગ્રહી યોગનો પ્રભાવ આ ત્રણ રાશિયો માટે શુભ રહેવાનો છે.

(નોંધ- અત્રે આપેલ માહિતી જ્યોતિષશાસ્ત્ર આધારિત છે અને  www.gujaratibiznews.com તેની પુષ્ટી કરતું નથી.)

You will also like

Leave a Comment