અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે બુધવારે મોટો કડાકો આવ્યો હતો. ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 1342 પોઈન્ટ તૂટી 76,863 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 394 પોઈન્ટ તૂટી 23,866 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 1215 પોઈન્ટ તૂટી 55,735 બંધ હતો. માર્કેટ કેપમાં રૂ.5 લાખ કરોડનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં કેમ કડાકો બોલી ગયો? કયા ચાર કારણોથી ભારે વેચવાલી આવી? મિડલ ઈસ્ટ યુદ્ધનું લેટેસ્ટ અપડેટ જાણો. હજી બજાર(Share Market India) કેટલું તૂટી શકે છે? અને હવે કયા સપોર્ટ લેવલ રહેશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સમાં 1342 પોઈન્ટનો કડાકો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 78,238ના મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય લેવાલીથી સુધરી 78,324 થઈ અને ત્યાં ભારે વેચવાલી છૂટતાં ઝડપી તૂટી 76,759 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,863.71 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 1342.27નો કડાકો દર્શાવે છે.
નિફ્ટી 394 પોઈન્ટ તૂટ્યો, 24,000 નીચે
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 24,231 ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 24,299 થઈ અને ત્યાં ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળતાં ઝડપથી તૂટી 23,834 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,866.85 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 394.75નું ગાબડું દર્શાવે છે.
ઑલરાઉન્ડ વેચવાલી
આજે સવારે(Stock Market India) શેરબજાર સામાન્ય સુધારા સાથે ખૂલ્યું હતું. પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે શેરોની જાતેજાતમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. જેથી ટ્રેડિંગ સેશન દરમિયાન શેરોનો ભાવ એકતરફી ઘટ્યા હતા. જો કે આજે ફાર્મા, એનર્જિ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં સુધારો હતો, તે સિવાયના તમામ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલીથી ભાવ તૂટ્યા હતા.
વેચવાલી આવવાના કારણો
(1) યુએસ, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધમાં ગઈકાલે યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે ઈરાન સાથે યુદ્ધ ઝડપથી ખતમ થઈ જશે. જેથી ક્રૂડ ઓઈલ 119 ડૉલરથી ઘટી 84 ડૉલર આવી ગયું હતું. પણ આજે ઈરાને કહ્યું છે કે યુદ્ધ ચાલુ રહેશે, અને યુદ્ધ ખતમ કરવાનો નિર્ણય અમારો હશે. યુએસ અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મોટો હૂમલો કર્યાના સમાચાર પણ આવ્યા હતા. તેમજ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટની જમીન અને દરિયામાં માઈન્સ લગાવ્યા છે, તેવા સમાચાર પણ આવ્યા હતા. બીજી તરફ યુનાઈટેડ કિંગ્ડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સે કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ પર ત્રણ જહાજ પર હૂમલો કરાયો હતો. બે જહાજમાં આગ લાગી હતી. આવા સમાચાર આવતાં વિશ્વના સ્ટોક માર્કેટનું(Stock Market India) સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
(2) આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બુધવારે બ્રેન્ટ ક્રૂડ 4.40 ડૉલર(5.19 ટકા) ઉછળી 92.27 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલનો ભાવ 4.73 ડૉલર(5.67 ટકા) ઉછળી 88.09 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. આમ ક્રૂડના ભાવમાં ઉછળીને આવતાં(Stock Market India) શેરબજારમાં ભારે વેચવાલી ફરી વળી હતી.
(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 19 પૈસા ઘટી 92.01 પર હતો. જેને કારણે શેરબજાર વધુ ઘટ્યું હતું.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે મીડકેપ ઈન્ડેક્સ 716 પોઈન્ટ તૂટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેેપ 100 ઈન્ડેક્સ માત્ર 38 પોઈન્ટ ઘટ્યો હતો. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1339 શેરના ભાવ વધ્યા હતા અને 1870 શેરના ભાવ ઘટ્યા હતા.
આજે બુધવારે 32 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 140 શેર બાવન વીક લો પર બંધ હતા.
79 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 51 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
જિઓ ફાયનાન્સ(1.06 ટકા), કૉલ ઈન્ડિયા(0.76 ટકા), સન ફાર્મા(0.62 ટકા), ડૉ. રેડ્ડી લેબ(0.59 ટકા) અને ઓએનજીસી(0.52 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
બજાજ ફાયનાન્સ(4.88 ટકા), એક્સિસ બેંક(4.62 ટકા), બજાજ ફિન સર્વ(3.81 ટકા), આઈસર મોટર(3.66 ટકા) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(3.51 ટકા)
કાલે શેરબજાર કેવું રહશે?
Stock Market India શેરબજારની ચાલનો આધાર ક્રૂડ ઓઈલના ભાવ પર રહશે. ક્રૂડના ભાવ વધુ વધશે તો શેરબજારમાં વેચવાલી ચાલુ રહેશે. ટેકનિકલી સેન્સેક્સમાં 76,400 અને નિફ્ટીમાં 23,700 અતિમહત્ત્વના સપોર્ટ લેવલ છે. જો આ લેવલ તૂટશે તો માર્કેટનું સેન્ટિમેન્ટ વધુ ખરડાશે. જેથી હવે તમારે ક્રૂડના ભાવ પર નજર રાખવાની રહેશે.
આ પણ વાંચો….