
પેટ્રોલ ડીઝલ અને ગેસનું સંકટ દૂર
(1) US Iran Deal Benefits મિડલ ઈસ્ટ યુદ્ધની અસર પાકિસ્તાન, બ્રિટન, સાઉથ કોરિયાથી લઈને બાંગ્લાદેશ અને ભારત સુધી જોવા મળી છે. અમેરિકા- ઈઝરાયલે 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઈરાન પર હૂમલાની શરૂઆત કરી હતી. તે પછી ઈરાન જવાબી હૂમલા કર્યા હતા, તેમજ હોર્મુઝ સ્ટ્રેટ(Hormuz Strait) બંધ કર્યું હતું. ઈરાનના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની(Crude Oil) કીમતોમાં ઉછાળો આવ્યો હતો અને સપ્લાય સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. યુદ્ધના 100 દિવસ કાચા તેલની હોર્મુઝથી આયાત કરતાં દેશો માટે ડરામણા રહ્યા હતા. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની સાથે એલપીજીની(LPG) શોર્ટેજ ઉભી થઈ હતી. હવે હોર્મુઝ ખૂલતાં આ સંકટ દૂર થયું છે.
પેટ્રોલ ડીઝલની કીમતો ઘટશે
(2) બીજો ફાયદો- મિડલ ઈસ્ટ સંકટ(Middle East Crisis) અને કાચા તેલની કીમતોમાં વધારો છતાં સરકારી ઓઈલ કંપનીઓને(Oil Company) સતત ખોટનો સામનો કરવો પડ્યો હતો. જેને પગલે ચાર વર્ષ બાદ ભારતની ઓઈલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના(Petrol Diesel Price) ભાવમાં વધારો કર્યો હતો. એક વખત નહી પણ 10 દિવસમાં ચાર વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. પેટ્રોલ રૂપિયા 7.40 અને ડીઝલ રૂપિયા 7.52 પ્રતિ લિટર મોંઘુ થયું હતું. તે ઉપરાંત દેશમાં પેટ્રોલ પમ્પો પર “નો ફ્યૂલ” જેવા બોર્ડ જોવા મળ્યા હતા. જો કે હવે હોર્મુઝ ખૂલી જતાં અને ક્રૂડના ભાવ તૂટ્યા હોવાથી હવે ઓઈલ અને ગેસની આયાત સરળ બની છે અને સસ્તી થઈ છે. જેથી હવે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે, તેવી આશા છે.
એલપીજીની શોર્ટેજ સમાપ્ત
(3) US Iran Deal Benefits ત્રીજો ફાયદો- અમેરિકા અને ઈરાન પીસ ડીલથી દેશની જનતાને મોંઘા LPG સિલિન્ડરથી મુક્તિ મળી શકે છે. ભારતમાં ગેસની આયાત મોટાભાગે ખાડી દેશોમાંથી વધુ થાય છે. મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ હતી. જો કે કેન્દ્ર સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની શોર્ટેજ ઉભી ન થાય તે માટે અનેક પગલા લીધા હતા. એલપીજીની ભાવમાં વધારો પણ કર્યો હતો. પણ હવે હોર્મુઝ ખૂલી જતાં આયાત ફરથી સરળ બન્યું છે અને હવે ઓઈલ કંપનીઓ ગેસના ભાવમાં ઘટાડો કરી શકે છે.
મોંઘવારીમાં ઘટાડો થશે
(4) ક્રૂડ ઓઈલ અને મોંઘવારીને(Inflation) સીધુ કનેક્શન છે. તેલની કીમતોમાં વધારો થાય તો પેટ્રોલ ડીઝલ મોંઘા થાય છે. ખાસ કરીને ડીઝલની કીમત વધે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે છે. જેનાથી ખાદ્ય ચીજવસ્તુઓ અને રોજબરોજની ચીજ વસ્તુઓના ભાવ વધે છે. એટલે કે સીધી રીતે મોંઘવારી વધે છે. હવે કાચા તેલની કીમતોમાં ઘટાડો થતાં મોંઘવારીમાં રાહત મળશે.
શેરબજારમાં તેજી
(5) યુએસ ઈરાન ડીલથી(US Iran Deal 2026) શેરબજાર પોઝિટિવ થયું છે. (US Iran Deal Benefits) ગ્લોબલ ટેન્શન, યુદ્ધ અને જીઓ પોલિટિકલ ટેન્શનની સીધી અસર શેરબજાર(Stock Market India) પર નેગેટિવ પડે છે. અત્યાર સુધી ભારતીય શેરબજાર નેગેટિવ રહ્યું હતું અને દરેક ઉછાળે સેલીંગ પ્રેશર રહ્યા કરતું હતું. પણ હવે મિડલ ઈસ્ટ યુદ્ધ સમાપ્ત થવાના સમાચાર આવતાં શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી ઉછાળો આવ્યો છે. સેન્સેક્સમાં 3075 પોઈન્ટનો ભારેખમ ઉછાળો આવ્યો છે.
વિદેશી રોકાણકારો પરત આવશે
(6) મિડલ ઈસ્ટ યુદ્ધથી ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની(FII Net Seller) સતત વેચવાલી રહેતી હતી. પણ હવે જ્યારે યુદ્ધ સમાપ્તિની જાહેરાત થઈ છે, તો હવે વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં નવેસરથી રોકાણ કરવા આવવાનો આશાવાદ વધ્યો છે.
ડૉલર સામે રૂપિયો મજબૂત થશે
(7) અમેરિકા અને ઈરાન પીસ ડીલથી હાલ ગ્લોબલ ટેન્શન પૂર્ણ થયું છે.(US Iran Deal Benefits) ક્રૂડ ઓઈલની કીમતો ઘટી છે, જેથી ભારતીય રૂપિયાને સીધો ફાયદો થયો છે. અત્યાર સુધી ઊંચા ભાવે ક્રૂડની આયાતથી ડૉલર સામે રૂપિયો સતત તૂટતો હતો. પણ હવે યુદ્ધ સમાપ્ત થયું છે અને ક્રૂડના ભાવ ઘટ્યા છે. ત્યાર પછી ડૉલર સામે રૂપિયો વધુ મજબૂત થયો છે.(Dollar vs Rupee)
રોજગારીની સમસ્યા દૂર થશે
(8) મિડલ ઈસ્ટ યુદ્ધને કારણે ઓઈલ અને ગેસનું સંકટ તો ઉભું થયું હતું. પણ તેની સાથે રોજગારીની મોટી સમસ્યા સર્જાઈ હતી. રીપોર્ટ મુજબ અંદાજિત 90 લાખ ભારતીયો ખાડી દેશોમાં કામ કરી રહ્યા છે. તેમજ ટૂર ટ્રાવેલ્સ નો બિઝનેસ પણ પડી ભાંગ્યો હતો. હવે યુદ્ધ સમાપ્તિની જાહેરાત પછી રોજગારી માટે ભારતીય પ્રવાસીઓ મિડલ ઈસ્ટ દેશોમાં જઈ શકશે અને તેમને સુરક્ષા અને રોજગારીની સમસ્યામાંથી મુક્તિ મળશે. તેમજ ટૂર ટ્રાવેલ્સનો ધંધો પણ ધીમે ધીમે શરૂ થશે.
આયાત નિકાસ સરળ
(9) મિડલ ઈસ્ટ યુદ્ધથી આયાત નિકાસ(Import Export) પર ખૂબ ગંભીર અસર પેદા કરી છે. યુદ્ધ દરમિયાન મરીન ઈન્શ્યોરન્સ અને માલની અવર જવર મોંઘી થઈ હતી. હવે યુદ્ધ સમાપ્ત થતાં પડતર ઘટશે. ભારતીય પ્રોડક્ટ્સની નિકાસ ખાડી દેશોમાં શરૂ થશે. યુએઈ, સઉદી અરબ, કતર, ઓમાન, કુવૈત અને બહરીન જેવા દેશોમાં આર્થિક ગતિવિધિઓ હવે શરૂ થશે અને ઝડપી બનશે. ભારતના એન્જિનિયરીંગ સામાન, ફૂડ પ્રોડક્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સ્ટાઈલ અને કેમિકલની ડિમાન્ડ વધી શકે છે. તેમજ આયાતની વાત કરીએ તો ઈરાનથી ભારતમાં આવતાં સુકામેવા અને કાંચાના વાસણોની આયાત થશે.
ચાબહાર પોર્ટનો ફાયદો
(10) US Iran Deal Benefits મિડલ ઈસ્ટ તંગદિલી દૂર થતાં હવે ભારતને ચાબહાર પોર્ટ(Chabahar Port) દ્વારા મોટા ફાયદા મળવાના શરૂ થશે. જે ભારત માટે અફઘાનિસ્તાન, મિડલ ઈસ્ટ અને રશિયા સુધી પહોંચવાનો ખાસ રસ્તો છે. જેમાં માલ મોકલવાનો ખર્ચ ઘટશે. શિપિંગ કોસ્ટમાં ઘટાડો થશે. ભારતીય નિકાસકારોને સસ્તો અને ઝડપી રસ્તો મળશે. ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ અને તેની ઝડપ મળશે. ભારતે ચાબહાર પોર્ટના વિકાસમાં ખૂબ મોટુ રોકાણ કર્યું છે.

