
ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેની પીસ ડીલ(US Iran Deal 2026) પૂર્ણ થઈ ગઈ છે. બધાને અભિનંદન! હું હવે હોર્મુઝ સ્ટ્રેટને અનિયંત્રિત રીતે ખોલવા અને યુએસ નૌકાદળના નાકાબંધીને તાત્કાલિક હટાવવા માટે મંજૂરી આપું છું. તેમણે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ અને ગેસ પુરવઠો મેળવતાં દેશો કહ્યું હતું કે તેઓ તેમના સમુદ્રી જહાજના એન્જિન શરૂ કરે અને તેલ અને ગેસ પુરવઠો મેળવવા સપ્લાય શરૂ કરે.
સ્વિટ્ઝર્લેન્ડમાં હસ્તાક્ષર થશે
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે બંને દેશો શુક્રવાર, 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કરશે. પછી જ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલશે. આ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી, હોર્મુઝ સ્ટ્રેટમાં બિછાવેલી બારુદી સુરંગ દૂર કરવાનું કામ શરૂ થશે. યુએસ નૌકાદળની નાકાબંધી હટાવવામાં આવશે. ઈરાની બંદરો પરની નાકાબંધી પણ હળવી કરવામાં આવશે, જેથી ઈરાન તેનું તેલ અને ગેસ વેચી શકે અને તેની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકે.
પાકિસ્તાનના વડાપ્રધાનની જાહેરાત
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ તેમના એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં(US Iran Deal 2026) યુએસ-ઈરાન કરારની સત્તાવાર પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે કતર, તુર્કી અને સાઉદી અરેબિયાના સહયોગથી કરાર થયો હતો. આ સમજૂતિ પર 19 જૂને સ્વિટ્ઝર્લૅન્ડમાં હસ્તાક્ષર કરવામાં આવશે. સમજૂતિ કરાર હેઠળ, બંને મિડલ ઈસ્ટ અને લેબનોન સામે તમામ મોરચે તમામ લશ્કરી કાર્યવાહીનો તાત્કાલિક અને કાયમી અંત લાવવાની જાહેરાત કરી છે.
ઇઝરાયલે લેબનોનની શરત નકારી કાઢી
ઇઝરાયલે લેબનોનની શરત નકારી કાઢી છે. ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ જણાવ્યું છે કે તેઓ યુએસ-ઈરાન કરારની લેબનોન સંબંધિત શરતો સ્વીકારતા નથી. દરમિયાન, યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે નેતન્યાહૂ ખૂબ જ મુશ્કેલ માણસ છે. તેમણે અમારા કાર્ય માટે ખૂબ આભારી રહેવું જોઈએ. જો ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો હોત, તો ઇઝરાયલ બે કલાક પણ ટકી શક્યું ન હોત. નેતન્યાહૂ કહે છે કે IDF કોઈપણ કલમ હેઠળ લેબનોનમાંથી પાછી ખેંચી લેશે નહીં અને તેઓ પોતાને કોઈપણ શરતોથી બંધાયેલા માનતા નથી.
પરમાણુ કરાર ન થાય તો હુમલો
US Iran Deal 2026 રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન અને અમેરિકા 60 દિવસની અંદર અંતિમ પરમાણુ કરાર પર પહોંચશે નહીં, તો યુએસ સૈન્ય લશ્કરી હુમલાઓ ફરી શરૂ કરશે. યુદ્ધ અટકાવવા માટે પ્રારંભિક કરાર થઈ ગયો છે, પરંતુ વાસ્તવિક કસોટી હજુ આવવાની બાકી છે. ઈરાને તેના પરમાણુ કાર્યક્રમ પર એક કરાર કરવો પડશે જે અમેરિકાને સંતોષ આપે. જો આવું ન થાય, તો અમેરિકાનો પહેલો વિકલ્પ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવાનો રહેશે. બીજું, અમેરિકા ‘મધ્ય પૂર્વનું આશ્રયદાતા’ બનશે અને બદલામાં મિડલઈસ્ટની આવકનો 20 ટકા હિસ્સો લેશે.

