EPFO Interest News: ઈપીએફનું વ્યાજ આ મહિને ખાતામાં જમા થઈ જશે!

by Gujarati biz news
EPFO Interest News

EPFO Interest Newsનવી દિલ્હી- EPFO Interest News લાંબા સમયની રાહ જોયા પછી હવે સરકારે પીએફના વ્યાજને ક્રેડિટ આપવાની મંજૂરી આપી દીધી છે. ખૂબ જ ઝડપથી આપના પીએફ એકાઉન્ટમાં પીએફમાં જમા પૈસા પર વ્યાજ જમા આપવામાં આવશે. પીટીઆઈના એક રીપોર્ટ અનુસાર આ મહિના સુધીમાં ઈપીએફ એકાઉન્ટમાં વ્યાજના રૂપિયા ક્રેડિટ થઈ જશે. સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (એમ્પ્લોઈ પ્રોવીડંડ ફંડ)માં 8.25 ટકા વ્યાજ દરને પહેલા જ મંજૂરી આપી દીધી હતી.

આવશ્યક વિભાગોની મંજૂરી

આ મંજૂરી નાણા મંત્રાલય દ્વારા એમ્પ્લોઈ પ્રોવીડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન(ઈપીએફઓ)ના સર્વોચ્ચ નિર્ણય લેનાર ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા વ્યાજ દરની નિશ્ચિત દરની સહમતી પછી આવી છે.

સીબીટીની બેઠક

શ્રમ મંત્રાલય દ્વારા ઈપીએફઓ આ મહિનામાં ગ્રાહકોના ખાતામાં 8.25 ટકા લેખે વ્યાજ જમા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો.(EPFO Interest News) વ્યાજ દરને મુળરૂપથી કેન્દ્રીય શ્રમપ્રધાન મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં 2 માર્ચ, 2026ના રોજ મળેલી સીબીટીની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી હતી.

પીએફ પર વ્યાજ દર 8.25 ટકા

EPFO Interest News આ નિર્ણય પછી સતત ત્રીજા વર્ષે ઈપીએફનો વ્યાજ દર 8.25 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. ભારત સરકાર ઈપીએફ જમા રકમ માટેની ગેરંટરના રૂપમાં કામ કરે છે. એટલા માટે વ્યાજને સભ્યોના ખાતામાં જમા કરતાં પહેલા આવી ભલામણ માટે નાણા મંત્રાલય પાસેથી આખરી મંજૂરીની આવશ્યકતા રહે છે.

નવી ડિજીટલ ઈકોસીસ્ટમ

આ મંજૂરીનો અર્થ થાય છે કે ઈપીએફઓ હવે ઈપીએફ એકાઉન્ટ્સમાં વાર્ષિક વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. રિટાયરમેન્ટ ફંડ બોડી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ આ પ્રોસેસ ઝડપી કરે તે માટે નવી ડિજીટલ ઈકોસીસ્ટમનો ઉપયોગ કરશે.

લોંગ ટર્મ રિટાયરમેન્ટ સેવિંગ

પીટીઆઈના રીપોર્ટમાં લખ્યા મુજબ(EPFO Interest News) ઈપીએફઓ નવી સીસ્ટમ અનુસાર આવશ્યક મંજૂરી અને પ્રક્રિયા પુરી કર્યા પછી તુરંત જ વ્યાજની રકમ ગ્રાહકોના ખાતામાં જમા કરી દેશે. પગાર મેળવતા ખાનગી કંપનીઓના કર્મચારીઓ માટે ઈપીએફ લોંગ ટર્મ રિટાયરમેન્ટ સેવિંગ માટે સૌથી મહત્ત્વપૂર્ણ સાધનોમાંથી એક છે. જેમાં વાર્ષિક વ્યાજ તેમની બાકી બેલેન્સ રકમમાં જમા કરી દેવાય છે.

ત્રણ વર્ષથી વ્યાજ દર યથાવત

ઈપીએફઓએ 2024-25માટે વ્યાજ દર 8.26 ટકા યથાવત રાખ્યો છે. રિટાયરમેન્ટ ફંડ બોડીએ 2022-23માં આ વ્યાજ દર ઘટાડીને 8.15 ટકા કર્યો હતો. ત્યાર બાદ 2023-24માં વધારીને 8.25 ટકા કર્યો હતો. સતત ત્રીજા વર્ષે વ્યાજ દરને સ્થિર રાખ્યો છે. બેંકોમાં વ્યાજ દર બદલાયા છે, પણ ઈપીએફઓ તેમના ગ્રાહકોને સ્થિરતા પ્રદાન કરે છે.

You will also like

Leave a Comment