અમદાવાદ- Stock Market India શેરબજારમાં પાંચ દિવસની તેજી પછી આજે પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 607 પોઈન્ટ ઘટી 76,802 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 154 પોઈન્ટ ઘટી 24,013 બંધ રહ્યો હતો. બેંક નિફટી(Nifty Bank) 278 પોઈન્ટ ઘટી 57,685 બંધ હતો. બધા નેગેટિવ ફેક્ટર પોઝિટિવ થયા છે. હવે આગામી સપ્તાહે શેરબજાર(Share Market India) કેવું રહેશે? તેજી આગળ વધશે કે કેમ? દરેક ઘટાડે ખરીદી કરી શકાય કે કેમ? આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય? ટેકનિકલી માર્કેટમાં શુ લાગે છે? રોકાણકારોએ શું ધ્યાન રાખવાનું છે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સમાં 607 પોઈન્ટનું ગાબડુ
બીએસઈ સેન્સેક્સ 76,852ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય વધી 76,901 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 76,469 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,802.90 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 607.08નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 154 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 23,991ની નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 24,047 થઈ અને ત્યાં નફાવાળાની વેચવાલી આવતાં ઘટી 23,901 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,013.10 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફ્ટીની સરખામણીએ 154.90નો ઘટાડો દર્શાવે છે.
મીડિયા, એનર્જિ અને ફાર્મા શેરોમાં તેજી
પાંચ દિવસની શેરબજારની એકતરફી તેજી પછી આજે સપ્તાહના અંતિમ દિવસે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. પરિણામે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઘટ્યા હતા. આજે મીડિયા, એનર્જિ અને ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી હતી. તે સિવાયના તમામ સેકટરના શેરોમાં વેચવાલી આવી હતી. આજે આઈટી સેકટરના શેરોમાં ધૂમ વેચવાલીથી ગાબડા પડ્યા હતા.
જીઓ પ્લેટફોર્મનો મેગા આઈપીઓ
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 49મી એજીએમ મળી હતી. જેમાં ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ગ્લોબલ અનેક પડકારો છતાં રીલાયન્સ ગ્રુપની આવક, ગ્રોસ નફો અને ચોખ્ખો નફો રેકોર્ડ બ્રેક નોંધાવ્યો છે. તેમજ એઆઈને આગળ વધારવા અને સોવરેન સેટેલાઈટ કોન્સ્ટેલેશન સહિત એક નવી જાહેરાતો કરાઈ હતી. તે ઉપરાંત મુકેશ અંબાણી મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે જીઓ પ્લેટોફોર્મના મેગા આઈપીઓ માટે ડીઆરએચપીને બોર્ડે મંજૂરી આપી છે અને આજે જ સેબીમાં ફાઈલ થશે. એટલે કે આગામી મહિનામાં જીઓનો મેગા આઈપીઓ આવશે. એક અંદાજ રૂપિયા 36,000 કરોડ કરતાે વધુ મોટો આઈપીઓ આવવાની ધારણા છે.
શેરબજાર ઘટવાના કારણો
(1) એક્સેન્ચેરે ગાઈડન્સમાં ઘટાડો કર્યો છે, જેથી આજે શુક્રવારે ભારતીય આઈટી સેકટરના શેરોમાં હેવી સેલ ઓફ આવ્યો હતો. અને આઈટી ઈન્ડેક્સ 1039 પોઈન્ટ(3.65 ટકા) તૂટ્યો હતો. ઈન્ફોસીસ 6.50 ટકા તૂટ્યો હતો. તેની પાછળ તમામ આઈટી શેરોના ભાવ ગબડ્યા હતા. પરિણામે શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
(2) પાંચ દિવસની એકતરફી તેજીને કારણે તેજીવાળા ખેલાડીઓએ ઉછાળે નફો બુક કર્યો હતો. પરિણામે શેરબજાર ઘટ્યું હતું.
(3) એફઆઈઆઈ નેટ સેલર છે. 18 જૂને એફઆઈઆઈએ રૂપિયા 1025 કરોડનું વેચાણ કર્યું હતું. આમ જૂન મહિનામાં ટોટલ રૂપિયા 47,907 કરોડનું નેટ સેલ કર્યું હતું,
(4) આજે સવારે એશિયાઈ અને બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ રહ્યું હતું પરિણામે ભારતીય શેરોમાં નવી લેવાલી અટકી ગઈ હતી.
મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પ્લસ
આજે શુક્રવારે મીડકેપ ઈન્ડેક્સ 138 પોઈન્ટ પ્લસ હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ વધુ 78 પોઈન્ટ સુધર્યો હતો. જેને પગલે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1762 શેરના ભાવ વધ્યા હતા અને 1523 શેરના ભાવ ઘટ્યા હતા.
137 સ્ટોકમાં અપર સર્કિટ
126 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને તો સામે 44 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 137 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 80 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
ઈટરનલ(2.05 ટકા), ભારતી એરટેલ(1.71 ટકા), પાવરગ્રીડ(1.35 ટકા), નેસ્લે(1.22 ટકા) અને એનટીપીસી(1.05 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
ઈન્ફોસીસ(6.50 ટકા), ટીસીએસ(3.06 ટકા), ટેક મહિન્દ્રા(2.33 ટકા), એચસીએલ ટેકનોલોજી(2.23 ટકા) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(1.81 ટકા)
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં છેલ્લા પાંચ દિવસની તેજી પછી બુલીશ મોમેન્ટમ થયું છે. આગામી સપ્તાહે પણ તેજીની આગેકૂચ રહેશે. ઘટાડા આવશે, પણ દરેક ઘટાડે ખરીદનારની જીત થશે. ટેકનિકલી પણ માર્કેટ મજબૂત થયું છે. નિફ્ટીમાં 23,800, સેન્સેક્સમાં 76,200 અને બેંક નિફ્ટીમાં 57,100ના સ્ટોપલોસ રાખીને દરેક ઘટાડે ખરીદી કરી શકાય. જો નિફ્ટી 24,200, સેન્સેક્સ 76,800 અને બેંક નિફ્ચી 57,800 કૂદાવશે તો તેજી વધુ ઝડપથી આગળ વધશે.

