અમદાવાદ- Stock Market India શેરબજારમાં બ્લેક ફ્રાઈડે રહ્યો હતો. આજે શુક્રવારે શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો હતો. તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 769 પોઈન્ટ તૂટી 81,537 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 241 પોઈન્ટ તૂટી 25,048 બંધ રહ્યો હતો. તેમજ બેંક નિફ્ટી(Nifty Bank) 727 પોઈન્ટ ઘટી 58,473 બંધ થયો હતો. માર્કેટ કેપમાં 7 લાખ કરોડનું ધોવાણ થયું હતું. શેરબજાર(Share Marke India) વધુ તૂટવા પાછળ કયા કારણો? આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? ટેકનિકલી તમામ સપોર્ટ લેવલ તૂટ્યા છે. બજેટ 2026 પહેલા હવે ચાર ટ્રેડિંગ સેશન બાકી રહી છે. પ્રી બજેટ રેલી આવશે કે નહી? બજેટ 2026 પહેલા બેસ્ટ બાય અને અદાણી ગ્રૂપના શેરો કેમ તૂટ્યા?
જૂઓ વીડિયો….
સેન્સેક્સમાં 769 પોઈન્ટનો કડાકો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 82,335ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 82,516 થઈ અને ત્યાં જોરદારે વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 81,471 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 81,537.70 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 769.67નું ગાબડુ દર્શાવે છે.
નિફ્ટી 241 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,344 ખૂલીને શરૂમાં સામાન્ય વધી 25,347 થઈ અને ભારે વેચવાલીથી ઝડપી તૂટી 25,025 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,048.65 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 241.25નો ઘટાડો દર્શાવે છે.
વીકલી સેન્સેક્સ 2033 પોઈન્ટ ગબડ્યો
સપ્તાહિક વધઘટને આધારે જોઈએ તો વીતેલા સપ્તાહમાં(Stock Market India) શેરબજારમાં ભારે કડાકો બોલી ગયો હતો. બીએસઈ સેન્સેક્સ 2033 પોઈન્ટ તૂટ્યો હતો. એનએસઈ નિફ્ટી 646 પોઈન્ટ ગબડ્યો હતો. નિફ્ટી બેંક 1,622 પોઈન્ટ તૂટ્યો હતો.
મીડકેપ સ્મોલકેપમાં ગાબડા
આજે શુક્રવારે શેરોની તમામ જાતોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. જો કે આજે ગ્લોબલ માર્કેટમાં મજબૂતી હતી, તેમ છતાં ભારતીય શેરબજારમાં(Stock Market India) ભારે વેચવાલીથી ગાબડા પડ્યા હતા. તમામ સેકટરના શેરો તૂટ્યા હતા. મીડકેપ ઈન્ડેક્સ 1045(1.80 ટકા) તૂટ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 1050(2.19 ટકા) ગબડ્યો હતો.
આજે ભારે વેચવાલી કેમ આવી?
(1) એફઆઈઆઈની ભારે વેચવાલી ચાલુ રહી છે. 22 જાન્યુઆરીએ એફઆઈઆઈએ રૂપિયા 2549 કરોડનું નેટ સેલ કર્યું હતું. જાન્યુઆરી મહિનાની કુલ 13 ટ્રેડિંગ સેશનમાં કુલ રૂપિયા 36,591 કરોડનું નેટ સેલ કર્યું હતું. તેની સાથે ડીઆઈઆઈએ 50,720 કરોડનું નેટ બાય કર્યું હતું.


(4) આઈસીઆઈસીઆઈ બેંક અને એચસીએલ ટેકનોલોજીના કવાર્ટર થ્રીના પરિણામ ધારણા કરતાં નબળા આવ્યા હતા. જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ થયું હતું.
(5) 26 જાન્યુઆરીને સોમવારે(Stock Market India) શેરબજારમાં રજા રહેશે. આમ શનિ, રવિ અને સોમ ત્રણ રજા આવતી હોવાથી શેરબજારમાં સાવચેતીભર્યા કામકાજ હતા. કોઈ જોખમ લેવા તૈયાર ન હતું.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ હતો. આજે શુક્રવારે 880 શેરના ભાવ વધ્યા હતા અને 2301 શેરના ભાવ ગગડ્યા હતા.
387 શેર બાવન વીક લો
35 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, જ્યારે 387 શેર બાવન વીક હાઈ પર બંધ હતા.
98 શેરમાં લોઅર સર્કિટ
72 શેરમાં અપર સર્કિટ હતી, જ્યારે 98 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
Top Trending News
PhonePe IPO: રૂ.10,000 કરોડથી વધુનો આઈપીઓ આવી રહ્યો છે, જાણો સંપૂર્ણ વિગત
ટોપ ગેઈનર્સ
ડૉ. રેડ્ડી લેબ(1.72 ટકા), ઓએનજીસી(0.86 ટકા), ટેક મહિન્દ્રા(0.79 ટકા), હિન્દાલકો(0.69 ટકા) અને હિન્દુસ્તાન યુનીલીવર(0.64 ટકા)
ટોપ લુઝર્સ
અદાણી એન્ટરપ્રાઈઝ(10.76 ટકા), અદાણી પોર્ટ(7.02 ટકા), ઈટરનલ(5.74 ટકા), ઈન્ડિગો(3.95 ટકા) અને જિઓ ફાઈનાન્સ(3.58 ટકા)
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે(Stock Market India) શેરબજારમાં ચાર જ ટ્રેડિંગ સેશન છે. 26 જાન્યુઆરીને સોમવારે રજા છે અને પહેલી ફેબ્રુઆરીને રવિવારે નાણાંપ્રધાન નિર્મલા સીતારમન સવારે 11 વાગે બજેટ રજૂ કરશે. બજેટ પહેલા શેરબજારમાં હવે ચાર ટ્રેડિંગ સેશન બાકી રહેશે. હાલ ટેકનિકલ વીક છે. તમામ અતિમહત્ત્વના સપોર્ટ લેવલ તૂટ્યા છે. માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયેલું છે. જો કે નિફ્ટીમાં હવે 25,000નું સપોર્ટ લેવલ આવે છે. જે મથાળા પર ટ્રેડ કરે તો સુધારો આવશે. અન્યથા 25,000નું લેવલ તૂટશે તો શેરબજાર વધુ ઘટી જશે.