Budget 2026: સોના ચાંદી પર કોઈ મોટી જાહેરાત થઈ શકે છે! જૂનું સોનું બહાર આવશે…

by Gujarati biz news
Budget 2026

અમદાવાદ- Budget 2026 સોના ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ(Gold Rate Today) 5145 ડૉલર ઑલ ટાઈમ હાઈ રહ્યો હતો અને સિલ્વર(Silver Rate Today) 109 ડૉલર લાઈફ ટાઈમ હાઈ થયો છે. અમદાવાદ 24 કેરેટ સોનું(Gold Price Today) રૂ. 1,65,000નો ભાવ હતો. અમદાવાદ ચાંદી(Silver Price Today) રૂ.3,45,000નો ભાવ રહ્યો હતો. બજેટ 2026માં સોના ચાંદી બજારની શું છે અપેક્ષા? સોના ચાંદી(Gold Silver Market) માટે કોઈ નવી જાહેરાત થશે? આયાત ડયૂટીમાં ઘટાડો થશે? જીએસટીમાં ઘટાડો આવશે? જૂનુ સોનું બહાર લાવવવા કોઈ જાહેરાત થશે? આકર્ષક ગોલ્ડ બોન્ડની(Gold Bond) જાહેરાત થઈ શકે છે? સોનાની આયાત(Import of Gold) પર નિર્ભરતા ઓછી કરવા વિચારાશે?

જૂઓ વીડિયો….

નાણાંપ્રધાન નિર્મલા સીતારમન(Finance Minister Nirmala Sitharaman) પહેલી ફેબ્રુઆરી, 2026ને રવિવારે સવારે 11 વાગે(Budget 2026) બજેટ રજૂ કરશે. નાણાંપ્રધાન સતત નવમી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવશે. આ બજેટ અર્થતંત્રને વેગ આપનારુ રહેશે તેવો આશાવાદ છે. આ બજેટમાં સોના ચાંદી બજારને ખૂબ મોટી આશા અને અપેક્ષા છે.

સોના ચાંદી બજારમાં છેલ્લા બે વર્ષથી એકતરફી તેજી ચાલી રહી છે અને સોના ચાંદીના રેકોર્ડ હાઈ ભાવ ચાલી રહ્યા છે. 1979 પછી ગોલ્ડ સિલ્વરમાં રોકાણકારોને જંગી વળતર મળ્યું છે. 2025ના વર્ષમા ગોલ્ડમાં 67 ટકાનો ઉછાળો આવ્યો છે. અને નવા વર્ષ 2026ના પ્રથમ જાન્યુઆરી મહિનામાં જ 12 ટકાનો ભારેખમ ઉછાળો આવ્યો છે. ચાંદીમાં તેના કરતાં બમણો ઉછાળો આવ્યો છે.

આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે 26 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ 5145 ડૉલર રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરતું હતું. તેમજ સિલ્વર 109 ડૉલરના લાઈફ ટાઈમ હાઈ પર હતી. અમદાવાદમાં આજે સોમવારે 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 160,000 બોલાયો હતો અને ચાંદી ચોરસાનો ભાવ 3,45,000 બોલાયો હતો.

જીઓપોલિટકલ ટેન્શન, યુએસ ડૉલરમાં નબળાઈ, યુએસમાં ફેડ રેટ(વ્યાજ દર)માં ઘટાડો, ટ્રમ્પના ટેરિફની સતત ધમકીઓ અને યુએસ સાથે ટ્રેડ વૉર આ બધા કારણોને પગલે સોના ચાંદીમાં સેફ હેવન ઈન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ નીકળી હતી. જેથી ગોલ્ડ સિલ્વરમાં સતત નવા ઊંચા ભાવે પણ નવી ખરીદી નીકળી છે. આમ ગોલ્ડ સિલ્વરમાં બેકાબૂ તેજી થઈ છે.

એક રીપોર્ટ અનુસાર ભારતીય ઘરોમાં 34,600 ટન સોનું એટલે કે કિંમતમાં ગણીએ તો અંદાજે 3.8 ટ્રિલિયન ડૉલરનું મુલ્ય થવા જાય છે. જે યુએસ, જર્મની, ફ્રાન્સ, ચીન, ઈટાલી, રશિયાની સેન્ટ્રેલ બેંકોમાં જમા છે તેના કરતાં ભારતમાં સોનું વધારે છે.

કેન્દ્ર સરકારે 2024માં ગોલ્ડ પર આયાત ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી હતી. જે પછી સોનું ખરીદવામાં ભારત વિશ્વમાં બીજા નંબર પર આવી ગયો હતો. ભારતમાં દાણચોરી પણ ખાસ્સી ઘટી ગઈ હતી. સોનાના ભાવમાં 5 ટકાનો ઘટાડો થયો હતો અને આયાત ડયૂટી ઘટતાં સોના ઘરેણાના વેચાણમાં 10 ટકા કરતાં વધુનો વધારો થયો હતો.

સોનાચાંદી બજારની આશા અને અપેક્ષા

(1) Budget 2026 સોના ચાંદીની આયાત ડયૂટી 6 ટકાથી ઘટાડીને 3 ટકા કરવી જોઈએ. જેનાથી દાણચોરીમાં ઘટાડો થશે. હાલમાં સોના ચાંદીના ભાવ ખૂબ વધ્યા છે, જેથી ફરી પાછી દાણચોરી વધી છે. એરપોર્ટ પર કે પોર્ટ પર ગેરકાયદે સોનું ચાંદી લાવનારના કિસ્સામાં વધારો થયો છે. 6 ટકા આયાત ડયૂટી અને 3 ટકા સેલ્સ ટેક્સ બચાવવા માટે થઈને દાણચોરી થઈ રહી છે. જો આયાત ડયૂટી ઘટશે તો દાણચોરી બંધ થઈ જશે. સોનું ચાંદી લાવનાર સત્તાવાર રીતે ડયૂટી ભરીને ભારતમાં લાવશે.

(2)  હાલ સોના પર 3 ટકા જીએસટી લાગુ છે, જે ઘટાડીને 1 ટકા કરવો જોઈએ. જો જીએસટી ઘટશે તો સોનાના ભાવમાં એટલો ઘટાડો થશે અને તેનાથી ગ્રાહકોને ફાયદો થશે.

(3) લોકોના ઘરોમાં જૂનુ સોનું ખૂબ મોટી માત્રામાં પડ્યું છે. જેને બહાર કાઢવા માટેની કોઈ સ્કીમ લાવવી જોઈએ. જેમ કે ગોલ્ડ સર્ક્યુલેશન સ્કીમથી લોકો નવું સોનું ખરીદવાની જગ્યાએ જુનું સોનું લાવીને તેના નવા દાગીના બનાવે. એટલે કે આયાત પર નિર્ભરતા ઘટશે.

(4) સરકારે(Budget 2026) ગોલ્ડ સિલ્વરની આયાત પર નિર્ભરતા ઘટે તેવા ઉપાયો પર વિચારવું જોઈએ.

(5) ગોલ્ડ બોન્ડની સ્કીમને વધુ આકર્ષક બનાવવી જોઈએ.

(6) ડિજિટલ ગોલ્ડની ડિમાન્ડ સતત વધી રહી છે, જેથી ડિજિટલ ગોલ્ડ માટે રેગ્યુલેશન બનાવવાની તાતી જરૂરિયાત છે અને તેના માટે સેબી કે આરબીઆઈની જેમ રેગ્યુલેટરને જવાબદારી સોંપવી.

Top Trending Video News

Budget 2026: શેરબજારની 15 મોટી અપેક્ષા સંતોષાશે તો નવી તેજી સંભવ!

ભાવમાં તેજી, બજારમાં મંદી

હાલ સોના ચાંદીના ભાવ એટલા બધા ઊંચા થયા છે કે મધ્યમ વર્ગને સોનું કે ચાંદી ખરીદવું કઠિન બની ગયું છે. આ સંજોગોમાં જ્વેલરીના શો રૂમ પર દાગીના(ઘરેણા)ની ઘરાકી સાવ ઘટી ગઈ છે. દાગીના બનાવનાર કારીગરોની પણ સ્થિતિ કફોડી બની છે.  હાલ એકલદોકલ ઘરાક આવે છે. રીટેઈલ ઘરાકી નોંધપાત્ર ઘટી છે. સોના ચાંદીના ભાવમાં તેજી છે, પણ સોના ચાંદી બજારમાં મંદીનો માહોલ છે. હવે સોના ચાંદી બજારની નજર નાણાંપ્રધાન નિર્મલા સીતારમનના(Budget 2026) બજેટ 2026 પર ટેકલી છે.

You will also like

Leave a Comment