અમદાવાદ- Stock Market India શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી.સપ્તાહના અંતિમ દિવસે પણ નવી લેવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 413 પોઈન્ટ વધી 74,729 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 148 પોઈન્ટ વધી 23,146 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 33 પોઈન્ટ પ્લસ 55,844 બંધ થયો હતો. શેરબજારમાં તેજી થવાના છ કારણો કયા? આગામી સપ્તાહે શેરબજારમાં આ તેજી આગળ વધશે? ટેકનિકલી માર્કેટ શું કહે છે? હવે દિવાળી પહેલા Share Market માં કેટલી તેજી થશે? આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય.
જૂઓ વીડિયો….
સેન્સેક્સ વધુ 413 પોઈન્ટ વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 74,341ના મજબૂત લેવલે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 74,012 થઈ અને નવી લેવાલીથી ઝડપી ઉછળી 74,778 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,729.27 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 413.66નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી 148 પોઈન્ટ ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 23,065 ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 22,913 થઈ અને ત્યાં જોરદાર લેવાલીથી ઉછળી 23,149 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,146.15 બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સામે 148.80નો ઉછાળો દર્શાવે છે.
નવી લેવાલી નીકળી
શેરબજાર (Stock Market India) સવારે મજબૂત મથાળે જ ખૂલ્યું હતું. શરૂમાં પ્રોફિટ બુકિંગ આવતાં સામાન્ય ઘટાડો આવ્યો હતો, જો કે નીચા મથાળે નવી લેવાલી નીકળી હતી, અને તેજીની આગેકૂચ રહી હતી. ખાસ કરીને આઈટી, બેંક, મેટલ, ઈન્ફ્રા સહિતના સેકટરના શેરોમાં લેવાલી હતી. જો કે એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ અને ફાર્મા નરમ હતા.
માર્કેટ કેપમાં 2 લાખ કરોડનો વધારો
શુક્રવારે શેરબજારમાં હેવીવેઈટ શેરોમાં નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. પરંતુ મીડકેપ અને સ્મોલકેપ શેરોએ આઉટપર્ફોરમ કર્યું હતું. મીડકેપ 67 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 2 પોઈન્ટ ઘટ્યા હતા. તેજી થતાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 2 લાખ કરોડનો વધારો થયો હતો એટલે કે રોકાણકારોની મૂડીમાં 2 લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
આઈટી સેકટરના શેરોમાં ભારે તેજી
ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેત હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા હતા. કંપનીઓના બીજા ત્રિમાસિકગાળાના પરિણામો ધારણા કરતાં વધુ પ્રોત્સાહક આવી રહ્યા છે, તેમજ સતત પાંચમાં દિવસે આઈટી શેરોમાં જોરદાર લેવાલી ચાલુ રહી છે. જેથી આઈટી ઈન્ડેક્સમાં 1204 પોઈન્ટ(3.92 ટકા)નો ઉછાળો નોંધાયો હતો. આમ પાંચ દિવસમાં આઈટી ઈન્ડેક્સમાં 10 ટકા કરતાં વધુની તેજી થઈ હતી. જેથી શેરબજારનું ઑવરઑલ સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.
ડૉલર સામે રૂપિયો વધુ મજબૂત
ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સતત પાંચમાં દિવસે વધ્યો હતો. ડૉલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થઈ 94.93 પર ટ્રેડ કરતો હતો. પરિણામે શેરબજારની તેજી આગળ વધી હતી.
વીતેલા સપ્તાહે સેન્સેક્સમાં 2,257 પોઈન્ટનો ઉછાળો
Stock Market India સતત બીજા સપ્તાહે શેરબજારમાં તેજી આગળ વધી છે. વીક ટુ વીક સેન્સેક્સમાં 2,257 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. એનએસઈ નિફ્ટીમાં 626 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. તેમજ બેંક નિફ્ટીમાં 588 પોઈન્ટની તેજી થઈ હતી. તેમજ સપ્તાહ દરમિયાન માર્કેટ કેપિટલાઝેશનમાં રૂપિયા 7 લાખ કરોડનો વધારો થયો હતો.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2131 શેરના ભાવ વધ્યા હતા અને 1422 શેરના ભાવ ઘટ્યા હતા.
ટોપ ગેઈનર્સ
સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ટેક મહિન્દ્રા(8.48 ટકા), ટીસીએસ(4.89 ટકા), ઈન્ફોસીસ(4.61 ટકા), ભારતી એરટેલ(2.75 ટકા) અને એચસીએલ ટેકનોલોજી(2.37 ટકા).
ટોપ લુઝર્સ
સૌથી વધુ ગગડેલા શેરોમાં ઈન્ડિગો(1.91 ટકા), બીએસઈ(1.90 ટકા), મેક્સ હેલ્થકેર(1.40 ટકા), તાતા કન્ઝ્યુમર(1.27 ટકા) અને જિઓ ફાઈનાન્સ(1.26 ટકા).
આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?
શેરબજાર(Stock Market India) માટે બે નેગેટિવ ફેક્ટર છે. ક્રૂડ ઓઈલના ભાવ અને એફઆઈઆઈની વેચવાલી. જો કે તે સિવાય શેરબજારમાં તેજીની આગેકૂચ રહેશે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. નિફ્ટીમાં 23,050 સપોર્ટ લેવલ રહેશે, જ્યારે ઉપરમાં 23,250 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. બેંક નિફ્ટીમાં 55,500નો સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 56,200 રેઝિસ્ટન્સ લેવલ રહેશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

