અમદાવાદ– Stock Market India શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો. બે તરફી અફરાતફરીભરી વધઘટ વચ્ચે બીએસઈ સેન્સેક્સ 460 પોઈન્ટ ઘટી 73,249 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 123 પોઈન્ટ ઘટી 22,687 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 51 પોઈન્ટ ઘટી 54,925 બંધ થયો હતો. દરેક ઊંચા મથાળે વેચવાલી ચાલુ રહી હતી, પરિણામે શેરબજાર વધુ ઘટ્યું હતું.
સેન્સેક્સ વધુ 460 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 73,343ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 73,720 થઈ અને ત્યાં વેચવાલી ફરી વળતાં ઘટી 73,005 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,249.39 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 460.30નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 123 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ શરૂમાં 22,687ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધી 22,785 થઈ અને ત્યાં ભારે વેચવાલી આવતાં ઘટી 22,554 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 22,687 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 123.70નો ઘટાડો દર્શાવે છે.
માર્કેટ કેપમાં 4 લાખ કરોડનો ઘટાડો
Stock Market India શેરબજાર સવારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. શરૂમાં નવી લેવાલીનો ટેકો આવ્યો હતો, જેથી ધીમી ગતિએ સુધારો આવ્યો હતો. જો કે આ સુધારો ઝાઝુ ટકી શક્યો ન હતો. ઊંચા મથાળે નવી લેવાલીનો અભાવ હતો, અને સેન્સેક્સની વીકલી એક્સપાયરીના દિવસે ભારે વેચવાલી ફરી વળી હતી અને બજાર ઘટી ગયું હતું. માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજે 4 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.
મીડકેપ અને સ્મોલકેપ શેર તૂટ્યા
ગુરુવારે આઈટી, એફએમસીજી, ઓટોમોબાઈલ સેકટરના શેરોમાં ધૂમ લેવાલીથી ગાબડા પડ્યા હતા, જ્યારે પીએસયુ બેંક અને ફાર્મા સેકટરના શેરોમાં સામાન્ય લેવાલીથી સુધારો આવ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 501 પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 211 પોઈન્ટ ઘટ્યો હતો.
ડ્રોન હૂમલાથી જીઓ પોલિટિકલ ટેન્શન વધ્યું
સઉદી અરામકો પર ડ્રોન હૂમલાના સમાચાર હતા. જેને પગલે પશ્ચિમી એશિયામાં ટેન્શન વધ્યું છે. તેમજ ઈરાનની મીલીટ્રી ફોર્સે ચેતવણી આપી છે કે ઈરાન પર હૂમલા કરનાર દેશોને છોડીશું નહી. આમ જીઓ પોલિટિકલ ટેન્શન વધતાં શેરબજારનું સેન્ટિમેન્ટ ખરાડયું હતું.
ક્રૂડની કીમત વધી
બીજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડ 3.35 ડૉલર વઘી 112.15 ડૉલર પર ટ્રેડ કરતું હતું. ક્રૂડ ઓઈલ 2.62 ડૉલર વધી 99.77 ડૉલર પર ટ્રેડ કરતું હતું. આથી ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી ચાલુ રહી હતી.
426 શેર બાવન વીક લો
Stock Market India સતત ત્રીજા દિવસે બજાર ઘટીને આવતાં એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1024 શેરના ભાવ વધ્યા હતા અને 2512 શેરના ભાવ ઘટ્યા હતા. 426 શેરના ભાવ બાવન વીક લો પર બંધ રહ્યા હતા. તેમજ 189 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ગગડેલા શેર
સૌથી વધુ ગગડેલા શેરમાં નેસ્લે(2.78 ટકા), ઈટરનલ(2.53 ટકા), એચડીએફસી લાઈફ(2.09 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(2.07 ટકા) અને રીલાયન્સ ઈન્સ્ટ્રીઝ(2.03 ટકા)
જિઓનો આઈપીઓ કુલ 5.51 ગણો ભરાયો
જિઓ પ્લેટફોર્મનો જંગી આઈપીઓ બીજા દિવસે કુલ 5.51 ગણો ભરાયો છે, જેમાં રીટેઈલ પોર્શન 1.53 ગણો ભરાયો છે. હવે આજે શુક્રવારે જિઓ આઈપીઓનો છેલ્લો દિવસ છે.
કાલે શેરબજારમાં પ્રત્યાઘાતી સુધારો આવશે?
શેરબજારમાં સતત ત્રણ દિવસના ઘટાડા પછી હવે સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે પ્રત્યાઘાતી સુધારો આવશે. ટેકનિકલી નિફ્ટીમાં 22,500 અતિમહત્ત્વનું સપોર્ટ લેવલ છે, જો આ લેવલ તૂટશે તો બજારમાં ફ્રી ફોલ જોવાશે. પણ હાલ 22,500ના સપોર્ટ લેવલે ઘટાડે ખરીદી કરી શકાય. બેંક નિફ્ટી ટેકનિકલી નરમ છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

