Jyeshtha Adhik Maas 2026: અધિક માસમાં કયા વ્રત અને શું દાન કરવું જોઈએ?

by Gujarati biz news
Jyeshtha Adhik Maas 2026
Jyeshtha Adhik Maas 2026

Generated by AI

અમદાવાદ– Jyeshtha Adhik Maas 2026 આ વર્ષે અધિક માસ 17 મે, 2026ને રવિવારથી શરૂ થશે અને 15 જૂન, 2026ને સોમવારે પૂર્ણ થશે. ‘આ અધિક માસ ‘પુરુષોત્તમ’ જેઠ માસ છે.(Purushottama maas 2026) અધિક માસને આગળના મહિનાનું નામ આપવામાં આવે છે અધિક માસ. આ મહિનામાં વ્રતો, પુણ્ય કાર્ય, દાન,-દક્ષિણા, ઉપવાસ, તીર્થયાત્રા, ગંગાસ્નાન અને દેવદર્શનનું અનેરુ મહાત્તમ્ય છે. આજે આપણે આ માહિતી મેળવીશું.

વ્રત અને પુણ્‍ય કાર્યો

પ્રત્‍યેક માસમાં સૂર્ય એકેક રાશિમાં સંક્રમણ કરે છે, પણ અધિક માસમાં સૂર્ય કોઈપણ રાશિમાં સંક્રમણ કરતો નથી. અર્થાત્ અધિક માસમાં સૂર્ય સંક્રાંતિ હોતી નથી. તેથી ચંદ્ર અને સૂર્યની ગતિમાં ફેર પડે છે અને વાતાવરણમાં પણ ગ્રહણકાળની જેમ પલટ થાય છે. ‘આ બદલનારા અનિષ્‍ટ વાતાવરણનું આપણી પ્રકૃતિ પર પરિણામ થાય નહીં. તેથી આ માસમાં વ્રતો અને પુણ્‍ય કાર્યો કરવા’, એવું શાસ્‍ત્રકારોએ કહ્યું છે.

અધિક માસમાં કરવાના વ્રતો

Jyeshtha Adhik Maas 2026 અધિક માસમાં શ્રી પુરુષોત્તમ માસમા એક માસ ઉપવાસ કરવો. આયાચિત ભોજન, નક્ત ભોજન (દિવસે જમવાને બદલે કેવળ રાત્રે પહેલા પ્રહરમાં એકવાર જ જમવું) કરવું અથવા એકભુક્ત રહેવું (દિવસમાં એકવાર જ જમવું). નબળી વ્‍યક્તિએ આ ચાર પ્રકારમાંથી એક પ્રકારનું તોયે ઓછામાં ઓછું ત્રણ દિવસ અથવા એક દિવસ તોયે આચરણ કરવું જોઈએ. પ્રતિદિન એક વાર જ ભોજન કરવું. જમતી વેળાએ બોલવું નહીં. તેથી આત્‍મબળ વધે છે. મૌન રહીને ભોજન કરવાથી પાપક્ષાલન થાય છે.

તીર્થસ્‍નાન કરવું

ન્‍યૂનતમ એક દિવસ ગંગાસ્‍નાન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. અથવા તો તમારા ઘરની નજીક કોઈ પવિત્ર નદી હોય તો પણ વિષ્ણુ ભગવાનનો નામ જાપ કરીને સ્નાન કરવું જોઈએ. જેનાથી પણ પાપનો નાશ થાય છે.

દાન કયારે કરવું?

Jyeshtha Adhik Maas 2026 ‘આ સંપૂર્ણ માસમાં દાન કરવાનું ન બને, તેણે સુદ અને વદ બારસ, પૂર્ણિમા, વદ આઠમ, નવમી, ચૌદસ, અમાસ આ તિથિઓએ તેમજ વ્‍યતિપાત, વૈધૃતિ આ યોગ પર વિશેષ દાનધર્મ કરવો’, એવું શાસ્‍ત્રમાં કહ્યું છે.

શું દાન કરી શકાય?

આ માસમાં(Jyeshtha Adhik Maas 2026) પ્રતિદિન શ્રી પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્‍ણની પૂજા અને નામજપ કરવો. અખંડ અનુસંધાનમાં રહેવાનો પ્રયત્ન કરવો. દીપદાન કરવું. ભગવાન સામે અખંડ દીપ પ્રજ્‍વલિત રાખવાથી લક્ષ્મીજીની પ્રાપ્‍તિ થાય છે. તીર્થયાત્રા કરવી. દેવદર્શન કરવા. તાંબૂલદાન (પાનબીડું-દક્ષિણા) કરવું. એક માસ તાંબૂલદાન દેવાથી સૌભાગ્‍ય પ્રાપ્‍તિ થાય છે. ગૌપૂજન કરવું. ગૌગ્રાસ આપવો. (ગાયને ચારો ખવડાવવો). અપૂપદાન (માલપૂડો, છિદ્ર ધરાવતી વાનગીનું દાન) કરવું જોઈએ.

વિષ્ણુ પૂજા અને નામજાપ કરવા

આ અધિક માસ કે પુરષોત્તમ માસમાં કરેલ વ્રત અને પુણ્ય કાર્યો કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. શક્ય હોય તો વિષ્ણુ ભગવાની પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરવો. સત્યનારાયણ દેવની કથા, એકાદશીનું વ્રત કરવું અતિ ઉત્તમ છે.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

Jyeshtha Adhik Maas 2026 Most Watched News

Jyeshtha Adhik Maas 2026: અધિક માસ એટલે શું? પુરુષોત્તમ મહિનો કહેવાય છે!

You will also like

Leave a Comment