Dussehra 2026: દશેરાના દિવસે પૂજા, રાવણ દહનનું મુહૂર્ત સાથે કઈ ખરીદી શુભ મનાય છે?

by Gujarati biz news
Dussehra 2026
Dussehra 2026

Image Generated by AI

અમદાવાદ- Dussehra 2026 નવરાત્રીના નવ દિવસ બાદ આસો મહિનાની સુદ દસમના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને લંકા પર વિજય પ્રાપ્ત કર્યો હતો. જેથી આ દિવસ વિજયાદસમી તરીકે ઓળખાય છે. દર વર્ષે આ તિથી મનાવાય છે અને તે દિવસે રાવણનું દહન કરાય છે અને શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા ચાલી આવે છે.

ધર્મની જીતનું પ્રતીક

ભગવાન રામે રાવણ પર જીત મેળવી જેને અનિષ્ટ પર સત્ય ધર્મની જીત મનાય છે. એટલે કે આસુરી તત્વો પર સચ્ચાઈની જીત થઈ હતી, જેને વિજયાદશમીના નામથી ઓળખાય છે. વિજયાદસમીના દિવસે અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવી શુભ મનાય છે. રામની પૂજા અર્ચનાની સાથે રામ કથા વાંચવી કે સાંભળવાની પરંપરા છે.

ભગવાન રામની પૂજા અને મંત્ર

Dussehra 2026 દશેરાના દિવસે વહેલા સવારે ઉઠીને સ્નાન કરીને ચોખ્ખા વસ્ત્ર પહેરીને ઘરના મંદિરને સાફ કરીને ભગવાન રામની પ્રતિમા કે ફોટા પર હાર ફૂલ ચઢાવીને કુંકુથી ચાંલ્લો કરવો જોઈએ. રામ ભગવાન આગળ દિવો કરવો અને ધૂપ કે અગરબત્તી કરવી જોઈએ. વિધિ વિધાન સાથે પૂજા પછી મંત્રોના જાપ કરવા અતિ ઉત્તમ મનાય છે.

“ॐ दशरथये विद्महे सीतावल्लभाय धीमहि, तन्नो रामः प्रचोदयात्”

આ રામજીનો ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને આપના જીવનમાં પોઝિટિવિટીનો અનુભવ થશે.

સંકટ મુક્તિ મંત્ર

Dussehra 2026 તે ઉપરાંત “શ્રી રામ જય રામ જય જય રામ” આ મંત્ર કરવાથી સંકટોમાંથી મુક્તિ મળે છે. જીવનમાં આવતાં પડકારો સામે લડવાની શક્તિ મળે છે. નેગેટિવિટીને દૂર કરવા માટે આ મુક્તિ મંત્રનો જાપ કરવો જોઈએ.

વિજયાદસમી કયારે છે?

તિથીનો પ્રારંભઃ 20 ઓક્ટોબર, 2026ને બપોરે 12.51 કલાકથી

તિથીની સમાપ્તિઃ 21 ઓક્ટોબર, 2026ને બપોરે 2.11 કલાકે

શુભ મુહૂર્ત અને પૂજાનો સમય

(1) વિજય મુહૂર્તઃ બપોરે 1.59 વાગ્યાથી બપોરે 2.45 વાગ્યા સુધી શસ્ત્ર પૂજાન અને નવા કાર્યો માટે સૌથી ઉત્તમ સમય છે.

(2) બપોરે 1.14 વાગ્યાથી 3.30 વાગ્યા સુધી

(3) રાવણ દહનનો સમયઃ સૂર્યાસ્ત પછી પ્રદોષ કાળમાં એટલે કે 20 ઓક્ટોબરની સાંજે 5.47 વાગ્યા પછી

શુ ખરીદવું શુભ મનાય છે?

Dussehra 2026 ધાર્મિક માન્યતાઓ અનુસાર દશેરા અને દિવાળી પર નવું ઝાડુ ખરીદવું શુભ મનાય છે. ઝાડુ ઘરની સાફ સફાઈ સાથે જોડવામાં આવે છે. માન્યતા એવી છે કે સાફ ઘરમાં ખુશાલી અને પોઝિટિવિટી આવે છે. આ દિવસે આપ આપની જરૂરિયાત અનુસાર નવું ઝાડું ખરીદી શકો છો.

નવું વાહન ખરીદવું

વિજયાદસમીના દિવસે શુભ કામની શરૂઆત માટે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. એટલા માટે લોકો આ દિવસે કાર, બાઈક અથવા અન્ય વાહનની ખરીદી કરે છે, અને તે જ દિવસે વાહન શોરૂમમાં જઈને છોડાવે છે.

નવી ખરીદીની પરંપરા છે?

દશેરાના દિવસે સોના ચાંદીના સિક્કા, તાંબા પિત્તળના વાસણો ખરીદવાની પરંપરા છે. ધાર્મિક રીતે આ ચીજ વસ્તુઓની ખરીદીને સમુદ્ધિ સાથે જોડવામાં આવે છે. કેટલાક લોકો વિજયાદસમીના દિવસે નવું ઘર કે જમીનની ખરીદી કરતાં હોય છે. અથવા તો નવા ઘરમાં માટલી મુકે છે.

ગુજરાતમાં ફાફડા જલેબી ખાવાની પરંપરા

ગુજરાતમાં દસેરાના દિવસે ફાફડા જલેબી ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. દશેરાના દિવસે ગુજરાતીઓ લાખો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જાય છે. ફરસાણની દુકાનો કે શોરૂમ પર ફાફડા જલેબી ખરીદવા માટે લાંબી લાઈનો જોવા મળે છે. કોઈ એવો ગુજરાતી નહી હોય કે તે દેશમાં હોય કે વિદેશમાં દશેરાના દિવસે ફાફડા જલેબી ખાદ્યા ન હોય. હવે તો ફાફડા જલેબી ખાવાનો ચસકો બોલીવુડને પણ લાગ્યો છે. આમ દશેરાના દિવસે પૂજાની સાથે નવી ખરીદીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે.

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય માહિતી અને માન્યતાઓ ધર્મ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી.)

You will also like

Leave a Comment