અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રીજા દિવસે સુધારો આગળ વધ્યો હતો. બ્લૂચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) વધુ 283 પોઈન્ટ વધી 83,734 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) વધુ 93 પોઈન્ટ વધી 25,819 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 376 પોઈન્ટ વધી 61,550 બંધ થયો હતો. ત્રીજા દિવસે નવો સુધારો આવવા પાછળ કયા કારણો જવાબદાર રહ્યા છે? કોની લેવાલી આવી હતી? અને હવે ટેકનિકલ લેવલ શું કહી રહ્યા છે? શેરબજારમાં(Share Market India) નવી તેજી આવશે? શેરબજારનો વિશેષ અહેવાલ…
સેન્સેક્સ વધુ 283 પોઈન્ટ ઊંચકાયો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 83,553ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં ઘટી 83,163 થયો હતો. પણ તે મથાળેથી નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 83,770 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,734.25 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 283 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટી ઈન્ડેક્સ 93 પોઈન્ટ વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,751ના ઊંચા મથાળે મજબૂત ખૂલ્યો હતો, જે શરૂમાં ઘટી 25,645 થઈ અને ત્યાં નવી ટેકારૂપી લેવાલી આવતાં ઉછળી 25,828 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,819.35 બંધ રહ્યો હતો. જે 93.95નો ઉછાળો દર્શાવે છે.
ઘટ્યા મથાળેથી સુધારો
શેરબજાર મજબૂત ખૂલ્યા પછી વેચવાલી આવી હતી અને બજાર સારુ એવું ઘટી ગયું હતું જો કે બ્લૂચિપ શેરોમાં નવેસરથી લેવાલી નીકળી હતી. ખાસ કરીને તેજીવાળા ઓપરેટરોએ નવી લેવાલી કાઢી હોવાના સમાચાર મળી રહ્યા છે. કારણ કે સળંગ ત્રણ દિવસથી શેરબજારમાં સુધારો આગળ વધ્યો છે. મંદીવાળાઓની ઉછાળે વેચવાલી ટ્રેપ થઈ રહી છે, જેથી આજે ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો.
ત્રીજા દિવસે નવી લેવાલીના કારણ
(1) એફઆઈઆઈએ ફરીથી પાછી નવી લેવાલી કાઢી છે. ગઈકાલ 17 ફેબ્રુઆરીએ રૂપિયા 995 કરોડનું નેટ બાય કર્યું હતું. તેની સાથે ડીઆઈઆઈએ પણ કુલ રૂપિયા 187 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આમ એફઆઈઆઈ ફરીથી ખરીદી કરવા આવી હોવાથી(Stock Market India) શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
(2) ભારત અને ફ્રાન્સ સાથે સંરક્ષણ અને ટેકનોલોજી સહિત 21 કરાર થયા છે. આમ એક પછી એક દેશો ભારત સાથે ડીલ કરી રહ્યા છે. યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ ડીલ થઈ અને તે પછી અમરિકા સાથે ટ્રેડ ડીલ થઈ છે. હવે ફ્રાન્સ સાથે ડીલ થઈ છે. જે ભારત માટે પોઝિટિવ ફેકટર છે.
(3) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટીને આવ્યા હતા. બ્રેન્ટ 67.73 ડૉલર અને ક્રૂડ 62.62 ડૉલર પર ટ્રેડ કરી રહ્યા છે. જેને પગલે(Stock Market India) શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર જોવા મળી હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે બુધવારે નિફ્ટી મીડકેપ ઈન્ડેક્સ વધુ 301 પોઈન્ટ પ્લસ હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 92 પોઈન્ટ વધ્યો હતો. જેથી એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. આજે 1715 શેરના ભાવ વધ્યા હતા અને 1458 શેરના ભાવ ઘટ્યા હતા.
62 શેર બાવન વીક હાઈ બંધ થયા હતા અને 67 શેર બાવન વીક લો પર બંધ થયા હતા.
73 શેર અપર સર્કિટ અને 56 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
કવૉલીટી વોલ્સ(4.97 ટકા), એચડીએફસી લાઈફ(3.39 ટકા), તાતા સ્ટીલ(2.84 ટકા), આઈટીસી(2.21 ટકા) અને બજાજ ઓટો(1.81 ટકા)
ટોપ લુઝર્સ
વિપ્રો(1.64 ટકા), ટેક મહિન્દ્રા(1.58 ટકા), ઈટરનલ(1.56 ટકા), ઈન્ફોસીસ(1.38 ટકા) અને અદાણી એન્ટરપ્રાઈઝ(1.33 ટકા)
શેરબજારમાં કાલે શું થશે?
ત્રણ દિવસના સુધારા પછી(Stock Market India) કાલે પ્રત્યાઘાતી ઘટાડો આવી શકે છે. ટેકનિકલી માર્કેટ મજબૂત થયું છે. પણ નિફ્ટી 25,800 ઉપર ટકી જાય તો જ તેજી આગળ વધશે. અન્યથા ઉછાળે વેચવાલી આવશે. સેન્સેક્સ 83,800 ઉપર આવે અને તેના પર ટકી જાય તો જ તેજી આગળ વધશે.
Top Trending News