ચેન્નઈ- IND v/s ZIM સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝથી હાર્યા પછી ટી20 વર્લ્ડકપ 2026(ICC T20 World Cup 2026) ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે 26 ફેબ્રુઆરી, 2026ને ગુરુવારે ગ્રૂપ 1ની સુપર 8 ની મેચ ખૂબ અગત્યની બની ગઈ છે. ચેન્નઈના એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં(ચેપોક સ્ટેડિયમ) આ બન્ને ટીમો વચ્ચે મુકાબલો બની રહેશે. સેમીફાઈનલમાં પહોંચવા માટે જીતવું ખૂબ જ મહત્વનું બની રહેશે. ભારતે આજની મેચ જીતવી પડશે, જેથી તેના પર વધુ પ્રેશર આવ્યું છે. જે ટીમ હારશે તે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે.(India and Zimbabwe in a battle for a place in the semi-finals of the T20 World Cup 2026)
ભારતીય ટીમની પ્રાર્થના
તેની સાથે ભારતીય ટીમે એક પ્રાર્થના કરવાની રહેશે કે 26 ફેબ્રુઆરીએ જ વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની મેચમાં વેસ્ટઈન્ડિઝની ટીમને સાઉથ આફ્રિકા હરાવી દે. ત્યાર પછી ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝને હરાવી દે, કારણ કે વેસ્ટઈન્ડિઝનો નેટ રન રેટ 5ને પાર છે. તેમજ સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ +2.800 છે.(IND v/s ZIM)
સેમીફાઈનલનું સમીકરણ
એટલે કે(T20 World Cup 2026) ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને તે પોતાના ઘરમાં જ રહી છે. એટલે તેના પર ભારે પ્રેશર છે. સાઉથ આફ્રિકા સામે હાર્યા પછી ભારતીય ટીમનો નેટ રન રેટ -3.800 આવી ગયો છે. એવામાં સૂર્યા બ્રિગેડ ઈચ્છે છે કે તેમના પક્ષમાં સમીકરણ બેસે. વેસ્ટઈન્ડિઝની આફ્રિકા પર જીતથી(IND v/s ZIM) ભારતનું સેમીફાઈનલનું સમીકરણ બગડી શકે છે.
આજે બે મહાજંગ
ICC T20 World Cup 2026 સુપર 8માં આજે ગુરુવારે બપોરે ત્રણ વાગે વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જંગ છે. ત્યાં બે પોઈન્ટ માટે મુકાબલો થશે. પણ આજે જ સાંજે સાત વાગે ચેન્નઈમાં ભારત અને ઝિમ્બાબ્વે ટીમ વચ્ચે મુકાબલો સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે.
ભારતના ચાર ખેલાડીઓની કરિયર
જો(IND v/s ZIM) ભારત ઝિમ્બાબ્વે સામે હારી જાય અને સેમીફાઈનલમાં નથી પહોંચતું ભારતની ચાર ખેલાડીઓની કરિયરને નુકસાન થઈ શકે છે. કે જેમનું પરફોર્મન્સ ટી 20 વર્લ્ડકપમાં સાવ નબળું રહ્યું છે.(T20 World Cup 2026)
(1) અભિષેક શર્માઃ આ સમયે ભારતમાં સૌથી વધુ કોઈ ખેલાડીની ટીકા થતી હોય તો તે છે અભિષેક શર્મા, જેણે ટી20 વર્લ્ડ કપની ચાર મેચોમાં માત્ર ને માત્ર 15 રન બનાવ્યા છે. આ 15 રન પણ તેની(IND v/s ZIM) સાઉથ આફ્રિકા સામેની ટી20માં આવ્યા હતા. આમ જોવા જઈએ તો અભિષેક શર્મા ટી20 રેન્કિંગમાં પ્રથમ નંબરનો બેટ્સમેન છે. પણ હાલનું પરફોર્મન્સ જોતાં ટીમ ઈન્ડિયા ટેન્શનમાં આવી ગઈ છે.
(2) તિલક વર્માઃ હાલની ટી20 વર્લ્ડ કપમાં તિલક વર્માનું પરફોર્મન્સ નબળું રહ્યું છે. જે ટીમમાં સૌથી મજબૂત 3 નંબરની પોઝીશન પર રમી રહ્યો છે. પણ તેના પાંચ દાવમાં 107 રન બનાવ્યા છે. તેની એવરેજ 21.40 અને સ્ટ્રાઈક રેટ 118.88 છે. જે 3 નંબરનો બેટ્સમેન માટે યોગ્ય માનવામાં આવતો નથી. તેની જગ્યા લેવા માટે શ્રેયર અય્યર જેવા બેટ્સમેન છે. તિલક વર્મા એ સાઉથ આફ્રિકા સામે બહાર નીકળીને શોટ રમવાના ચક્કરમાં આઉટ થયો હતો. તેની સુનીલ ગ્વાસ્કરે ટીકા કરી હતી.
(3) રિંકુ સિંહઃ ટી20 વર્લ્ડ કપ 2026માં રિંકુ સિંહ અત્યાર સુધી પ મેચમાં ફકત 29 બોલ રમીને ફક્ત 24 રન બનાવ્યા છે. રિંકુ સિંહે અમેરિકાની વિરુદ્ધમાં 14 બોલ પર 6 રન, નામીબિયા સામે 6 બોલમાં 1 રન, પાકિસ્તાન સામે 4 બોલમાં 11 રન(નોટઆઉટ) અને નેધરલેન્ડ સામે 3 બોલમાં 6 રન બનાવ્યા હતા.(IND v/s ZIM) સાઉથ આફ્રિકા સામે 2 બોલ રમીને ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો.
(4) સૂર્યકુમાર યાદવઃ આ ટી2- વર્લ્ડ કપ માટે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે. પણ તેમનું પરફોર્મન્સ કેપ્ટન જેવુ નથી. ભારતીય ટીમની સફર જો વર્લ્ડ કપમાં સમાપ્ત થશે તો 35 વર્ષના સૂર્યકુમાર યાદવની કરિયર પર અસર થશે. સુર્યકુમાર યાદવે 5 મેચમાં પ દાવમાં 1 વાર નોટ આઉટ રહીને 180 રન બનાવ્યા છે. તેની 45.00ની એવરજની સાથે 127.65નો સ્ટ્રાઈક રેટ બન્યો છે.
આ પણ વાંચો….
Drugs seized in Gujarat: છેલ્લા બે વર્ષમાં કેટલા કરોડનું ડ્રગ્સ પકડાયું? વિધાનસભામાં આપી માહિતી