Gemini Zodiac: મિથુન રાશિનું વ્યક્તિત્વ જાણો, કયા રત્નને ધારણ કરવાથી લાભ થાય?

by Gujarati biz news
Gemini Zodiac
Gemini Zodiac

Generated by AI

અમદાવાદ- Gemini Zodiac જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બાર રાશિ આવે છે. બાર રાશિઓના જાતકોનું અવલોકન કરીએ તો અલગઅલગ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. દરેક રાશિની આગવી વિશેષતા અને લક્ષણો હોય છે.  મેષ રાશિ(Mesh Rashi) અને વૃષભ રાશિ(Vrushbha Rashi)નું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી વગેરે આપણે અગાઉ જાણી ગયા છીએ. આજે આપણે ત્રીજી રાશિ મિથુન રાશિના(Gemini Zodiac) જાતકોનું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી અગે જાણીશું.

મિથુન (ક, છ, ઘ)

મિથુન(Mithun) રાશિ ચક્રના 60 અંશથી 90 અંશ સુધીના ભાગમાં મિથુન રાશિ આવે છે. તેનો સ્વરૂપ ગદાધારી પુરુષ અને વીણાધારી સ્ત્રીનું છે. તે શરીરના છાતી અને બાહુ પર અમલ કરે છે.

વ્યક્તિત્વ

Gemini Zodiac આ રાશિવાળા જાતકો વિચારીને કાર્ય કરનારા, અભિગમવાળા, બૌદ્ધિક સ્તર ઊંચું હોય છે. હાજર જવાબી, તેજસ્વી, ચતુર, માનસિક રીતે શક્તિશાળી, સ્વતંત્ર વિચારધારાવાળા, ઢોંગી, દંભી, અનુકૂળ સમયમાં કામ કરનારા અને નવીનતાના શોખીન હોય છે.

દેખાવ અને સ્વભાવ

મિથુન રાશિમાં જન્મેલા માણસોના શરીરનું બંધારણનો વિચાર કરીએ તો પાતળા બાંધાના, મોટા માથાવાળા, પહોળી છાતી, ચપટું નાક, શ્યામ વર્ણના, મજબૂત કેડવાળા, સ્વભાવે મોજીલા, વધુ બોલનારા, વિચારોને અમલમાં મુકનારા, હાસ્ય પ્રેરક અને શાંતિથી કાર્ય કરનારા હોય છે.

રોજગારી

ન્યાયાધીશ, સંગીતકાર, લેખક, તંત્રી, ફોટોગ્રાફર્સ, ટીકાકાર, વિવેચક, નાટ્યકાર, માલિક, મેનેજર, વિવિધ ભાષાના જાણકાર, કલાકાર, કારકુન, ઉદ્યોગોના જાણકાર, એકાઉન્ટિંગ, પ્રશ્ન સંચાલક, શિક્ષક, ટ્રાન્સપોર્ટના ધંધાવાળા, પ્રિન્ટિંગના ધંધાવાળા જોવા મળતા હોય છે.

તંદુરસ્તી

Gemini Zodiac આ રાશિવાળાને આંતરડાની બીમારી, શ્વાસની તકલીફ, દમ, ખરજવું, જઠર અને ફેફસાના લગતાં રોગ, શરદી- સળેખમ, ન્યુમોનિયા, માનસિક બીમારી, ખીલ, શીતળા જેવા રોગ થવા સંભવ હોય છે.

મિથુન રાશીનો(Gemini Zodiac) સ્વામી બુધ છે.

રાશિનો વર્ણ શુદ્ર છે.

રાશીનો રંગ લીલો(લીંબુ કલર) હોય છે.

રાશિનો દેખાવ સ્ત્રી પુરુષ યુગલ છે.

રાશિના સ્વભાવ દ્વિ સ્વભાવ હોય છે.

રાશિની દિશા પશ્ચિમ છે.

રાશિને પરકોતરી મિશ્ર છે.

રાશિનું તત્વ વાયુ છે.

રાશિનો લિંગ પુરુષ છે.

રાશિની ઉન્નતિ 25 માં વર્ષે થાય છે.

રાશિના દેવતા નારાયણ છે.

રાશિને લાભઃ દરરોજ નારાયણની પૂજા કરવી કુળદેવીની પૂજા કરવી જોઈએ. મિથુન રાશિનું જન્મ રત્ન પન્ના છે, જે બુધનું પ્રતિનિધિત્વ કરે છે. જે બુદ્ધિ, કોમ્યુનિકેશન અને માનસિક રીતે શાંતિ પ્રદાન કરે છે. તેમજ લાભદાયક પણ મનાય છે. નિર્ણય લેવાની ક્ષમતા વધારે છે.

ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું

મિથુન રાશિના જાતકોએ બુધનું નંગ ધારણ કરવું જોઈએ. તેમજ બુધના નંગને ધારણ કરતાં પહેલા શુદ્ધ પાણીથી ધોઈને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું ત્યાર પછી બુધનું ધ્યાન કરીને ઓમ બું બુધાય નમઃ મંત્રનો 108 જાપ કરવા જોઈએ. બુધનો નંગ ધારણ કરવાથી પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે. આપની પ્રગતિનો અવરોધ દૂર થશે.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

આ પણ વાંચો….

Taurus Zodiac: વૃષભ રાશિની આગવી વિશેષતા જાણો, સફળતા મેળવવા શું કરવું જોઈએ?

You will also like

Leave a Comment